Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pakistan : ઓસામા બિન લાદેનના નજીકના આતંકવાદીની પાકિસ્તાનમાંથી ધરપકડ કરાઈ...

પાકિસ્તાન (Pakistan)માં પોલીસને મોટી સફળતા મળી છે. પંજાબના કાઉન્ટર ટેરરિઝમ વિભાગે શુક્રવારે અલ કાયદાના મુખ્ય સભ્ય અમીન ઉલ હકની ધરપકડ હતી. હકને માર્યા ગયેલા આતંકવાદી ઓસામા બિન લાદેનનો નજીકનો સહયોગી ગણાવાયો છે. પંજાબ પોલીસના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) ના પ્રવક્તાએ...
pakistan   ઓસામા બિન લાદેનના નજીકના આતંકવાદીની પાકિસ્તાનમાંથી ધરપકડ કરાઈ

પાકિસ્તાન (Pakistan)માં પોલીસને મોટી સફળતા મળી છે. પંજાબના કાઉન્ટર ટેરરિઝમ વિભાગે શુક્રવારે અલ કાયદાના મુખ્ય સભ્ય અમીન ઉલ હકની ધરપકડ હતી. હકને માર્યા ગયેલા આતંકવાદી ઓસામા બિન લાદેનનો નજીકનો સહયોગી ગણાવાયો છે. પંજાબ પોલીસના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) ના પ્રવક્તાએ કહ્યું કે, આતંકવાદ સામેની લડાઈમાં નોંધપાત્ર સફળતા મળી છે કારણ કે વિભાગે, વિવિધ ગુપ્તચર એજન્સીઓના સહયોગી, પંજાબ પ્રાંતમાં આયોજિત ઓપરેશન દરમિયાન હકની ધરપકડ કરી હતી.

Advertisement

એક ભયંકર કાવતરું ઘડી રહ્યું હતું...

હક 1996 થી ઓસામા બિન લાદેનનો નજીકનો સહયોગી હતો અને તેણે સમગ્ર પ્રાંતમાં કથિત રીતે તોડફોડની પ્રવૃતિઓનું આયોજન કર્યું હતું એમ પોલીસ પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. પોલીસના કહેવા અનુસાર, હક મહત્વપૂર્ણ સંસ્થાઓ અને વ્યક્તિઓને નિશાન બનાવવા માંગતો હતો. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, CTD એ સારી કામગીરી બજાવી હતી અને અમીન ઉલ હકને શોધવા અને તેની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી.

Advertisement

આતંકવાદીને લઈને ક્યાં ગઈ પોલીસ?

CTD એ ધરપકડ કરાયેલા આતંકવાદી વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેને પૂછપરછ માટે અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યો છે. હકનું નામ સંયુક્ત રાષ્ટ્રની આતરરાષ્ટ્રીય આતંકવાદી યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, હકની ધરપકડ એ પાકિસ્તાન (Pakistan) અને વિશ્વભરમાં આતંકવાદનો સામનો કરવાના ઓપરેશન માટે મોટી સફળતા છે.

આ પણ વાંચો : Microsoft Windows : મીડિયા, બેકીંગ, શેરબજાર, સુપર માર્કેટ....ઠપ્પ

Advertisement

આ પણ વાંચો : Microsoft માં આવેલી ખામીના કારણે વિશ્વભરની એરલાઇન્સની ચેક-ઇનમાં સમસ્યા

આ પણ વાંચો : હુમલા બાદ પહેલીવાર ટ્રમ્પે આપ્યું ભાષણ, સમર્થકો થયા ભાવુક

Tags :
Advertisement

.