Pakistan Chandrayaan Mission: ખાવાના ફાંફા અને જવું છે ચંદ્ર પર! શું ભારતની સરખામણી કરશે પાકિસ્તાન?
Pakistan Chandrayaan Mission: ભારતે અવકાશ ક્ષેત્રે ખુબ જ પ્રગતિ કરી છે. તમને જણાવી દઈએ કે, ભારતના મિશન ચંદ્રયાન-3ની સફળતા બાદ વિશ્વભરના દેશોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ અને ભારતની નોંધ લેવા લાગ્યા હતા. આ બધાથી ચોંકાવનારી વાત એ છે કે, અત્યારે પાકિસ્તાન પણ ભારતની સરખામણી કરવા જઈ રહ્યું છે. જે દેશ પાસે ખાવાના પણ પૈસા નથી તેવો આર્થિક તંગી ભોગવતો દેશ પાકિસ્તાન ચંદ્રયાન લોન્ચ કી રહ્યો છે. નોંધનીય છે કે, અત્યારે પાકિસ્તાન પાસે પોતાની આવામને ખવડાવવા માટે પણ પૂરતા પૈસા નથી.
ચીનના સહારે ભારતની બરાબરી કરવાનો પ્રયત્ન
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનનું આ મિશન ભારતના ચંદ્રયાન મિશનની નજીક ક્યાંય નથી. પાકિસ્તાનનું મૂન મિશન (ICUBE-Q) શુક્રવારે (3 મે) ચીનના ચાંગ'ઇ 6 પર સવાર હૈનાનથી ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. તેનો અર્થ એ છે કે પાકિસ્તાન પોતાની રીતે નહીં પરંતુ ચીનના સહારે ભારતની બરાબરી કરવા માંગે છે.
પાકિસ્તાનનુ સપનું હવે ચંદ્ર પર શોધ કરવાનું
પાકિસ્તાનના આ ચંદ્ર મિશનના નામની વાત કરવામાં આવે તો ICUBE-Q છે. વિગતે વાત કરવામાં આવે તો આ એક સેટેલાઇટ છે જે ચંદ્રને અનુરૂપ જાણકારી આપશે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ ટેક્નોલોજી (IST) એ આ બાબતે વિગતો આપતા કહ્યું કે તેણે ચીનની શાંઘાઈ યુનિવર્સિટી SJTU અને પાકિસ્તાનની રાષ્ટ્રીય અવકાશ એજન્સી સુપાર્કો સાથે મળીને પાકિસ્તાની ઉપગ્રહ ICUBE-Q ને ડિઝાઈન અને વિકસિત કર્યો છે.
Pakistan Space & Upper Atmosphere Research Commission, #SUPARCO’s logo is seen on China’s most powerful rocket #LongMarch5! Together with China’s #ChangE6 lunar probe and payloads from France and #ESA, Pakistan’s CubeSat is ready to go to the moon in just a few days! pic.twitter.com/tlOebD5wVf
— Chinese Emb Pakistan (@CathayPak) April 29, 2024
ચાંગે 6 એ ચીનના ચંદ્ર મિશનની છઠ્ઠુીનું મિશન
વધારે વિગતે વાત કરવામાં આવે તો ICUBE-Q ઓર્બિટર બે ઓપ્ટિકલ કેમેરાથી સજ્જ છે જે ચંદ્રની સપાટીની તસવીરો ક્લિક કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા પરિક્ષણો પછી, પાકિસ્તાને તેના ઓર્બિટર ICUBE-Qને Chang'e 6 મિશન સાથે જોડ્યું છે. ચાંગે 6 એ ચીનના ચંદ્ર મિશનની છઠ્ઠી શ્રેણી છે. જેવી રીતે ભારતે પહેલા ચંદ્રયાન, ચંદ્રયાન-2 અને પછી ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે. તેમ ચીન પણ છઠ્ઠી વખત ચંદ્ર સંબંધિત મિશન શરૂ કરી રહ્યું છે.
જાણો ચીનના આ Chang'e 6 ચંદ્રયાન મિશન વિશે
ચીનનું ચંદ્ર મિશન Chang'e 6 ચંદ્રની સપાટી પર ઉતરશે અને ત્યાંથી સેમ્પલ એકત્રિત કરીને વધુ સંશોધન માટે પૃથ્વી પર લાવશે. આ મિશન પાકિસ્તાન માટે ખાસ માનવામાં આવે છે. કારણ કે તે IST દ્વારા વિકસિત પાકિસ્તાન ક્યુબસેટ સેટેલાઇટ ICUBE-Q ને પણ વહન કરશે. ક્યુબસેટ્સ નાના ઉપગ્રહો છે, જે સામાન્ય રીતે તેમના નાના કદ અને વિશિષ્ટ ડિઝાઇન માટે જાણીતા છે. આ ક્યુબ્સના આકારમાં બનાવવામાં આવે છે. આ ઉપગ્રહો ઘણીવાર અમુક કિલોગ્રામથી વધુ વજન ધરાવતા નથી અને વિવિધ હેતુઓ માટે અવકાશમાં તૈનાત કરવામાં આવે છે.