Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાન સરકારે વધુ 200 માછીમારોને કર્યા મુક્ત, આવતીકાલે વાઘા બોર્ડર પહોંચશે

માછીમારો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. પાકિસ્તાનની જેલમાં કેદ 200 થી વધુ માછીમારોને મુક્ત કરી દેવામાં આવ્યા છે. પહેલા તબક્કામાં 199 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં વધુ 200 ભારતીય માછીમારોને પાકિસ્તાનની સરકારે છોડી મૂક્યાં છે. મહત્વનું...
07:36 PM Jun 01, 2023 IST | Dhruv Parmar

માછીમારો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. પાકિસ્તાનની જેલમાં કેદ 200 થી વધુ માછીમારોને મુક્ત કરી દેવામાં આવ્યા છે. પહેલા તબક્કામાં 199 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે હાલમાં વધુ 200 ભારતીય માછીમારોને પાકિસ્તાનની સરકારે છોડી મૂક્યાં છે.

મહત્વનું છે કે, આજે મુક્ત કરવામાં આવેલા માછીમારો આવતીકાલે વાઘા બોર્ડર પર પહોંચશે અને ત્યાંથી તેઓ પોતપોતાના રાજ્યોમાં જશે. જ્યારે આગામી સમયમાં વધુ માછીમારો મુક્ત કરવામાં આવશે તેવું જાણવા પણ મળ્યું છે.

તમને જણાવી દઈએ કે, પ્રથમ તબ્બકામાં 199 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાતના 184, આંધપ્રદેશના 3, દિવના 4, મહારાષ્ટ્રના 5 અને ઉત્તરપ્રદેશના 2નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : રંગીલા રાજરોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો અલગ લૂક, VVIP દરબાર નહીં સેવકોને ‘સીતારામ કહેવાનો’ કાર્યક્રમ

Tags :
fishermengovernmentGujaratIndiaNationalPakistan jailWagah border
Next Article