ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Pakistan : SCO સમિટ પહેલા ગોળીબાર, ચેતવણી કે પછી..., 20 લોકોના મોત

SCO સમિટ પહેલા બલૂચિસ્તાનમાં ગોળીબારની ઘટના પાકિસ્તાનમાં એક ભયંકર હુમલો થયો, 20 લોકોના મોત ભારતીય વિદેશ મંત્રી 15 ઓક્ટોબરે પાકિસ્તાન જશે...! પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan)માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરીને 20 લોકોની હત્યા...
10:16 AM Oct 11, 2024 IST | Dhruv Parmar
  1. SCO સમિટ પહેલા બલૂચિસ્તાનમાં ગોળીબારની ઘટના
  2. પાકિસ્તાનમાં એક ભયંકર હુમલો થયો, 20 લોકોના મોત
  3. ભારતીય વિદેશ મંત્રી 15 ઓક્ટોબરે પાકિસ્તાન જશે...!

પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan)માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કરીને 20 લોકોની હત્યા કરી નાખી છે. ખાણમાં કામ કરતા લોકો પર ગોળીઓ છોડવામાં આવી હતી. પાકિસ્તાન પોલીસે આ ઘટનાની માહિતી શેર કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિ હાથમાં બંદૂક લઈને ખાણમાં ઘુસ્યો અને અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યો. આ ઘટનામાં 20 મજૂરોના જીવ ગયા હતા. ગોળી વાગવાથી સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

હુમલો SCO કોન્ફરન્સ પહેલા થયો હતો...

આ હુમલો પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં થયો હતો. SCO કોન્ફરન્સ પહેલા થયેલા આ હુમલાથી માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. થોડા દિવસોમાં દુનિયાના ઘણા મોટા દેશોના નેતાઓ પાકિસ્તાન (Pakistan)ની મુલાકાતે જવાના છે. આવી સ્થિતિમાં બલૂચિસ્તાનની ખાણમાં થયેલા આ હુમલાએ સર્વત્ર હલચલ મચાવી દીધી છે.

 

આ પણ વાંચો : Milton વાવાઝોડાએ Florida ની હાલત કરી ખરાબ, 10 ના મોત, અનેક ઘાયલ

પોલીસે સમગ્ર ઘટના જણાવી...

પોલીસ અધિકારી હિમન્યુ ખાન નાસિરે જણાવ્યું કે, આ ઘટના ગુરુવારે રાત્રે બલૂચિસ્તાનના ડંકી જિલ્લામાં થઈ હતી. એક બંદૂકધારી ડંકી ખાતે કોલસાની ખાણ પાસે આવ્યો અને બધાને સાથે ઊભા રહેવાનો આદેશ આપ્યો. આ પછી બંદૂકધારીએ એક પછી એક બધા પર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. આ ઘટનામાં 20 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સાત મજૂરો ગોળીઓથી ઘાયલ થયા હતા.

કામદારો કોણ હતા?

પાકિસ્તાન પોલીસનું કહેવું છે કે, મૃતકોમાં મોટાભાગના બલૂચિસ્તાનના પશ્તુન સમુદાયના હતા. આ સિવાય મૃતકોમાં 3 અફઘાનનો પણ સમાવેશ થાય છે. ઘાયલ કામદારોમાં ચાર અફઘાનિસ્તાનના છે.

આ પણ વાંચો : Bangladesh માં પ્રસિદ્ધ જશોરેશ્વરી મંદિરમાંથી કાલી માતાના મુગટની ચોરી

ભારતીય વિદેશ મંત્રી પાકિસ્તાન જશે...

પાકિસ્તાન (Pakistan)માં આ હુમલો શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) પહેલા થયો હતો. આ કોન્ફરન્સ 16-17 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાવાની છે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર પણ 15 ઓક્ટોબરે પાકિસ્તાન જશે. 9 વર્ષમાં ભારતીય વિદેશ મંત્રીની પાકિસ્તાનની આ પ્રથમ મુલાકાત હશે. આ પહેલા ડિસેમ્બર 2015 માં તત્કાલિન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા.

ઈસ્લામાબાદથી રાવલપિંડી સુધી નક્કર વ્યવસ્થા...

એક અહેવાલ મુજબ, SCO સમિટને લઈને ઈસ્લામાબાદમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. રાવલપિંડી જે પાકિસ્તાન (Pakistan) આર્મીનો બેઝ છે, તેને 12 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય ઈસ્લામાબાદમાં રેસ્ટોરાં, વેડિંગ હોલ, કાફે અને ક્લબ પણ 5 દિવસ માટે બંધ રહેશે.

આ પણ વાંચો : દક્ષિણ કોરિયાની લેખિકા 'Han Kang' ને સાહિત્યમાં Nobel પુરસ્કાર મળ્યો

Tags :
BalochistanPakistanPakistan attack on minerspakistan balochistan attackSCO SummitSCO summit in PakistanShanghai Cooperation Organisationworld
Next Article