Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pakistan : ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં Bomb Blast, 12 થી વધુ લોકોના મોત

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી (General Elections) પહેલા ફરી એકવાર મોટો બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો છે. બુધવારે અપક્ષ ઉમેદવાર (independent candidate) ની ઓફિસની બહાર થયેલા વિસ્ફોટ (Blast) માં ઓછામાં ઓછા 14 લોકોના મોત (Died) થયા છે અને 30થી...
pakistan   ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં bomb blast  12 થી વધુ લોકોના મોત

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી (General Elections) પહેલા ફરી એકવાર મોટો બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) થયો છે. બુધવારે અપક્ષ ઉમેદવાર (independent candidate) ની ઓફિસની બહાર થયેલા વિસ્ફોટ (Blast) માં ઓછામાં ઓછા 14 લોકોના મોત (Died) થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ બલૂચિસ્તાન (Balochistan) ના પિશિન જિલ્લામાં થયો હતો. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)એ પિશિનમાં થયેલા વિસ્ફોટ (Blast) ની નોંધ લીધી છે અને સરકાર પાસેથી રિપોર્ટ (Report) માંગ્યો છે. પંચે પ્રાંતીય મુખ્ય સચિવ (Chief Secretary) અને પ્રાંતીય પોલીસ વડા પાસેથી તાત્કાલિક અહેવાલ માંગ્યો છે.

Advertisement

Pakistan: Bomb blast in Pakistan before elections, more than 12 people died

Source : Google

અનેક વાહનો બળીને રાખ થઈ ગયા

પાકિસ્તાન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્ફોટ બલૂચિસ્તાન (Balochistan) ના પિશિન જિલ્લાના નોકાંડી વિસ્તારમાં થયો હતો. અસફંદ યાર ખાન કાકર (Asfand Yar Khan Kakar) અહીંથી અપક્ષ ઉમેદવાર છે. બપોરે તેમના ચૂંટણી કાર્યાલયની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અચાનક જોરદાર વિસ્ફોટ થયો અને આગ ફાટી નીકળી. બૂમો પાડતા લોકો આમ તેમ દોડી આવ્યા હતા. વિસ્ફોટમાં મોટી સંખ્યામાં વાહનોને નુકસાન થયું છે. ડૉનના અહેવાલ મુજબ, પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP)ની ચૂંટણી યાદીમાં જણાવાયું છે કે કાકર PB-47 લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલા સ્વતંત્ર ઉમેદવાર છે અને તેમનું ચૂંટણી પ્રતીક 'કટોરો' છે. બલૂચિસ્તાનના વચગાળાના મુખ્યમંત્રી અલી મર્દાન ખાન ડોમકીએ પિશિન વિસ્ફોટની નિંદા કરી છે અને ગૃહ મંત્રાલય પાસેથી રિપોર્ટ માંગ્યો છે. એક નિવેદનમાં, તેમણે આ ઘટના પર દુ:ખ અને ખેદ વ્યક્ત કર્યો અને અધિકારીઓને ઘટનાઓમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવા માટે તમામ પ્રયાસો કરવા નિર્દેશ આપ્યો.

Advertisement

Pakistan: Bomb blast in Pakistan before elections, more than 12 people died

Source : Google

શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને નબળી પાડવાનું ષડયંત્ર : અલી મર્દાન ખાન ડોમકી

ડોમકીએ કહ્યું, "આવી ઘટનાઓ શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને નબળી પાડવાનું ષડયંત્ર છે. આવી ઘટનાઓમાં સંડોવાયેલા તત્વોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. લોકોને સંપૂર્ણ સુરક્ષા આપવા માટે તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે." તેમણે કહ્યું કે, લોકોએ ડરવાની જરૂર નથી અને આવતીકાલે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા આવવું જોઈએ. તેમણે કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા સુધારવાના પ્રયાસો ચાલુ છે. આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાનમાં ચૂંટણી દરમિયાન હિંસા થઈ હોય. બે દિવસ પહેલા, ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ એક પોલીસ સ્ટેશન પર હુમલો કરતા ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને 6 અન્ય ઘાયલ થયા હતા. ડેરા ઈસ્માઈલ ખાનના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ હુમલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના દરબન તહસીલના ચોદવાન પોલીસ સ્ટેશનમાં થયો હતો.

Advertisement

આ પણ વાંચો - Bumper bonus : હવે બાળકોનાજન્મ પર મળશે લાખો રૂપિયા, જાણો કેવી રીતે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.