Pakistan : ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો, લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ કતાલની હત્યા
- પંજાબના ઝેલમ જિલ્લાના દીના વિસ્તારમાં હત્યા
- રિયાસીમાં તીર્થયાત્રીઓ પર હુમલાનો હતો માસ્ટરમાઈન્ડ
- જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકી હુમલામાં હતો સામેલ
Pakistan : ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો થયો છે. પંજાબ પ્રાંતના ઝેલમ જિલ્લાના દીના વિસ્તારમાં લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ કતાલની અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો અબુ કતાલ નજીકનો ગણાતો હતો . જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકી હુમલાઓમાં સામેલ હતો. 9 જૂનના રોજ રિયાસીમાં શિવ ખોરી મંદિરથી પરત ફરતી યાત્રાળુઓની બસ પર થયેલા હુમલામાં અબુ કતાલ માસ્ટર માઈન્ડ હતો.
-પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો
-લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ કતાલની હત્યા
-પંજાબના ઝેલમ જિલ્લાના દીના વિસ્તારમાં હત્યા
-રિયાસીમાં તીર્થયાત્રીઓ પર હુમલાનો માસ્ટરમાઈન્ડ
-જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકી હુમલામાં હતો સામેલ
-NIAની મોસ્ટ વોન્ટેડની યાદીમાં હતો અબુ કતાલ… pic.twitter.com/2MGeZqBZDe— Gujarat First (@GujaratFirst) March 16, 2025
અબુ કતાલનું નામ ચાર્જશીટમાં દાખલ કર્યુ હતું
રાષ્ટ્રીય તપાસ એજન્સીએ 2023ના રાજૌરી હુમલામાં સામેલ અબુ કતાલનું નામ ચાર્જશીટમાં દાખલ કર્યુ હતું. અબુ કતાલ મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ હતો. તાજેતરમાં ભારતના અનેક દુશ્મનોનો પાકિસ્તાનમાં ખાત્મો થયો છે. પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાને મોટો ઝટકો લાગ્યો છે. મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબુ કતલ સિંઘી માર્યો ગયો છે. આ ઘટના શનિવારે રાત્રે 8 વાગ્યે બની હતી. અબુ કતાલે ભારતમાં પણ ઘણા મોટા હુમલા કર્યા છે. NIA એ તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ આતંકવાદી સેના સહિત તમામ સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુખાવો બની ગયો હતો.
આતંકવાદી અબુ કતલ પણ હાફિઝ સઈદની ખૂબ નજીક હતો
આતંકવાદી અબુ કતલ પણ હાફિઝ સઈદની ખૂબ નજીક હતો. હાફિઝ મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. લશ્કર-એ-તૈયબાના 10 પાકિસ્તાની આતંકવાદીઓએ મુંબઈમાં અનેક સ્થળોએ હુમલો કર્યો હતો. આ ઘટનાને કારણે પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો બગડ્યા હતા તથા બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. 9 જૂને જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં શિવ-ખોડી મંદિરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. અબુ કતલ સિંઘી પણ તે હુમલાના માસ્ટરમાઇન્ડમાંનો એક હતો. આ ઉપરાંત, અબુ કતલને કાશ્મીરમાં ઘણા મોટા હુમલાઓનો માસ્ટરમાઇન્ડ પણ માનવામાં આવતો હતો.
રાજૌરી હુમલામાં શું થયું?
જાન્યુઆરી 2023 માં, NIA એ રાજૌરીમાં થયેલા હુમલા માટે 5 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં લશ્કરના 3 પાકિસ્તાની આતંકવાદીઓ પણ સામેલ હતા. 1 જાન્યુઆરી, 2023 ના રોજ, રાજૌરી જિલ્લાના ધાંગરી ગામમાં નાગરિકો પર આતંકવાદી હુમલો થયો હતો. બીજા દિવસે IED બ્લાસ્ટ થયો. આ હુમલામાં બે બાળકો સહિત સાત લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચાર્જશીટમાં નામ આપવામાં આવેલા ત્રણ આતંકવાદીઓ લશ્કરના કાર્યકરો હોવાનું કહેવાય છે, જેમની ઓળખ સૈફુલ્લાહ ઉર્ફે સાજિદ જટ ઉર્ફે અલી ઉર્ફે હબીબુલ્લાહ ઉર્ફે નુમાન ઉર્ફે લંગડા ઉર્ફે નૌમી, મોહમ્મદ કાસિમ અને અબુ કતલ ઉર્ફે કતલ સિંધી તરીકે થઈ છે. અબુ કતલ અને સાજિદ જટ્ટ પાકિસ્તાની નાગરિક હતા. જ્યારે કાસિમ 2002 ની આસપાસ પાકિસ્તાન ગયો હતો અને ત્યાં લશ્કરના આતંકવાદી જૂથોમાં જોડાયો હતો.
આ પણ વાંચો: Donald Trump ના નિશાના પર હુથી બળવાખોરો, અમેરિકાએ યમનમાં હવાઈ હુમલો કર્યો... 9 લોકોના મોત