Pakistan માં પ્રદૂષણે તમામ રેકોર્ડ તોડ્યા, આ શહેરમાં AQI 2000 ને પાર
- મુલતાનમાં AQI 2000 ને પાર કરી ગયો
- લાહોરમાં AQI 1,100 ને વટાવી ગયો
- લોકોમાં ઉધરસ અને આંખોમાં બળતરાની ફરિયાદ
પાકિસ્તાન (Pakistan)માં પ્રદૂષણને કારણે લોકો માટે જીવવું મુશ્કેલ બની ગયું છે. અહીં વાયુ પ્રદૂષણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મુલતાનમાં AQI 2000 ને પાર કરી ગયો છે. એક અહેવાલ મુજબ, પાકિસ્તાન (Pakistan)માં પંજાબ સરકારે પ્રદૂષણના ખતરનાક સ્તરને કારણે 17 નવેમ્બર સુધી ઘણા જિલ્લાઓમાં મનોરંજન પાર્ક, સંગ્રહાલયો અને શાળાઓને 10 દિવસ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. શુક્રવારે રજૂ કરાયેલા પ્રતિબંધોની અસર લાહોર, ગુજરાંવાલા, ફૈસલાબાદ, મુલતાન, શેખુપુરા, કસૂર, નનકાના સાહિબ, ગુજરાત, હાફિઝાબાદ, મંડી બહાઉદ્દીન, સિયાલકોટ, નારોવાલ, ચિનિયોટ, ઝાંગ અને ટોબા ટેક સિંહ તેમજ લોધરન પર પડશે.
પાકિસ્તાનના 7 સૌથી પ્રદૂષિત શહેરો...
આ સિવાય પંજાબ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ટ્યુશન સેન્ટર અને એકેડમીને બંધ કરવાનો આદેશ આપ્યો છે. જિયો ન્યૂઝ અનુસાર સરકારી સૂચના મુજબ, અસરગ્રસ્ત જિલ્લાઓમાં ઉચ્ચ માધ્યમિક સ્તર સુધીની ખાનગી અને સરકારી શાળાઓ 17 નવેમ્બર સુધી બંધ રહેશે. આ પહેલા શુક્રવારે પાકિસ્તાન (Pakistan)માં વાયુ પ્રદૂષણમાં ઉછાળો આવ્યો હતો, જેમાં સાત શહેરોનો વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં સમાવેશ થયો હતો.
Pakistan: Forced 'lockdowns' in certain cities due to extreme pollution. AQI tops 2000 in Multan
Read @ANI Story | https://t.co/NwZ8Igb104#Pakistan #Multan #AQI #Pollution pic.twitter.com/MRH5Mdoaj6
— ANI Digital (@ani_digital) November 9, 2024
મુલતાનમાં AQI 2000 ને પાર કરી ગયો...
લાહોરમાં 11 કિમી/કલાક અને મુલતાન પાસે 7 કિમી/કલાકની પવનની ઝડપ સાથે ધુમ્મસ વધુ ખરાબ થવાની હવામાનશાસ્ત્રીઓ અપેક્ષા રાખે છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) એ મુલતાનમાં 2,135 અને લાહોરમાં 676 નો આશ્ચર્યજનક રેકોર્ડ બનાવ્યો. પેશાવર, ઈસ્લામાબાદ, હરિપુર, રાવલપિંડી અને કરાચી જેવા શહેરોમાં પણ 'ખતરનાક હવાની ગુણવત્તા' હોવાનું નોંધાયું હતું.
આ પણ વાંચો : Justin Trudeau : હા..કેનેડામાં છે ખાલિસ્તાની સમર્થકો
લાહોરમાં પણ લોકોની હાલત ખરાબ...
પાકિસ્તાન (Pakistan)નું પૂર્વીય શહેર લાહોર ઘણા દિવસોથી ઝેરી ધુમ્મસથી ધેરાયેલું છે, જેના કારણે અધિકારીઓને પ્રવૃત્તિઓ પર નિયંત્રણો લાદવા અને નિવારક પગલાંનું સંકલન કરવા માટે એક પેનલ બનાવવાની ફરજ પડી છે. IQAir ના રિપોર્ટ અનુસાર, ગુરુવારે લાહોર એર ક્વોલિટી ઇન્ડેક્સ 784 સાથે વિશ્વના પ્રદૂષણ રેન્કિંગમાં ટોચ પર રહ્યો છે. લાહોર શહેરની હવાની ગુણવત્તા કેટલાક અઠવાડિયાથી ખતરનાક રીતે ઊંચી રહી છે, જે ઘણી વખત 1,000 ના AQI સ્તરને વટાવી જાય છે. IQAir અનુસાર, લાહોરને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં AQI આધાતજનક 1,165 હતું. જે WHO દ્વારા ભલામણ કરાયેલા સ્તર કરતા 120 ગણું વધારે છે.
આ પણ વાંચો : UN માં પાકિસ્તાનની ફજેતી, ભારતે કહ્યું- 'જમ્મુ-કાશ્મીર આપણું અભિન્ન અંગ હતું, છે અને રહેશે'
હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં વધારો થયો...
જીઓ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, ખરાબ હવાની ગુણવત્તાના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી લાહોર અને મુલતાન, કસૂર, શેખપુરા અને ગુજરાંવાલા સહિત અન્ય સખત અસરગ્રસ્ત શહેરોમાં શ્વસન સંબંધી બીમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની સંખ્યામાં વધારો થયો છે. લોકો તેમના સ્વાસ્થ્ય પર ખતરનાક ધુમ્મસની અસરો સામે સંઘર્ષ કરી રહ્યા છે, જેના કારણે રોજિંદા કામકાજ પણ મુશ્કેલ બન્યા છે. આરોગ્ય નિષ્ણાતો લાહોરના નાગરિકોને ખતરનાક હવાના સંપર્કમાં આવવાથી બચવા માટે બહાર જતી વખતે માસ્ક પહેરવાની વિનંતી કરી રહ્યા છે.
આ પણ વાંચો : War માં ગયેલા નોર્થ કોરિયાના સૈનિકો એડલ્ટ વીડિયોના રવાડે ચડ્યાં...