Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PAK vs NZ : વર્લ્ડ કપની શરૂઆત ન્યૂઝીલેન્ડ માટે રહી ખાસ, વોર્મ અપ મેચમાં પાકિસ્તાનને ધોઇ નાખ્યું

ભારતમાં રમાનાર ODI World Cup 2023 પહેલા વોર્મ-અપ મેચો રમાઈ રહી છે. શુક્રવાર, 29 સપ્ટેમ્બરે વોર્મ-અપ મેચોનો પ્રથમ દિવસ હતો અને ત્રણમાંથી બે મેચ રમાઈ હતી. શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન હૈદરાબાદના રાજીવ...
11:45 PM Sep 29, 2023 IST | Hardik Shah

ભારતમાં રમાનાર ODI World Cup 2023 પહેલા વોર્મ-અપ મેચો રમાઈ રહી છે. શુક્રવાર, 29 સપ્ટેમ્બરે વોર્મ-અપ મેચોનો પ્રથમ દિવસ હતો અને ત્રણમાંથી બે મેચ રમાઈ હતી. શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. પાકિસ્તાન વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ મેચની વાત કરીએ તો આ મેચમાં પાકિસ્તાનની ટીમને ન્યૂઝીલેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

ન્યૂઝીલેન્ડની ટીમે પાકિસ્તાનને ધોઇ નાખ્યું

ન્યૂઝીલેન્ડે વોર્મ અપ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું છે. આ સાથે કિવીઓએ 346 રનનો વિશાળ ટાર્ગેટ માત્ર 43.4 ઓવરમાં પૂરો કરી લીધો છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 50 ઓવરમાં 345 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કિવીએ આ ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો છે. કિવીઓ પાસે 50 ઓવરમાં 346 રનનો વિશાળ ટાર્ગેટ હતો, જેને ટીમે માત્ર 43.4 ઓવરમાં 5 વિકેટે મેળવી લીધો હતો. વર્લ્ડ કપ 2023 પહેલા ન્યૂઝીલેન્ડે ખૂબ જ સારી શરૂઆત કરી છે, જેના પછી કિવી ખેલાડીઓનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો હશે. જો કે આ મેચમાં ચાર કિવી બેટ્સમેનોએ અડધી સદીની ઇનિંગ્સ રમી છે.

ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ કર્યું શાનદાર પ્રદર્શન

ટીમ માટે રચિન રવિન્દ્રએ 97 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કેન વિલિયમસન (54), ડેરીલ મિશેલ (59) રન બનાવીને અણનમ રહીને રિટાયર્ડ થયા હતા. આ પછી જેમ્સ નીશમ 33 અને માર્ક ચેપમેને શાનદાર બેટિંગ કરી અને 41 બોલમાં 3 સિક્સ અને 6 ફોરની મદદથી અણનમ 65 રન બનાવ્યા. આ સિવાય ડેવોન કોનવે (0), કેપ્ટન ટોમ લાથમ (18), ગ્લેન ફિલિપ્સ (3) અને મિશેલ સેન્ટનરે 1 રન બનાવ્યો હતો.

વર્લ્ડ કપના પોઈન્ટ પર નહીં પડે અસર

પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાતી આ મેચથી વર્લ્ડ કપના પોઈન્ટ પર કોઈ અસર નહીં થાય. ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ સામે 05 ઓક્ટોબરે અમદાવાદમાં રમશે. જ્યારે પાકિસ્તાનને વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં નેધરલેન્ડ સામે રમવાની છે. બંને ટીમો વચ્ચે 4 નવેમ્બરે મેચ રમાશે. આ મેચમાં પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ પાસેથી આ હારનો બદલો લેવા માંગશે.

આ પણ વાંચો - World Cup 2023 માટે ભારતે ટીમની કરી જાહેરાત, આ સ્ટાર ખેલાડીને પડતો મુકાયો

આ પણ વાંચો - IND vs AUS : રાજકોટમાં ગ્લેન મેક્સવેલ સાથે એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ICC ODI World CupICC ODI World Cup 2023ICC World Cupicc world cup 2023PAK vs NZPakistan vs New ZealandWarm up MatchWorld Cup
Next Article