Pahalgam Terrorist Attack : CM ઓમર અબ્દુલ્લા, LG મનોજ સિંહા, ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ સાથે હાઈ લેવલ બેઠક
- જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મામલો (Pahalgam Terrorist Attack)
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા, CM, LG અને સુરક્ષા અધિકારીઓ સાથે હાઇલેવલ બેઠક શરૂ
- દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા
- આતંકી હુમલામાં 26 લોકોનાં મોતની આશંકા, જ્યારે 12 થી વધુ ઇજાગ્રસ્ત થયાં
Pahalgam Terrorist Attack : મંગળવારે જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સેના અને ગુપ્તચર વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં હુમલા પછીની પરિસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક બાદ અમિત શાહ શ્રીનગર જવા રવાના થયા હતા. ત્યારે હવે માહિતી મળી છે કે ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર (Srinagar) પહોંચી ગયા છે.
આ પણ વાંચો - VIDEO: આતંકીઓનો ભોગ બનતાં પહેલાં આ શું બોલે છે પ્રવાસી, પત્ની સાથે કેટલા ખુશ હતા?
"અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું"
પહેલાગામમાં આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું હતું કે, "જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી હું દુઃખી છું. મારી સંવેદનાઓ મૃતકોનાં પરિવારનાં સભ્યો સાથે છે. આ જઘન્ય આતંકવાદી હુમલામાં સામેલ લોકોને છોડવામાં નહીં આવે. અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું અને તેમને સૌથી કડક સજા આપીશું." માહિતી અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર (Srinagar) પહોંચી ગયા છે અને CM ઓમર અબ્દુલ્લા (CM Omar Abdullah), LG મનોજ સિંહા (LG Manoj Sinha) અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ સાથે હાઇ લેવલની બેઠક યોજી છે.
આ પણ વાંચો - Pahalgam Terrorist Attack પર નેતાઓએ આપી આ પ્રતિક્રિયા, કહ્યું 'કાયરતાપૂર્ણ હુમલો'
હુમલામાં 27 લોકોનાં મોત થયાની આશંકા, ઇજાગ્રસ્તોમાં 3 ગુજરાતી પણ સામે
જણાવી દઈએ કે, મંગળવારે પહેલગામનાં બૈસરાનાં વિસ્તારમાં આતંકવાદીઓએ પ્રવાસીઓનાં એક જૂથને નિશાન (Pahalgam Terrorist Attack) બનાવ્યું છે. આ હુમલામાં 26 લોકોનાં મોત થયાની આશંકા છે. જ્યારે 12 થી વધુ ઘાયલોને અનંતનાગની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ભારતીય મૂળનાં બે વિદેશી નાગરિક પણ હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ ઇજાગ્રસ્તોમાં 3 ગુજરાતી હોવાની માહિતી સામે આવી છે. આ ગુજરાતીઓની ઓળખ ભાવનગરનાં (Bhavnagar) વિનોદભટ્ટ, માનિક પટેલ, રિના પાંડેય તરીકે થઈ છે. આ આંતકી હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકવાદીઓએ લગભગ 3 થી 5 મિનિટ સુધી ગોળીબાર કર્યો અને પછી ત્યાંથી ભાગી ગયા હતા.
આ પણ વાંચો - Pahalgam Terrorist Attack : આંતકી હુમલામાં બે વિદેશી નાગરિક સહિત 27 નાં મોતની આશંકા, હેલ્પલાઇન નં. જાહેર