Pahalgam terrorist attack : ગુજરાતનાં ધાર્મિક સ્થળોની સુરક્ષામાં કરાયો વધારો, પહેલગામ હુમલા બાદ પોલીસ એલર્ટ
- કાશ્મીરના પહેલગામમાં હુમલા બાદ યાત્રાધામોની સુરક્ષા વધારાઈ
- અંબાજી મંદિર ખાતે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું
- દ્વારકા, સોમનાથ મંદિરમાં પણ પોલીસે ચેકીંગ હાથ ધર્યું
કાશ્મીરનાં પહેલગામ હુમલા બાદ અંબાજી મંદિરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ એસઓજી અને ડોગ સ્કવોર્ડની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. કાશ્મીર ખાતે થયેલા હુમલા બાદ ગુજરાતના વિવિધ સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી છે. અંબાજી મંદિરે ઝેડ કેટેગરીમાં આવતું હોઈ અને રાજસ્થાન બોર્ડર નજીક હોઈ આજે ચેકિંગ હાથ ધરાયું હતું. એસઓજી, ડોગ સ્કવોડ અને સ્થામિક પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. ત્યારે ભક્તોની સુરક્ષાને લઈને ચેકીંગ હાથ ધરાયું હતું. અંબાજી મંદિરના વિવિધ સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરંતું કોઈપણ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવી ન હતી.

મંદિર આસપાસ વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરાયું
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાના પગલે દ્વારકા મંદિરની સુરક્ષામાં વધારો કરાયો હતો. દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં વધારો કરાયો હતો. ગુજરાતના પ્રખ્યાત મંદિરોની સુરક્ષામાં વધારો કરાયો હતો. દ્વારકાધીશ મંદિરમાં પણ સુરક્ષામાં વધારો કરાયો છે. દ્વારકાધીશ મંદિરમાં બોમ્બ સ્કવોર્ડની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. તેમજ મંદિર આસપાસના વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરાયું હતું. દ્વારકાધીશ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રિકોનું પણ સઘન ચેકીંગ પણ કર્યા બાદ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જમ્મુ કાશ્મીરનાં હુમલા બાદ દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો હતો.
સોમનાથ મંદિર આસપાસ ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકીંગ
સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા વધુ સતર્ક બનાવવામાં આવી હતી. સોમનાથ મંદિર આસપાસ ડોગ સ્કવોર્ડ, બોમ્બ સ્કવોર્ડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ સોશિયલ મીડિયા પર પણ પથિક સોફ્ટવેર મારફત ગેસ્ટ હાઉસમાં આવનારા પ્રવાસીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તેમજ દરિયાઈ સુરક્ષા અને ક્વિક રિસ્પોન્સ ટીમનું બળ વધારવામાં આવ્યું હતું.