Pahalgam Attack બાદ ભારતની સૌથી મોટી 'ડિજિટલ સ્ટ્રાઇક'
- આતંકવાદી હુમલાની ઘટના બાદથી ભારત, પાકિસ્તાનને ઘેરી રહ્યું છે
- ઉશ્કેરણીજનક ભ્રામક વાતો ફેલાવનારી પાકિસ્તાની ચેલનો પર તવાઇ
- 16 ચેનલો વિરૂદ્ધ કાર્યવાહી, આગામી સમયમાં વધુ કાર્યવાહીની તૈયારી
Pahalgam Terror Attack : જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના બાદ ભારત દિવસેને દિવસે પાકિસ્તાન પર પોતાની ધાક જમાવી રહ્યું છે. આ વચ્ચે આજે ભારત દ્વારા સૌથી મોટી ડિજિટલ સ્ટ્રાઇક (DIGITAL STRIKE INDIA) કરવામાં આવી છે. જેમાં પાકિસ્તાનની 16 ન્યુઝ ચેનલ અને યુટ્યુબ ચેનલ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો (BAN PAKISTANI CHANNELS) છે. દેશની સુરક્ષાને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તાત્કાલિક અસરથી રોક લગાડી દેવામાં આવી
પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન દિવસેને દિવસે લાચારી તરફ ધકેલાઇ રહ્યું છે. ભારત દ્વારા પાકિસ્તાનને ચોતરફથી ઘેરીને પોતાની ધાક જમાવવામાં આવી રહી છે. આ વચ્ચે પાકિસ્તાન પ્રેરિત ન્યુઝ ચેનલ અને યુટ્યુબ ચેનલો દ્વારા ભારત વિરૂદ્ધ ઉશ્કેરણીજનક વાતો ફેલાવવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને લઇને સરકાર દ્વારા ત્વરિત નિર્ણય લેતા 16 જેટલી પાકિસ્તાનની ન્યુઝ અને યુટ્યુબ ચેનલ પર રોક તાત્કાલિક અસરથી રોક લગાડી દેવામાં આવી છે.
ભારત દ્વારા પહેલી મોટી ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી
ભારત દેશની સુરક્ષાને ધ્યાને રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાકિસ્તાન વિરૂદ્ધ ભારત મોટી કાર્યવાહીની તૈયારીઓ કરી રહ્યું છે. આ વચ્ચે આતંકી હુમલાની ઘટના બાદ ભારત દ્વારા પહેલી મોટી ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી છે. આ ન્યુઝ અને યુટ્યુબ ચેનલોમાં ડોન ન્યૂઝ, તમા ટીવી અને આર્ય ન્યૂઝનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળી રહ્યું છે.
દેશ પરત જવા માટેની અંતિમ તારીખ
સુત્રોના જણાવ્યા પ્રમાણે, ડિજિટલ સ્ટ્રાઇકથી પણ વધારે અને ઐતિહાસિક કાર્યવાહી ભારત કરવા જઇ રહ્યું છે. જેને લઇને સતત ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર જારી છે. આજે ભારતમાં વિવિધ વિઝા હેઠળ આશરો લેનારા નાગરિકોને તેમના દેશ પરત જવા માટેની અંતિમ તારીખ છે. જે બાદ ગમે ત્યારે પાકિસ્તાનના પાટીયા બેસી જાય તેવી કાર્યવાહી થઇ શકે છે.
આ પણ વાંચો --- Pahalgam Terror Attack માં NIA ની તપાસમાં મોટો ખુલાસો!, હુમલામાં આતંકીની સંખ્યા...