Pahalgam Terrorist Attack: પહલગામની ઘટના બાદ એર ઇન્ડિયાની મોટી જાહેરાત
Pahalgam Terrorist Attack : ગતરોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો સામે આવ્યો છે. જે બાદ એર ઇન્ડિયા દ્વારા હવાઇ યાત્રીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. (AIR INDIA BIG ANNOUNCEMENT) જેમાં એર ઇન્ડિયા દ્વારા શ્રીનગર અવર-જવર કરનારા યાત્રીઓ માટે કેન્સલેશન અને રીશેડ્યૂલ ચાર્જ હટાવી દીધા છે. આ સુવિધા 30, એપ્રિલ સુધી બુક કરેલી એર ટિકિટ પર લાગુ થશે. સાથે જ એર ઇન્ડિયા દ્વારા 23, એપ્રિલથી શ્રીનગરથી દિલ્હી અને મુંબઇ માટે બે વધારાની ફ્લાઇટનું એલાન પણ કરવામાં આવ્યું છે.
શ્રીનગરથી મુંબઇ અને દિલ્હી માટે વધારાની ફ્લાઇટ ઉડાન ભરશે
એર ઇન્ડિયા દ્વારા ટ્વીટર (એક્સ) પર એક પોસ્ટ મુકીને આ સેવા-સુવિધા અંગેની જાણકારી શેર કરી છે. એર ઇન્ડિયા દ્વારા પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, આજે શ્રીનગરથી મુંબઇ અને દિલ્હી માટે વધારાની ફ્લાઇટ ઉડાન ભરશે. શ્રીનગરથી દિલ્હી માટે સવારે 11 - 30 કલાકે, જ્યારે શ્રીનગરથી મુંબઇની ફ્લાઇટ બપોરે 12 વાગ્યાની રહેશે. તેનું બુકીંગ શરૂ થઇ ગયું છે. આ સાથે જ બાકી ફ્લાઇટ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ સાથે જ શ્રીનગર અવવા-જવા માટે એપ્રિલના આખરી દિન સુધીની ફ્લાઇટ બુકીંગના કેન્સલેસન અથવા રીશેડ્યૂલ માટેના ચાર્જિસમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોઇ પણ પ્રકારની મદદ માટે યાત્રીઓ 69329333 અને 011 69329999 નંબર પર સંપર્ક કરી શકે છે.
હમલાની જવાબદારી ધ રેજીસ્ટેંસ ફ્રંટ નામના સંગઠને લીધી
તમને જણાવી દઇએ કે, લશ્કર એ તૌયબા સાથે જોડાયેલા આતંકીઓએ દક્ષિણ કાશ્મિરના પગલગામમાં બૈસરણ ઘાટીમાં પ્રવાસીઓ પર હુમલો કરી દીધો હતો. જેમાં 26 લોકોના મોત નિપજ્યા છે, અને 20 ઘાયલ થયા છે. હમલાની જવાબદારી ધ રેજીસ્ટેંસ ફ્રંટ નામના સંગઠને લીધી છે.
આ પણ વાંચો --- Pahalgam Terrorist Attack: J&K માં દહેશતનો માહોલ, આજે બધી શાળાઓ બંધ