Pahalgam Terror Attack: આતંકી હુમલો થયો ત્યાંથી ગુજરાત ફર્સ્ટનો Exclusive રિપોર્ટ, જમ્મુ-કાશ્મીરમાં તમામ રસ્તાઓ સુમસામ
- પહલગામ આતંકી હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી
- સમગ્ર કાશ્મીરમાં સેનાનું ઓપરેશન ઓલઆઉટ
- ગુજરાત ફર્સ્ટ પણ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું પહલગામ
- બૈસરન વેલી પહલગામથી ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
પહલગામમાં આતંકી હુમલા (Pahalgam Terror Attack) દ્વારા સેના દ્વારા સમગ્ર કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ (kashmir oparation allout) શરૂ કર્યું છે. સેના એક એક આતંકને વીણી વીણીને ખતમ કરી રહી છે. તેમજ દરરોજ આતંકીઓનાં ઘર તોડી પાડવામાં આવી રહ્યા છે. સમગ્ર જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) માં તમામ રસ્તાઓ સુમસામ છે. આતંકના લોકલ સાથીદારો પર સેનાની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ સેનાની અલગ અલગ ટૂકડીઓનું મોટાપાયે ઓપરેશન ચાલી રહ્યું છે.
22 એપ્રિલે આજ રૂટ પરથી પ્રવાસીઓ બૈસરન વેલી ગયા હતા. પ્રવાસીઓ મિની સ્વિટર્ઝલેન્ડ કહેવાતા બૈસરન વેલી ગયા હતા. અહીં માત્ર પગપાળા અને ઘોડેસવારથી જ જઈ શકાય છે. 22 એપ્રિલે 26 પર્યટકોના બૈસરન વેલીમાં મૃત્યું થયા હતા. 3 ગુજરાતી, એક નેપાળી સહિત 26 લોકોના મોત થયા હતા. એક ઘોડેસવારનું પણ મોત થયું. જે આતંકીઓ સામે લડ્યો હતોો. પ્રવાસીઓ પર હુમલો કર્યા બાદ આતંકીઓ છુપાઈ ગયા હતા. હુમલો કર્યા બાદ આતંકીઓ અહીં જંગલ વિસ્તારમાં છુપાયા હતા.
આતંકી હુમલામાં લોકોના મોત નિપજ્યા હતા
હાલ આ તમામ વિસ્તાર સુમસામ છે. તેમજ હાલ ત્યાં ઘણા પ્રકારની તપાસ ચાલુ છે. બૈસરન ઘાટી પર જવા માટે ચાલીને તેમજ ખચ્ચર મારફતે જઈ શકાય છે. આ જગ્યા પર તેઓની સાથે એટલી મોટી ઘટના થઈ જેના પડઘા ગુજરાત સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આ ઘટનામાં ગુજરાતના 3 પ્રવાસીઓ સહિત સમગ્ર દેશના 25 ભારતીય તેમજ એક નાપાળીનું મોત થયું. આ મોતના આંકડામાં એક નામ એ ઘોડે સવારનું પણ હતું. જેણે પ્રવાસીઓને બચાવવા માટે આતંકવાદીઓ સામે લડ્યો હતો. જેનું પણ મોત નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ Mohan Bhagwat : પહલગામ હુમલા વચ્ચે સંઘ પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
ટુરીઝમને ખૂબ મોટો ફટકો પડ્યો
ત્યાં સારા માર્ગ બની રહ્યા છે. સારા પુલ બની રહ્યા છે. સારૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે. એઈમ્સ બની રહી છે. ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યા છે. તેમજ સફરજનની ખેતીને આખા વિશ્વમાં ફેલાવવામાં આવી રહી છે. કેસરની ખેતીને આખા વિશ્વમાં ફેલાવવામાં આવી રહી છે. અહીંયાના લોકો સારી આજિવિકા સાથે સારૂ જીવન જીવી રહ્યા હતા. આ દુર્ઘટના બાદ કાશ્મીરની સુરત બદલી ગઈ છે. આ દુર્ઘટના બાદ કાશ્મીરનું પહેલગામના રસ્તાઓ સુમસામ છે. અને યુવકો ખાલી બેઠા છે. બેરોજગારી ફરી એક વખત કાશ્મીરમાં દસ્તક આપી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં આજિવિકાનું સૌથી મોટું સાધન એટલે ટુરીઝમને ખૂબ મોટો ફટકો પડ્યો છે.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ કવરેજ ઓન એર ન કરો - MIB
(ગુજરાત ફર્સ્ટની ટીમ MIBની ગાઈડલાઈન્સનું કરી રહી છે પાલન દેશ અને સેનાની સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખી કરાઈ રહ્યુ છે રિપોર્ટિંગ, અમે કોઈપણ લોકેશન બતાવતા નથી અને સમયની અવધી પણ અમારો રિપોર્ટ દર્શાવતો નથી)