Pahalgam Attack : સાઉદી અરેબિયાનો પ્રવાસ અધૂરો મૂકી PM મોદી ભારત પરત ફર્યા
- J&K નાં પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર આતંકીઓનો ક્રૂરતાપૂર્વક હુમલો (Pahalgam Attack)
- 25 પ્રવાસીઓનાં મોત, 12 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા
- પહેલગામની ઘટના બાદ પીએમ મોદીએ સાઉદી અરેબિયાનો પ્રવાસ ટુંકાવ્યો
- સાઉદી અરેબિયા દ્વારા આયોજિત સત્તાવાર રાત્રિ ભોજનમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો
- PM મોદી આજે રાત્રે જ ભારત આવવા રવાના થયા છે
Pahalgam Terrorist Attack : જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર આતંકીઓ દ્વારા કાયરતાપૂર્વક ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં 25 થી વધુ લોકોનું મોત નીપજ્યું છે. જ્યારે 12 થી વધુ લોકો ઘવાયા છે. આ હુમલા બાદ સાઉદી અરેબિયાનો (PM Modi visit Saudi Arabia) પ્રવાસ અધૂરો મૂકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત પરત ફર્યા છે. પીએમ મોદી આજે રાત્રે જ જેદ્દાથી પરત ફરી રહ્યા છે. વડાપ્રધાન મોદી જેદ્દામાં આયોજિત રાત્રિ ભોજનમાં પણ સામેલ ન થયા.
આ પણ વાંચો - Pahalgam Attack : પહેલા આંતકવાદીઓનું સમર્થન થતું, હવે તેમના ખાતમાની માગ!
પહેલગામ હુમલાની ઘટના બાદ PM મોદીએ પ્રવાસ ટુંકાવ્યો
કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સાઉદી અરેબિયા દ્વારા આયોજિત સત્તાવાર રાત્રિ ભોજનમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ તેમનો પ્રવાસ સમય પહેલા સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે જ ભારત આવવા રવાના થયા છે. અગાઉ તેઓ ગઈકાલે રાત્રે પાછા ફરવાના હતા, પરંતુ હવે તેઓ બુધવારે સવારે ભારત પહોંચશે.
આ પણ વાંચો - Pahalgam Terrorist Attack : CM ઓમર અબ્દુલ્લા, LG મનોજ સિંહા, ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ સાથે હાઈ લેવલ બેઠક
પહેલગામ હુમલામાં 26 પ્રવાસીઓનાં મોત, 12 થી વધુ ઘાયલ
જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાનાં લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં (Pahalgam Attack) 22 એપ્રિલ 2025 ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હુમલામાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા, જ્યારે 12 થી વધુ લોકો ઘાયલ થયા છે. લશ્કર-એ-તૈયબાનાં સાથી માનવામાં આવતા આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલો બૈસરન ખીણનાં ઉપરના ભાગમાં થયો હતો, જ્યાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનાએ કાશ્મીર ખીણમાં (J&K) પર્યટન અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, ખાસ કરીને જ્યારે અમરનાથ યાત્રા શરૂ થવાની છે.
આ પણ વાંચો - TRF ની કાળી કારનામું! ઘર વેચીને તૈયાર કરે છે આતંકી,પાકિસ્તાનમાં ટ્રેનિગ