Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jammu and Kashmir માં બીજા તબક્કામાં 56 ટકાથી વધુ મતદાન, ચૂંટણી અધિકારીએ આપી જાણકારી

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબ્બકાનું મતદાન સમાપ્ત મતદાનમાં 56 ટકાથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અધિકારીઓએ જણાવ્યું કે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 26 બેઠકો માટે...
jammu and kashmir માં બીજા તબક્કામાં 56 ટકાથી વધુ મતદાન  ચૂંટણી અધિકારીએ આપી જાણકારી
  1. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબ્બકાનું મતદાન સમાપ્ત
  2. મતદાનમાં 56 ટકાથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો
  3. અધિકારીઓએ જણાવ્યું કે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 26 બેઠકો માટે મતદાન સમાપ્ત થયું. મતદાનમાં 56 ટકાથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના મુખ્ય ચૂંટણી અધિકારી પીકે પોલે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે બીજા તબક્કામાં 56.05 ટકા મતદાન થયું છે.

Advertisement

બીજા તબક્કામાં 56 ટકાથી વધુ મતદાન...

બુધવારે જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 26 બેઠકો માટે 56 ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના મુખ્ય ચૂંટણી અધિકારી પીકે પોલે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે બીજા તબક્કામાં 56.05 ટકા મતદાન થયું છે. "એકંદરે મતદાન શાંતિપૂર્ણ રહ્યું," તેમણે કહ્યું. નાના મોટા મતભેદો થયા પણ ક્યાંય પુન: મતદાનની જરૂર નથી.

આ પણ વાંચો : UP International Trade Show માં ઉપપ્રમુખે કર્યા CM ના વખાણ, કહ્યું, ઉત્તર પ્રદેશ બન્યું ઉત્તમ પ્રદેશ...

Advertisement

કટરા વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ મતદાન...

જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી પી.કે. પોલે જણાવ્યું હતું કે, "સૌથી વધુ મતદાન ટકાવારી શ્રી માતા વૈષ્ણો દેવી, કટરા વિધાનસભા ક્ષેત્રમાં 79.95% હતી. રિયાસી જિલ્લામાં કે જેમાં 3 વિધાનસભા મતવિસ્તાર છે અને તેની મતદાન ટકાવારી સૌથી વધુ 74.14% હતી. પૂંછમાં તે 73.78%, રાજૌરીમાં 69.85% હતી, ગાંદરબલમાં 62.63%, બડગામમાં 61.31% અને શ્રીનગરમાં 29.24% મતદાન થયું.

Advertisement

આ પણ વાંચો : Delhi માં કામ કરતા લોકો માટે સારા સમાચાર, સરકારે દિવાળી પહેલા લઘુત્તમ વેતનમાં વધારો કર્યો...

Tags :
Advertisement

.