Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Reality of The Iskcon Bridge Accident : 9 લોકોના મોત માટે માત્ર તથ્ય પટેલ જ જવાબદાર? થાર માલિક સામે હજુ કોઈ ઠોસ કાર્યવાહી નથી કરાઈ

ગુજરાત રાજ્યના ઈતિહાસમાં સૌથી ભયાવહ Iskcon Bridge Accident ના કેસમાં પોલીસની કાર્યવાહી જોવા જેવી છે. અમદાવાદના એસ.જી. હાઈવે ઈસ્કોન બ્રિજ પર નબીરાની જગુઆર કારે લોકોને અડફેટે (Iskcon Bridge Jaguar Accident) લેતા 9ના સ્થળ પર મોત નિપજ્યા હતાં. અતિ દુઃખદ ઘટનાને...
06:50 PM Jul 25, 2023 IST | Bankim Patel

ગુજરાત રાજ્યના ઈતિહાસમાં સૌથી ભયાવહ Iskcon Bridge Accident ના કેસમાં પોલીસની કાર્યવાહી જોવા જેવી છે. અમદાવાદના એસ.જી. હાઈવે ઈસ્કોન બ્રિજ પર નબીરાની જગુઆર કારે લોકોને અડફેટે (Iskcon Bridge Jaguar Accident) લેતા 9ના સ્થળ પર મોત નિપજ્યા હતાં. અતિ દુઃખદ ઘટનાને લઈને સરકાર ખુદ હરકતમાં આવી ગઈ. બળાત્કારી પ્રજ્ઞેશ પટેલના પુત્ર તથ્યે સર્જેલા ગમખ્વાર અકસ્માતની તપાસમાં અનેક અધિકારીઓ જોડાઈ ગયા. ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માટે વિસ્મય અકસ્માત કેસ (Vismay Accident Case) માં રહી ચૂકેલા વિશેષ સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદી (Special Public Prosecutor Pravin Trivedi) ની નિમણૂંક કરી દેવાઈ છે. બીજી તરફ જગુઆર એક્સિડન્ટ કેસ (Jaguar Accident Case) સાથે સીધી રીતે સંકળાયેલા થાર એક્સિડન્ટ કેસમાં પોલીસને વાહન માલિક સામે કાર્યવાહી કરવાનો સમય જ નથી મળ્યો કે શું ?

શું કે સમગ્ર અકસ્માત કેસ ?

ગત 20 જુલાઈની રાતે બાર-સાડા બાર વાગ્યાની આસપાસ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર એક થાર ડમ્પરને પાછળના ભાગે ટક્કર (Iskcon Bridge Thar Accident) મારે છે. આ અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસના બે કર્મચારી અને એક હોમગાર્ડ જવાન તુરંત ઘટનાસ્થળે પહોંચી જાય છે. અકસ્માતની ઘટના બ્રિજ પરથી પસાર થતાં લોકોના ટોળા વળે છે. દરમિયાનમાં પૂરઝડપે આવતી જગુઆર કાર લોકોના ટોળા અને પોલીસ કર્મચારીઓને રમકડાંની જેમ ફંગોળી દે છે. આ ભયાવહ અકસ્માતમાં સ્થળ પર જ બે પોલીસ કર્મચારી, એક હોમગાર્ડ સહિત 9 લોકોના મોત નિપજે છે. ગમખ્વાર અકસ્માતની જાણ થતાંની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવે છે. અમદાવાદના એસ જી હાઈવે 2 ટ્રાફિક પોલીસ સ્ટેશન (SG Highway 2 Traffic Police Station) માં બે પોલીસ ફરિયાદ નોંધાય છે. સૌ પ્રથમ ફરિયાદ 16 વર્ષ અને 12 દિવસના સગીર થાર ચાલક સામે નોંધાય છે. જેણે પૂરઝડપે વાહન ચલાવી ડમ્પરના પાછળના ભાગે અથડાવી હતી. જ્યારે બીજી ફરિયાદ નરસંહારી તથ્ય પટેલ (Tathya Patel) અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ (Pragnesh Patel) સામે દાખલ કરવામાં આવી હતી.

પોલીસ કાર્યવાહીમાં ઢીલ શા માટે ?

9-9 લોકોના મોત માટે જવાબદાર ઘટના સાથે સંકળાયેલી થાર અકસ્માતની ઘટના પણ અતિ ગંભીર છે. પોલીસ ફરિયાદમાં દર્શાવાયેલી વિગતો અનુસાર થાર ચાલક માત્ર 16 વર્ષનો હતો. સગીર વયના ચાલકને વાહન આપનાર તેના પિતા મેલાજી ઠાકોર (રહે. મુમતપુરા ગામ, કર્ણાવતી કલબ પાછળ, અમદાવાદ) સૌથી મોટા જવાબદાર છે. ભયાવહ અકસ્માતમાં જગુઆર ચાલક તથ્ય પટેલની ભૂમિકાની સામે થારના સગીર ચાલક અને તેને વાહન આપનાર પિતાની ભૂમિકાને જરા સરખી પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી. આમ છતાં, સમગ્ર મામલામાં હજી સુધી થાર માલિક / સગીર ચાલકના પિતા સામે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈ (DCP Neeta Desai) એ જણાવ્યું હતું કે, થારના સગીર ચાલક સામે નોંધાયેલી ફરિયાદમાં તેના પિતાને આરોપી બનાવવામાં આવશે. સગીરવયના આરોપીના પિતાને બોલાવવામાં આવ્યા બાદ તેમને નોટિસ આપીને જવા દીધા છે. તેમની સામે હવે કાર્યવાહી થશે.

સુરતની કાર્યવાહી હર્ષ સંઘવીએ વખાણી

સુરત શહેરમાં મોપેડ પર ત્રણ ટીનેઅર્જસ સ્ટંટ કરતા હોય તેવો વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે મોપેડ નંબર આધારે ત્રણેય સગીરને શોધી કાઢી કાર્યવાહી કરી હતી. સગીરવયના બાળકોને મોપેડ આપનારા પિતા સામે પણ પોલીસે કાર્યવાહી કરી હતી. સુરત પોલીસની આ કામગીરીની ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ પ્રશંસા કરી હતી. હર્ષ સંઘવીએ સગીર વયના બાળકોને વાહન આપતા વાલીઓને ચેતવ્યા હતા. અમદાવાદમાં સગીરવયના થાર ચાલકના કારણે સર્જાયેલા ઉપરાછાપરી અકસ્માતમાં ટ્રાફિક પોલીસ થાર માલિક સામે કાર્યવાહી કરવામાં કેમ વિલંબ કરી રહી છે તેનો જવાબ તો તેમને જ માલૂમ હશે.

આ પણ વાંચો – પ્રેમીને મળવા ભારતથી પાકિસ્તાન પહોંચી અલવરની અંજુ, બે બાળકોની માતાને ફેસબુક પર થઇ ગયો હતો પ્રેમ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
DCP Neeta DesaiHarsh Sanghviiskcon bridge accidentIskcon Bridge Jaguar AccidentIskcon Bridge Thar AccidentJaguar Accident CasePragnesh PatelSG Highway 2 Traffic Police StationTathya Patel
Next Article
Home Shorts Stories Videos