ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફરી એકવાર લોકોને મોંઘવારીનો માર! આ રાજ્યમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

Price Hike : એવું ઘણીવાર કહેવાય છે કે, નેતાઓ માત્ર જનતા પાસેથી વોટ લેવા માટે ઓળખે છે, ચૂંટણી ખતમ થાય અને તમે કોણ અને અમે કોણ. જેનું તાજું ઉદાહરણ એકવાર ફરી જોવા મળી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, કર્ણાટકની...
05:03 PM Jun 15, 2024 IST | Hardik Shah
Petrol Price Hike

Price Hike : એવું ઘણીવાર કહેવાય છે કે, નેતાઓ માત્ર જનતા પાસેથી વોટ લેવા માટે ઓળખે છે, ચૂંટણી ખતમ થાય અને તમે કોણ અને અમે કોણ. જેનું તાજું ઉદાહરણ એકવાર ફરી જોવા મળી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, કર્ણાટકની સરકાર (Karnataka government) પેટ્રોલ અને ડીઝલના ભાવ (Prices of Petrol and Diesel) માં વધારાની જાહેરાત કરી છે.

કર્ણાટકમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

જણાવી દઇએ કે, સરકારે પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 3.02 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સેલ ટેક્સમાં સુધારા બાદ આ વધારો થયો છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દેશના અન્ય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર છે. આ સિવાય દેશના અન્ય શહેરો જેવા કે મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર છે. વળી, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલની વાત કરીએ તો આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં ડીઝલની કિંમત 87.62 રૂપિયા છે. વળી, મુંબઈમાં ડીઝલની કિંમત 92.15 રૂપિયા છે. કોલકાતામાં ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નાઈમાં ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લીટર છે.

કાચા તેલની કિંમત કેટલી ?

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 82 ડોલરની ઉપર છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $82.62 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $78.45 પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ભારતની વાત કરીએ તો સરકારી ઓઈલ કંપનીઓએ આજે ​​(શનિવાર), 15 જૂન, 2024ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.

આ પણ વાંચો - Petrol Diesel Price : પરિણામ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો

આ પણ વાંચો - Petrol Diesel Price: સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ થયં સસ્તું, લોકસભા પહેલા લોકોને સામાન્ય રાહત

Tags :
dieselGujarat FirstHardik ShahIndia NewsKarnataka Government Hike Petrol Diesel RatepetrolPetrol-Diesel HikePetrol-Diesel Rate HikePrice Hike
Next Article