Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : શિવજી કી સવારીમાં શિવ પરિવારના દર્શન કરવા ઉમટ્યા ભક્તો

Vadodara : આજે ભોળાનાથની અતિ પ્રિય એટલે મહાશિવરાત્રી છે. વડોદરા (Vadodara )માં છેલ્લા 10 વર્ષની પરંપરા મુજબ યોજાતી શિવજી કી સવારી આજે સતત 11માં વર્ષે પણ યોજાઇ છે. હજારો શિવભક્તો આ મહાયાત્રામાં જોડાયા છે અને શિવ પરિવારના દર્શન કરીને ધન્યતા...
vadodara   શિવજી કી સવારીમાં શિવ પરિવારના દર્શન કરવા ઉમટ્યા ભક્તો

Vadodara : આજે ભોળાનાથની અતિ પ્રિય એટલે મહાશિવરાત્રી છે. વડોદરા (Vadodara )માં છેલ્લા 10 વર્ષની પરંપરા મુજબ યોજાતી શિવજી કી સવારી આજે સતત 11માં વર્ષે પણ યોજાઇ છે. હજારો શિવભક્તો આ મહાયાત્રામાં જોડાયા છે અને શિવ પરિવારના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

Advertisement

પ્રાચિન મંદિર રુણમુક્તેશ્વર મહાદેવથી શિવજી કી સવારીનો બપોરથી પ્રારંભ

વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા પ્રાચિન મંદિર રુણમુક્તેશ્વર મહાદેવથી શિવજી કી સવારીનો બપોરથી પ્રારંભ થયો છે. હર હર મહાદેવના નાદથી શિવ પરિવાર નગરચર્યાએ નિકળ્યો ત્યારે હજારો શિવભક્તો શિવજીના પરિવારના દર્શન કરવા માટે ઉમટી પડ્યો છે. શિવજી કી સવારીના રુટ પર સવારથી જ નગરજનો ભગવાનની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા અને બપોરબાદ યાત્રાનો પ્રારંભ થતાં જ ભક્તો રસ્તા પર આવીને દર્શન કરતા જોવા મળ્યા હતા.

Advertisement

ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે

શિવજી કી સવારી પ્રતાપનગર રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી નીકળીને શહેરના રાવપુરા વિસ્તાર સુધી જઇ રહી છે. રસ્તામાં ઠેર ઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરાયું છે. ભક્તો ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

Advertisement

નંદી પર સવાર સુવર્ણજડિત શિવ પરિવાર

ડીજે સાથે નિકળેલી શિવજી કી સવારીમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. નંદી પર સવાર સુવર્ણજડિત શિવ પરિવારના દર્શન કરવા ભક્તો પડાપડી કરી રહ્યા છે. શિવજીકી સવારીને ધ્યાનમાં રાખીને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે સતત 10 વર્ષથી શિવજી કી સવારી વડોદરામાં યોજાય છે અને આ વર્ષે 11માં વર્ષે પણ શિવજી કી સવારી યોજાઇ રહી છે.

શિવાલયો શણગારવામાં આવ્યા

મહાશિવરાત્રી હોવાથી આજે સવારથી જ વડોદરા સહિત રાજ્યના શહેરો અને ગામડાઓમાં શિવજીના મંદિરો શણગારવામાં આવ્યા છે. શિવાલયો પર સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શિવના દર્શન કરવા ઉમટી રહ્યા છે. શિવજીને દૂધ અને જળનો અભિષેક કરી બિલ્વ પત્ર ચઢાવીને ભક્તો શિવજીની આરાધના કરી રહ્યા છે. આજે રાત્રે શિવાલયોમાં ખાસ પૂજા પણ યોજવામાં આવી રહી છે. આખી રાત શિવજીની પૂજા અને આરાધના થશે અને ભક્તો શિવજીની આરાધનામાં લીન થશે.

આ પણ વાંચો---- Porbandar : શિવરાત્રીએ 200 વર્ષ જૂના મંદિરમાં ભોજેશ્વર મહાદેવને સવા કિલો સોના-ચાંદીના દાગીનાનો શણગાર

આ પણ વાંચો--- Mahashivratri 2024 : શોભાયાત્રા, ભસ્મ આરતી તો ક્યાંક ભાંગનો મહાપ્રસાદ, ગુજરાતભરમાં ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો

આ પણ વાંચો--- Bhavnath Mela : ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર

Tags :
Advertisement

.