હિંડનબર્ગ રિપોર્ટ પર ગૌતમ અદાણીએ કહ્યું- અમારી છબી ખરાબ કરવાનું હતું ષડયંત્ર
અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) ઘણા વિવાદોમાં આવ્યા હતા. જોકે, આજે મંગળવારના રોજ અદાણી જૂથની બેઠકમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ હિંડનબર્ગ રિપોર્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હિંડનબર્ગ રિપોર્ટ ખોટો છે અને જૂથને બદનામ કરવા માટે આ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે.
અદાણીએ હિંડનબર્ગના રિપોર્ટને પાયાવિહોણો ગણાવ્યો
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ અદાણી જૂથની વાર્ષિક સામાન્ય સભા 2023ને સંબોધિત કરતા હિંડનબર્ગના રિપોર્ટને પાયાવિહોણો ગણાવ્યો હતો. અદાણીએ કહ્યું કે, રિપોર્ટ સામે આવ્યા પછી તરત જ અમે તેનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું કે, હિન્ડેનબર્ગ રિપોર્ટનો હેતુ માત્ર વૈશ્વિક બજારમાં જૂથની છબી ખરાબ કરીને નફો મેળવવાનો હતો. આ રિપોર્ટ ખોટી માહિતી અને પાયાવિહોણા આરોપોથી બનેલો હતો, જેમાંથી મોટાભાગના આરોપ 2004 થી 2015 સુધીના છે. તેમણે તેમની ગ્રૂપ કંપનીઓની જનરલ એસેમ્બલી (AGM)ને જણાવ્યું કે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, અમેરિકન શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચએ અહેવાલ એવા સમયે પ્રકાશિત કર્યો જ્યારે જૂથ ભારતના ઈતિહાસમાં સૌથી મોટા FPO નું આયોજન કરી રહ્યું હતું. તેમણે માતૃભૂમિ ભારતની વૃદ્ધિની સંભાવના અને તેમના બિઝનેસ સામ્રાજ્ય માટે તેના મહત્વનો પણ ઉલ્લેખ કર્યો.
સોશિયલ મીડિયા પર ખોટો માહોલ સર્જાયો
ગૌતમ અદાણીએ કહ્યું કે, હિંડનબર્ગનો આ રિપોર્ટ આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ખોટો માહોલ સર્જાયો, ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટે આ મામલે એક કમિટીની રચના કરી હતી. આ સમિતિનો રિપોર્ટ મે 2023માં સાર્વજનિક થયો હતો. સમિતિના નિષ્ણાતોને કોઈ ગેરરીતિ જણાઈ ન હતી. અદાણીએ જણાવ્યું હતું કે, તે સમયે યોગ્ય અધિકારીઓ દ્વારા તે તમામ આરોપોનું સમાધાન કરવામાં આવ્યું હતું. આ અહેવાલ ઇરાદાપૂર્વક અને અમારા શેરના ભાવમાં ટૂંકા ગાળાના ઘટાડાથી અમારી પ્રતિષ્ઠાને અને નફાને નુકસાન પહોંચાડવાના દૂષિત હેતુથી તૈયાર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી જૂથને મોટો ઝટકો લાગ્યો હતો અને તેના શેરના ભાવ આસમાને પહોંચી ગયા હતા. સમય જતાં, અદાણી જૂથ ધીમે ધીમે આ આંચકામાંથી બહાર આવી રહ્યું છે, પરંતુ આ મામલો પણ એક મોટો રાજકીય મુદ્દો બની ગયો છે. ગૌતમ અદાણીએ કહ્યું કે અદાણી ગ્રુપની કંપનીઓએ નાણાકીય વર્ષ 22-23 માટે નવા રેકોર્ડ બનાવ્યા છે. FY23માં અદાણી જૂથની કુલ આવક 85% વધીને રૂ. 2,62,499 કરોડ થઈ છે. જ્યારે કુલ નફો 82% વધીને રૂ. 23,509 કરોડ થયો છે. તેમણે કહ્યું કે કંપનીની બેલેન્સ શીટ, ઓપરેટિંગ કેશ ફ્લો સતત મજબૂત થઈ રહ્યો છે.
આ પણ વાંચો - Adani Group એ ભારતનો સર્વપ્રથમ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેકટ કાર્યાન્વિત કર્યો
આ પણ વાંચો - અદાણી ટ્રાન્સમિશને જીત્યો એન્વાયરન્મેન્ટ મેનેજમેન્ટ માટેનો 2023 નો પિકોક એવોર્ડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ