Salangpur: શ્રાવણના પહેલા શનિવારે કષ્ટભંજન દાદાને ધરાવામાં આવ્યો ફ્રુટનો અન્નકૂટ
અહેવાલ--ગજેન્દ્ર ખાચર, બોટાદ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી દાદાનું આ ધામ કે જ્યાં રોજ હજારોની સંખ્યામાં હરિ ભક્તો દાદાના દર્શન કરવામાં આવતા હોય છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર વહીવટી વિભાગ દ્રારા અલગ અલગ તહેવારો સહિત વિશેષ...
05:02 PM Aug 19, 2023 IST
|
Vipul Pandya
અહેવાલ--ગજેન્દ્ર ખાચર, બોટાદ
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી દાદાનું આ ધામ કે જ્યાં રોજ હજારોની સંખ્યામાં હરિ ભક્તો દાદાના દર્શન કરવામાં આવતા હોય છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર વહીવટી વિભાગ દ્રારા અલગ અલગ તહેવારો સહિત વિશેષ દિન નિમિત્તે દાદાને ભવ્ય શણગાર સાથે અન્નકૂટ ધરવામાં આવતો હોય છે.
શનિવારના રોજ વિશેષ શણગાર સાથે અલગ અલગ અન્નકૂટ
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ મહિના નિમિતે શનિવારના રોજ વિશેષ શણગાર સાથે અલગ અલગ અન્નકૂટ ધરવામાં આવતા હોય છે. જેમાં ફ્રુટ અન્નકૂટ , ડ્રાયફુટ અન્નકૂટ ,ચોકલેટ અન્નકૂટ ,મીઠાઈ નો અન્નકૂટ સહિત શ્રવણ મહિનાના શનિવારે આયોજન કરવામાં આવે છે.
આજે દાદાને વિશેષ ફ્રુટનો અદભૂત શણગાર કરવામાં આવ્યો
આજે શ્રવણ મહિનાનો પ્રથમ શનિવાર હોવાથી આજે દાદાને વિશેષ ફ્રુટનો અદભૂત શણગાર કરવામાં આવ્યો છે. તેમજ દાદાને કેરી,સફરજન,મોસંબી સહિત ફ્રુટનો અન્નકૂટ ધરવામાં આવ્યો છે. હજારોની સંખ્યા માં અહીં દાદાના દર્શન કરવામાં આવતા ભક્તોમાં આજે ખૂબ આનંદની લાગણી જોવા મળી હતી. ભવ્ય શણગાર સાથે ફ્રુટના અન્નકૂટ વચ્ચે દાદ ના દર્શન કરી ધન્યતાની લાગણી હરિભક્તો એ અનુભૂતિ કરી.
Next Article