25મી ફેબ્રુઆરીએ PM Modi દ્વારકાના મહેમાન બનશે, કૃષ્ણ નગરીમાં ઉત્સાહનો માહોલ
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે દ્વારકા નગરીમાં વડાપ્રધાનને આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્વારકામાં ઠેર ઠેર તેમના સ્વાગતને લઈને તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. મળતી વિગતો પ્રમાણે ગોમતી ઘાટ ખાતે રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ દ્વારા વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. આ વેળાએ ગોમતી ઘાટ ખાતેનું સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું અને અહીંયા વિશાળ સંખ્યામાં પધારનાર શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
દેવભૂમિ દ્વારકામાં સજ્જડ બંદોબસ્તને લઈને તૈયારી
પીએમ મોદીના આગમનને લઈને અહીં બેટ-દ્વારકામાં જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ દ્વારા સજ્જડ બંદોબસ્તને લઈને તૈયારી ચાલી રહીં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડે, અધિક જિલ્લા નિવાસી કલેક્ટર જોટાણીયા, ડીડીઓ ધાનાણી, પ્રાંત અધિકારી એચ.બી. ભગોરા, કે.કે. કરમટા તેમજ અન્ય નવ જેટલા જિલ્લાના જિલ્લા પોલીસ વડા, 25 ડીવાયએસપી, 60 પીઆઈ, 70 પીએસઆઈ, 1500 જેટલા પોલીસ કોન્સ્ટેબલો, જીઆરડી સ્ટાફ, હોમગાર્ડઝ જવાનોને વિવિધ પોઈન્ટ ઉપર ફરજ સોંપવામાં આવી છે.
કાશીમાં ભારત અને સંસ્કૃતના કર્યા ભારે વખાણ
પ્રધાનમંત્રી અત્યારે સતત પોતાનો પ્રવાસ ખેડી રહ્યા છે. કાલે 22 ફેબ્રુઆરીએ તેઓ અમદાવાદ અને મહેસાણામાં આવ્યા હતાં. ત્યારે બાદ આજે મોડી રાત્રે તેઓ ઉત્તર પ્રદેશના પ્રવાસે ગયા છે. અહીં તેઓ બે દિવસીય પ્રવાસ પર છે અને અહીં 14 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના છે. અહીં કાશીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં તેમણે ભારત અને સંસ્કૃત ભારે વખાણ કર્યા હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ‘ભારત એક વિચાર છે. અને સંસ્કૃત તેની પ્રમુખ અભિવ્યક્તિ છે. ભારત એક યાત્રા છે અને સંસ્કૃત તેના ઈતિહાસનો પ્રમુખ અધ્યાય છે. ભારત વિવિધતામાં એક્તાની ભૂમિ છે, સંસ્કૃત તેનું મૂળ છે.’
આ પણ વાંચો: PM Modi નું જનમેદનીને સંબોધન! કહ્યું કે, ‘કાશી સર્વ જ્ઞાનની રાજધાની છે’
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ