Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લો બોલો! હવે આ Deputy CM ના નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

છેલ્લા ઘણા સમયથી જાહેર જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. હવે તેલંગાણામાં હૈદરાબાદ પ્રજાભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેણે આ વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો હતો. માહિતી બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, પરંતુ...
લો બોલો  હવે આ deputy cm ના નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

છેલ્લા ઘણા સમયથી જાહેર જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. હવે તેલંગાણામાં હૈદરાબાદ પ્રજાભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેણે આ વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો હતો. માહિતી બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, પરંતુ કોઈ બોમ્બ મળ્યો ન હતો. જોકે, પોલીસ ધમકીભર્યો ફોન કરનાર વ્યક્તિને શોધી રહી છે. આ બિલ્ડીંગ તેલંગાણાના ડેપ્યુટી સીએમ (Deputy CM) મલ્લુ ભટ્ટી વિક્રમાર્કનું નિવાસસ્થાન છે.

Advertisement

બોમ્બની ધમકી મળતા પોલીસે શરૂ કર્યું સર્ચ ઓપરેશન

ઈન્ડિગો ફ્લાઈટ હોય કે તાજ હોટલ હોય કે પછી મુંબઈ એરપોર્ટ હોય એક પછી એક જાહેર સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. તાજેતરમાં તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી (Deputy CM) ના નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી મળ્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. મળી રહેલી માહિતી અનુસાર, એક અજાણ્યા વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને માહિતી આપી હતી કે પ્રજા ભવનમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે, જે ગમે ત્યારે ફાટી શકે છે. ધમકીનો કોલ આવ્યા બાદ પોલીસ ટુકડીઓએ બેગમપેટ વિસ્તારમાં પ્રજા ભવન, પૂર્વમાં પ્રગતિ ભવન ખાતે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ગ્રેટર હૈદરાબાદ નગર નિગમના ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સહિતની વિશેષ પોલીસ ટીમોને કાર્યવાહીમાં લગાવવામાં આવી હતી. જોકે, પોલીસને તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. હાલ તપાસ ચાલી રહી છે.

પોલીસે તપાસ કર્યા બાદ શું કહ્યું?

બોમ્બની ધમકી બાદ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમા સામે આવ્યું કે, આ એક અફવા માત્ર જ હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ સમચાર બાદ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદથી જગ્યાની શોધખોળ શરૂ કરી. તેમણે કહ્યું કે કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી અને બોમ્બ લગાવવામાં આવ્યા હોવાની માહિતી અફવા હોવાનું બહાર આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે ફોન કોલ હૈદરાબાદથી કરવામાં આવ્યો હતો અને કોલ કરનારને શોધવાના પ્રયાસો ચાલુ છે.

Advertisement

બિલ્ડિંગ ડેપ્યુટી CM નું સત્તાવાર નિવાસસ્થાન

ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) સત્તામાં હતી ત્યારે નવેમ્બર સુધી પ્રજા ભવન તેલંગાણાના મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન હતું. કોંગ્રેસ સત્તામાં આવ્યા પછી, આ બિલ્ડિંગ ડેપ્યુટી સીએમ મલ્લુ ભટ્ટી વિક્રમાર્કનું સત્તાવાર નિવાસસ્થાન બની ગયું. કોંગ્રેસ સરકાર પણ સંકુલના એક ભાગનો ઉપયોગ લોકોની અરજીઓ મેળવવા માટે કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ પછી ફ્લાઈટને રનવે પર જ રોકી દેવામાં આવી હતી અને મુસાફરોને ઈમરજન્સી એક્ઝિટ આપવામાં આવી હતી.

આ પણ વાંચો - Bomb Threat : ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મુસાફરોમાં ફેલાયો ફફડાટ

Advertisement

આ પણ વાંચો - ‘તાજ હોટલ અને એરપોર્ટ પર બોમ્બની ધમકી’, Mumbai Police આવ્યો ધમકીભર્યો કોલ…

Tags :
Advertisement

.