ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dwarka : હવે સબમરીનથી થઇ શકશે સમુદ્રમાં ગરકાવ થયેલી દ્વારિકા દર્શન

દ્વારકા આવતા યાત્રિકોને વધુ એક મોટી ભેટ સિગ્નેચર બ્રિજ બાદ હવે સબમરીનથી સમુદ્રમાં દ્વારકા દર્શન દ્વારકા નજીક સમુદ્રમાં 300 ફૂટ નીચે કરી શકાશે ભ્રમણ દરિયામાં ડૂબકી લગાવતી સબમરીનમાંથી થઇ શકશે દર્શન દરિયામાં ડૂબેલી દ્વારકાથી રૂબરૂ થવાનો મળશે મોકો દરિયાઈ જીવસૃષ્ટિને...
03:58 PM Dec 26, 2023 IST | Vipul Pandya

દ્વારકા આવતા યાત્રિકોને વધુ એક મોટી ભેટ
સિગ્નેચર બ્રિજ બાદ હવે સબમરીનથી સમુદ્રમાં દ્વારકા દર્શન
દ્વારકા નજીક સમુદ્રમાં 300 ફૂટ નીચે કરી શકાશે ભ્રમણ
દરિયામાં ડૂબકી લગાવતી સબમરીનમાંથી થઇ શકશે દર્શન
દરિયામાં ડૂબેલી દ્વારકાથી રૂબરૂ થવાનો મળશે મોકો
દરિયાઈ જીવસૃષ્ટિને પણ નજીકથી જોઈ શકાશે
મજગાઁવ ડોક નામની કંપની સાથે સરકારની સમજૂતી
અંડર વોટર એક્ટિવિટીને લીધે પ્રવાસનને મળશે વેગ
દ્વારકાને સિગ્નેચર બ્રિજના આકર્ષણ બાદ બીજું આકર્ષણ

સમુદ્રમાં ગરકાવ થયેલી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા (Dwarika ) નગરી જોવાની ઇચ્છા કોને ના હોય..? ભારતના સાત પવિત્ર યાત્રાધામોમાં દ્વારિકા (Dwarika ) નગરીનો પણ સમાવેશ થાય છે. મહાભારતમાં શ્રી કૃષ્ણએ દ્વારિકા (Dwarika ) નગર વસાવી હોવાનું અને તે 85 ચોરસ કિમીમાં ફેલાયેલી હોવાનો ઉલ્લેખ છે. ગોમતી નદીના કિનારે નદી સમુદ્રને મળે છે તે સ્થળે એક વિશાળ કિલ્લામાં દ્વારિકા નગરી વસેલી હતી.જો કે ભગવાનના દેહોત્સર્ગ બાદ દ્વારિકા નગરી સમુદ્રમાં ડુબી ગઇ હતી. હવે આ ડુબી ગયેલી દ્વારિકા (Dwarika ) નગરીને જોવાનો અવસર મળે તેવી શક્યતાઓ ઉભી થઇ છે.

સબમરીનનું વજન લગભગ 35 ટન હશે

ત્યારબાદ થોડા વર્ષોથી પુરાતત્વવિદ્દોએ ડુબી ગયેલી દ્વારિકા (Dwarika )ના અવશેષો પણ શોધ્યા હતા. ઘણા પથ્થર અને સ્તંભો પણ મળી આવ્યા હતા. મરજીવાઓને 500થી વધુ અવશેષો મળ્યા હતા. પણ હવે હજારો વર્ષો પહેલા દરિયામાં ડૂબી ગયેલી શ્રી કૃષ્ણજીની દ્વારિકા નગરી હવે જોવી ખૂબ જ સરળ બનશે.સમદ્રની અંદર દ્વારીકા નગરીની મુલાકાત લેવા માટે ગુજરાત સરકાર અરબી સમુદ્રમાં સબમરીન ચલાવવા જઇ રહી છે. આ સબમરીનનું વજન લગભગ 35 ટન હશે.જેમાં એક સાથે 30 લોકો બેસી શક્શે. 2 ડાઇવર્સ અને 1 માર્ગદર્શિકા હશે. સ્વદેશી સબમરીનનું સંચાલન માત્ર મઝગાંવ ડોક્સ દ્વારા જ કરવામાં આવશે.જેની શરૂઆત જન્માષ્ટમી અથવા દિવાળીની આસપાસ થશે.

મુસાફરોને દરેક સીટ ઉપરથી બારીનો નજારો જોવા મળશે

આ સબમરીનમાં 35 ટન વજનનું એર કન્ડીશનીંગ હશે. જેમાં 30 લોકો બેસી શક્શે તેમજ તેમના માટે મેડિકલ કિટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સબમરીનની અંદર 2 ડ્રાઇવર, 2 ડાઇવર્સ, 1 ગાઇડ અને 1 ટેકનિશિયન હશે. સબમરીનની અંદર બેસેલા મુસાફરોને દરેક સીટ ઉપરથી બારીનો નજારો જોવા મળશે. મુસાફરો 300 ફૂટની ઊંડાઈથી સમુદ્રની પ્રાકૃતિક સુંદરતાને સરળતાથી નિહાળી શકશે. પરેટિંગ એજન્સી મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કુબા ડ્રેસ આપશે એટલું જ નહી સબમરીનની અંદર વીડિયો કોન્ફરન્સિંગ જેવી સુવિધાઓ પણ હશે.. મુસાફરો સબમરીનમાં સ્ક્રીન પર ઇન્ડોર પ્રવૃત્તિઓ વગેરે જોઈ અને રેકોર્ડ કરી શકાશે

સબમરીન દરિયામાં 300 ફૂટ લઈ જશે

આ સબમરીન દરિયામાં 300 ફૂટ લઈ જશે. આ રોમાંચક યાત્રા 2 થી 2.5 કલાકના દરે પૂર્ણ થશે. જો કે આ યાત્રાનું ભાડું મોંઘું હશે પરંતુ સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર તેમાં સબસિડી જેવી છૂટ આપવાનું વિચારી શકે છે. કેન્દ્ર સરકાર દેશમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ લોક, અયોધ્યા, કેદારનાથ, સોમનાથ અને દ્વારકા કોરિડોર આ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દ્વારકા બેટ દ્વારકાની યાત્રા માટે સબમરીન પ્રોજેક્ટને દ્વારકા કોરિડોર હેઠળ લાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો---રાજકોટના રંગોળી કલાકારે પાણી પર બનાવી શ્રી રામની ભવ્ય રંગોળી

Tags :
DwarikaDwarkaGujarat GovernmentseaSubmarineUnderwater activity
Next Article