Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Noticed : લ્યો બોલો, સરકારી ઓફિસમાં ટાઈમસર ચા ન પહોંચતા ચાવાળાને નોટિસ

રાજસ્થાનના ઝાલાવડ જિલ્લાનો એક કિસ્સો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. મનોહરથાના પંચાયત સમિતિના કાર્યાલયના નામે એક નોટિસ વાયરલ થઈ છે.જેમાં ચા વાળાને સ્વચ્છ ભારત મિશનલ બ્લોક કો-ઓર્ડિનેટરે કારણદર્શક નોટિસ ફટકારી છે. ચાવાળાની ભૂલ ફક્ત એટલી હતી કે તે ઓફિસમાં...
10:32 AM Aug 03, 2023 IST | Dhruv Parmar

રાજસ્થાનના ઝાલાવડ જિલ્લાનો એક કિસ્સો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. મનોહરથાના પંચાયત સમિતિના કાર્યાલયના નામે એક નોટિસ વાયરલ થઈ છે.જેમાં ચા વાળાને સ્વચ્છ ભારત મિશનલ બ્લોક કો-ઓર્ડિનેટરે કારણદર્શક નોટિસ ફટકારી છે. ચાવાળાની ભૂલ ફક્ત એટલી હતી કે તે ઓફિસમાં સમયસર ચા પહોંચાડતો નહોતો. જેને લઈને ઓફિસના કર્મચારીઓએ તેને નોટિસ મોકલી હતી. નોટિસમાં લખ્યું છે કે, પંચાયત સમિતિ કાર્યાલયમાં ચાની દુકાન લગાવતા વિરમચંદને ફોન કરીને ચા મગાવી, તેના પર તેણે સંતોષજનક જવાબ ન આપ્યો. વિરમચંદે ફોન પર જવાબ આપ્યો કે, ભેંસનું દૂધ કાઢ્યા બાદ ચા લઈને આવું છું.

નોટિસમાં શું લખ્યું ?

નોટિસમાં લખ્યું છે કે, ઉપરોક્ત વિષયઅંતર્ગત તમને પંચાયત સમિતિ કાર્યાલયમાં ચા મગાવવા બાબતે, શ્રી મોહનજી દ્વારા ફોન કર્યો હતો, જેમાં તમારા દ્વારા સંતોષજનક જવાબ નથી મળ્યો, તથા સાથે જ તમે ભેંસનું દૂધ કાઢીને ફરીથી ચા લાવવાનું કહેવામાં આવ્યું છે, આ કૃત્ય આપની ઘોર લાપરવાહી બતાવે છે તથા અત્યંત ખેદજનક વિષય છે. તેથી હવે આપ આજની તારીખથી પંચાયત સમિતિ કાર્યાલયમાં ચા લાવતા પહેલા ભેંસનું દૂધ કાઢીને તૈયાર રાખો તથા આજ પછી કોઈ પણ કર્મચારી, અધિકારીના ફોન આવે તો તરત ચા લઈને હાજર થાઓ, નહીંતર આપના વાસણ અને ઠીકરા ઉપાડી ચાલતી પકડજો.

જોકે, મામલો ચર્ચાસ્પદ બનતા સ્વચ્છ ભારત મિશનના બ્લોક કોઓર્ડિનેટર મોહનલાલના કાર્યાલયે નોટિસને ફેક ગણાવી છે. તેમણે કહ્યું કે, પંચાયત સમિતિના કોમ્પ્યુટર ઓપરેટરે લંચ દરમ્યાન હસી મજાકમાં આ નોટિસ ટાઈપ કરી ચાવાળા આપી દીધી હતી. જેને કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી.

અહેવાલ : વિજય દેસાઈ, અમદાવાદ

આ પણ વાંચો : BJP MP : ગેરકાયદે ખનન, ઓવરલોડ ટ્રકોનું પરિવહન…, NGT એ બ્રિજભૂષણ સિંહ સામે તપાસના આદેશ આપ્યા

Tags :
government officeIndiaNationalRajasthantea
Next Article