શું સરકાર તમારી અંગત મિલકત લોક કલ્યાણ માટે લઈ શકે છે? જાણો Supreme Court એ શું કહ્યું...
- ખાનગી મિલકતને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય
- સુપ્રીમ કોર્ટની બેન્ચે બહુમતી મતથી અગાઉના આદેશને રદ કર્યો
- જાહેર હિતમાં ખાનગી મિલકતની સમીક્ષા થવી જોઈએ - સુપ્રીમ કોર્ટ
શું કોઈની અંગત મિલકત લોક કલ્યાણ માટે લઈ શકાય? આ મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court)નો નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું છે કે, દરેક ખાનગી સંપત્તિને સામુદાયિક સંપત્તિ કહી શકાય નહીં. જાહેર હિતમાં ખાનગી મિલકતની સમીક્ષા થવી જોઈએ. સુપ્રીમ કોર્ટ (Supreme Court)ની બેન્ચે બહુમતી મતથી અગાઉના આદેશને રદ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે શું આપ્યો નિર્ણય?
મુખ્ય ન્યાયાધીશે બહુમતી નિર્ણયમાં નિર્ણય લીધો છે કે દરેક ખાનગી મિલકતને સામુદાયિક ભૌતિક સંસાધનો તરીકે ગણી શકાય નહીં. સરકાર માત્ર અમુક સંસાધનોને સામુદાયિક સંસાધન તરીકે ગણી શકે છે અને તેનો ઉપયોગ જાહેર લાભ માટે કરી શકે છે, તમામ સંસાધનો નહીં. બેન્ચે બહુમતીથી જસ્ટિસ ક્રિષ્ના અય્યરના અગાઉના ચુકાદાને ફગાવી દીધો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ખાનગી માલિકીના તમામ સંસાધનો રાજ્ય દ્વારા હસ્તગત કરી શકાય છે. આ મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે 1960 અને 70 ના દાયકામાં સમાજવાદી અર્થવ્યવસ્થા તરફ ઝોક હતો. પરંતુ 1990 ના દાયકાથી બજાર લક્ષી અર્થવ્યવસ્થા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.
Nine-judge bench delivers verdict on question whether State can take over private properties to distribute to subserve common good.
SC overturns verdicts post 1978 that adopted socialist theme and ruled that states can take over all private properties for common good.
CJI,… pic.twitter.com/WA1A4hvFTw
— Press Trust of India (@PTI_News) November 5, 2024
આ પણ વાંચો : Nagpur : Nitin Gadkari ની કોન્ટ્રાક્ટરોને ચેતવણી, કહ્યું- જો રસ્તાઓ પર ખાડા પડ્યા તો...
ભારતની અર્થવ્યવસ્થાની દિશા અલગ છે...
સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થાની દિશા કોઈપણ ખાસ પ્રકારની અર્થવ્યવસ્થાથી અલગ છે. તેના બદલે, તેનો ઉદ્દેશ વિકાસશીલ દેશના ઉભરતા પડકારોનો સામનો કરવાનો છે. નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) કહ્યું કે છેલ્લા 30 વર્ષમાં ગતિશીલ આર્થિક નીતિ અપનાવીને ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ન્યાયમૂર્તિ ઐયરની ફિલસૂફી સાથે સહમત નથી કે ખાનગી વ્યક્તિઓની મિલકત સહિત દરેક મિલકતને સામુદાયિક સંસાધન કહી શકાય.
આ પણ વાંચો : PM મોદીએ શારદા સિન્હાના પુત્રને ફોન કર્યો, જાણો શું કહ્યું...
સુપ્રીમ કોર્ટના 9 જજોની બંધારણીય બેન્ચે પોતાનો ચુકાદો આપ્યો
આ નિર્ણય સુપ્રીમ કોર્ટના 9 જજોની બંધારણીય બેન્ચે આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ હૃષિકેશ રોય, જસ્ટિસ બીવી નાગરથના, જસ્ટિસ સુધાંશુ ધૂલિયા, જસ્ટિસ જેબી પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ રાજેશ બિંદલ, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બંધારણીય બેંચે આ નિર્ણય આપ્યો છે.
આ પણ વાંચો : Delhi માં ગંભીર અકસ્માત, DTC બસના ડ્રાઈવરની ભૂલના કારણે બે લોકોના મોત