Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કરતારપુર સાહિબ પરિસરમાં નોન-વેજ પાર્ટી, પાકિસ્તાનની નાપાક હરકતથી શીખ સમુદાયમાં રોષ

પાકિસ્તાનમાં શીખોના પવિત્ર સ્થાન કરતારપુર સાહિબ સંકુલમાં નોન-વેજ પાર્ટીનું આયોજન કરવાનો આરોપ લાગ્યો છે. સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા એક સૂત્રએ દાવો કર્યો છે કે, દરબાર સાહિબ સંકુલમાં ત્રણ કલાક લાંબી પાર્ટી રાત્રે 8 વાગ્યે શરૂ થઈ હતી. જેમાં દારૂ અને...
કરતારપુર સાહિબ પરિસરમાં નોન વેજ પાર્ટી  પાકિસ્તાનની નાપાક હરકતથી શીખ સમુદાયમાં રોષ

પાકિસ્તાનમાં શીખોના પવિત્ર સ્થાન કરતારપુર સાહિબ સંકુલમાં નોન-વેજ પાર્ટીનું આયોજન કરવાનો આરોપ લાગ્યો છે. સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા એક સૂત્રએ દાવો કર્યો છે કે, દરબાર સાહિબ સંકુલમાં ત્રણ કલાક લાંબી પાર્ટી રાત્રે 8 વાગ્યે શરૂ થઈ હતી. જેમાં દારૂ અને માંસ પણ પીરસવામાં આવ્યું હતું. ગીતો પર ડાન્સ પણ કરવામાં આવ્યો હતો. આ પાર્ટીમાં નારોવાલ જિલ્લા પોલીસ કમિશનર મોહમ્મદ શાહરૂખ અને શીખ સમુદાયના કેટલાક લોકો સહિત કુલ 80 લોકોએ ભાગ લીધો હતો. પાકિસ્તાનમાં આ ઘૃણાસ્પદ કૃત્યને લઈને શીખ સમુદાયમાં ગુસ્સો અને આક્રોશ છે.

Advertisement

નાપાક હરકત પર શીખ સમુદાયમાં રોષ

ભાજપના નેતા અને દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ મનજિંદર સિંહ સિરસાએ કરતારપુર ગુરુદ્વારા પ્રશાસન પર કરતારપુર સાહિબ સંકુલમાં ડાન્સ અને નોન-વેજ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપ છે કે, આ પાર્ટી કરતારપુર સાહિબ કોરિડોરના પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના સીઈઓ સૈયદ અબુ બકર કુરેશીએ આયોજિત કરી હતી. આ પાર્ટીનું આયોજન 18 નવેમ્બરે ગુરુદ્વારા શ્રી દરબાર સાહિબ પરિસરમાં કરવામાં આવ્યું હતું. આ પાર્ટીના કથિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. ઘટનાની નિંદા કરતા સિરસાએ આરોપ લગાવ્યો હતો કે ડાન્સ પાર્ટી દરમિયાન પવિત્ર પરિસરમાં માંસનું સેવન કરવામાં આવ્યું હતું અને દારૂ પીરસવામાં આવ્યો હતો. આ પાર્ટીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના પછી સમગ્ર વિશ્વમાં શીખ સમુદાયના લોકો ગુરુદ્વારા પરિસરમાં આયોજિત આ પાર્ટીને લઈને નારાજ છે.

Advertisement

પાક સરકાર પાસે કાર્યવાહીની માંગ

Advertisement

ઇન્સ્ટાગ્રામ પર પાર્ટીના વીડિયોમાંથી કેટલીક તસવીરો પોસ્ટ કરતા સિરસાએ કહ્યું, “તાકીદે પાકિસ્તાન સરકારને તમામ જવાબદારો સામે સંપૂર્ણ અને ત્વરિત કાર્યવાહી કરવા આહ્વાન કરીએ છીએ. પાકિસ્તાન સરકારે લઘુમતીઓના વિશ્વાસને ઓછો આંકવો જોઈએ નહીં. PMU કરતારપુર કોરિડોરના CEO સૈયદ અબુ બકર કુરેશીએ ગુરુદ્વારા શ્રી દરબાર સાહિબ પરિસરમાં નોન-વેજ પાર્ટીનું આયોજન કર્યું ત્યારે ખૂબ નિરાશ થયા. ગુરુ નાનક દેવજીએ જ્યાં અંતિમ શ્વાસ લીધા હતા તે પવિત્ર સ્થળની આ અપવિત્રતાથી વિશ્વભરના શીખ સમુદાયો દુઃખી છે. હું આ મામલે પાકિસ્તાન સરકાર પાસેથી તાત્કાલિક જવાબદારી અને કાર્યવાહીની માંગ કરું છું.

આ પણ વાંચો - Plane Landing : પ્લેનમાં એક ઘોડો છે…’, પાયલોટે મેસેજ કર્યો અને પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું…

આ પણ વાંચો - World : હૂતી લડવૈયાઓએ ભારત આવતા જહાજને હાઇજેક કર્યું, 25 ને બંધક બનાવ્યા, હમાસે કહ્યું- આભાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.