Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VGGS 2024 : ભારતને 2047 સુધીમાં 35 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનતા કોઇ નહીં રોકી શકે : Mukesh Ambani

Mukesh Ambani : ગાંધીનગરમાં ચાલી રહેલા ત્રણ દિવસના વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (Vibrant Gujarat Global Summit 2024) માં દુનિયાભરના નેતાઓ, ઉદ્યાગપતિઓ અને ડેલિગેટ્સ આવ્યા છે. આ સમિટમાં ભારતના પણ ઘણા ઉદ્યોગપતિઓ આવ્યા છે. જેમા એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના...
03:49 PM Jan 10, 2024 IST | Hardik Shah

Mukesh Ambani : ગાંધીનગરમાં ચાલી રહેલા ત્રણ દિવસના વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (Vibrant Gujarat Global Summit 2024) માં દુનિયાભરના નેતાઓ, ઉદ્યાગપતિઓ અને ડેલિગેટ્સ આવ્યા છે. આ સમિટમાં ભારતના પણ ઘણા ઉદ્યોગપતિઓ આવ્યા છે. જેમા એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને MD મુકેશ અંબાણી (Mukesh Ambani) છે. જેમણે આજે વાઇબ્રન્ટ ગુજરાત 2024 ના ઉદ્ઘાટન સંબોધનમાં દેશના આર્થિક વિકાસમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને સાથે કહ્યું છે કે, વર્ષ 2047 સુધીમાં ભારતને 35 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનતા કોઇ શક્તિ રોકી શકશે નહીં.

PM મોદીએ કર્યું વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ઉદ્ઘાટન

આજે વિશ્વની નજર ભારત પર ટકી છે ત્યારે આજથી ત્રણ દિવસ ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે બુધવારે વિશ્વ નેતાઓની હાજરીમાં ગુજરાતના ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (Vibrant Gujarat Global Summit 2024) નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) 130 થી વધુ દેશોના પ્રતિનિધિઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. CM પટેલે જણાવ્યું હતું કે, “હું વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 34 ભાગીદાર દેશો અને 130 થી વધુ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરું છું.

PM મોદીએ ‘વન અર્થ, એક પરિવાર, એક ભવિષ્ય’નો વિચાર વિશ્વ સમક્ષ મૂક્યો છે. ભારતના G20 પ્રમુખપદની સફળતાએ દેશને ગૌરવ અપાવ્યું છે.” તેઓ કહે છે કે, રિલાયન્સ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી દ્વારા ગુજરાતને તેની અડધી ઉર્જા જરૂરિયાતો પૂરી કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ કરશે. રિલાયન્સે જામનગરમાં 5,000 એકરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સનું બાંધકામ શરૂ કર્યું. આ પ્લાન્ટથી મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળશે. કંપની 2024ના બીજા ભાગમાં જ આ કોમ્પ્લેક્સ શરૂ કરવા માટે તૈયાર છે.

2047 સુધી ભારત બનશે 35 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર : Mukesh Ambani

આ સમિટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ હાજરી આપી હતી. તેમણે આ સમિટમાં ભારતના ભવિષ્ય અંગે પોતાના સંબોધનમાં કહ્યું કે, 2047 સુધીમાં ભારતને 35 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનતા પૃથ્વી પરની કોઈ શક્તિ રોકી શકશે નહીં. ANIના સમાચાર મુજબ અંબાણીએ આ સમિટ વિશે કહ્યું કે ગુજરાત વાઈબ્રન્ટ સમિટ જેવી બીજી કોઈ સમિટ નથી જે 20 વર્ષથી સતત ચાલી રહી છે. તેમણે આ સમિટમાં આવેલા તમામ વિદેશી મહેમાનોને પણ શુભેચ્છા પાઠવી હતી. આ સફળ કાર્યક્રમનો શ્રેય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને આપ્યો હતો. તેમણે આગળ કહ્યું કે, “રિલાયન્સ ગુજરાતી કંપની હતી, છે અને રહેશે. રિલાયન્સે છેલ્લા 10 વર્ષોમાં સમગ્ર ભારતમાં વિશ્વ સ્તરીય અસ્કયામતો અને ક્ષમતાઓ બનાવવા માટે 150 અબજ ડૉલર (રૂ. 12 લાખ કરોડ) કરતાં વધુનું રોકાણ કર્યું છે, જેમાંથી 1/3 કરતાં વધુનું રોકાણ એકલા ગુજરાતમાં કરવામાં આવ્યું છે.”

ભારતના યુવાનો માટે શ્રેષ્ઠ સમય

અંબાણીએ કહ્યું કે, ભારતના યુવાનો માટે આજે શ્રેષ્ઠ સમય છે જેથી તેઓ પોતાની નવીનતાથી અર્થવ્યવસ્થામાં યોગદાન આપી શકે અને કરોડો ભારતીયોના જીવનને સરળ અને કાર્યક્ષમ બનાવવામાં પોતાની ક્ષમતા બતાવી શકે. તેમણે આગળ કહ્યું કે, આવનારી પેઢી વડાપ્રધાન મોદી (PM Modi) ની ખરેખર આભારી રહેશે જેમણે તેમને રાષ્ટ્રવાદી અને આંતરરાષ્ટ્રીયવાદી બનવાનો માર્ગ મોકળો કર્યો. અંબાણીએ કહ્યું કે, મોદીજીએ અમૃતકાળમાં વિકસિત ભારતનો પાયો નાખ્યો છે. મને એ પણ ખાતરી છે કે ગુજરાત 3 ટ્રિલિયન અર્થતંત્ર ધરાવતું રાજ્ય પણ બનશે.

આ પણ વાંચો - vibrant summit : વિશ્વ પણ કહે છે કે, મોદીજી છે તો મુમકિન છે : અંબાણી

આ પણ વાંચો - vibrant summit PM મોદીનું અદભૂત વિઝન: ગૌતમ અદાણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSlaunchedmaitri makwanamukesh ambanipm modiRelianceRILVGGS 2024Vibrant Gujarat 2024Vibrant Gujarat Global Investors SummitVibrant Gujarat Global Summit-2024Vibrant Gujarat SummitVibrant Gujarat Summit 2024
Next Article