America જવા નીકળેલા 9 લોકોનો 1 વર્ષ પછી પણ પતો નહીં
America : અમેરિકા (America) જવા નીકળેલા 9 લોકો ગુમ થવાના ચકચારી કેસમાં હજું પણ ગુમ થયેલા 9 લોકોની કોઇ જ ભાળ મળી શકી નથી. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં થઇ રહેલી સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સંબધિત તપાસ એજન્સીઓને પણ હજું પણ તપાસ કરવા માટે વધુ સમય આપ્યો છે. 1 વર્ષ પછી પણ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો ગુમ થયેલા આ 9 લોકોને શોધવામાં નિષ્ફળ ગયા છે.
1 વર્ષ પહેલા અમેરિકા જવા નિકળ્યા હતા
ગત જાન્યુઆરીમાં 2023માં ઉત્તર ગુજરાતના 8 અને ખેડાનો 1 વ્યક્તિ મળીને 9 જણા અમેરિકા જવા નિકળ્યા હતા. સુત્રોએ કહ્યું કે આ 9 જણા એજન્ટ મહેન્દ્ર પટેલ મારફતે અમેરિકા (America) જવા નિકળ્યા હતા. મહેન્દ્ર પટેલ પાણીની લાઇનથી લોકોને અમેરિકા પહોંચાડી રહ્યો હતો અને અત્યાર સુધી તેણે 50થી વધુ લોકોને અમેરિકા પહોંચાડ્યા હોવાની આશંકા પણ છે.
એજન્ટે આ તમામ લોકો પાસેથી અમેરિકા મોકલવાના નામે 20 લાખ પડાવ્યા
અમેરિકા જવા નિકળેલા આ 9 જણાને અમદાવાદથી મુંબઇ લઇ કેરેબિયન આઇલેન્ડ અને માર્ટિનીકા પહોંચાડાયા હોવાની શંકા છે. જો કે રસ્તામાં જ આ તમામ લોકો ગુમ થઇ જવાની આશંકા છે. એજન્ટે આ તમામ લોકો પાસેથી અમેરિકા મોકલવાના નામે 20 લાખ પડાવ્યા હોવાના આરોપ પણ છે.
હજું પણ 1 વર્ષ પછી પણ ગુમ થયેલા આ તમામ 9 લોકોની ભાળ મળી શકી નથી
જો કે હજું પણ 1 વર્ષ પછી પણ ગુમ થયેલા આ તમામ 9 લોકોની ભાળ મળી શકી નથી. સમગ્ર મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી જેમાં હાઇકોર્ટે સંબંધિત એજન્સીઓને તપાસ માટે વધુ સમય આપ્યો છે. હાઇકોર્ટે 1 વર્ષ પછીનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા હુકમ કરેલો હતો.
કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો ગુમ લોકોને શોધવામાં હજું પણ નિષ્ફળ
જો કે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો ગુમ લોકોને શોધવામાં હજું પણ નિષ્ફળ રહ્યા છે. 4 ફેબ્રુઆરી 2023નાં રોજ અમેરિકા જવા નિકળેલા લોકોની તેમના પરિજનો સાથે વાત થઇ હતી. આ મામલે ડોમિનિકન રીપબલિક, ડોમિનિકા સહિતના દેશો અને ટાપુઓ પર તપાસ કરાઇ છે. સમગ્ર મામલાની આગામી મહિને વધુ સુનાવણી હાથ ધરાશે.
ગુમ થયેલા આ 9 લોકો આખરે છે ક્યાં ?
અમેરિકા જવાની લાલચ અને ઘેલછા ધરાવનારા યુવકો ગોઇ પણ ભોગે અમેરિકા જવા ઇચ્છુક હોય છે ત્યારે આ કિસ્સો તેમના માટે લાલબત્તી સમાન છે. એજન્ટોએ આપેલી લાલચમાં આવા યુવાનો ફસાઇ જાય છે. ગુમ થયેલા આ 9 લોકો આખરે છે ક્યાં તે સવાલ સતાવી રહ્યો છે.
આ પણ વાંચો----VADODARA : દિવ્ય દરબારમાં બાબા અને ભક્ત વચ્ચે તડાફડીનો વીડિયો વાયરલ
ઇનપુટ----કલ્પિન ત્રિવેદી, અમદાવાદ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ