Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICC World Cup 2023 : અફસોસ કે વર્લ્ડકપની ફાઇનલમાં કોઇ ભારતીયે....!

ICC વર્લ્ડ કપ 2023ની ફાઈનલ 19 નવેમ્બર, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ટાઈટલ મેચ માટે સામસામે ટકરાશે. ભારતીય ટીમ માટે આ ODI વર્લ્ડ કપની ચોથી સેમિફાઇનલ હશે. આ પહેલા રમાયેલી ત્રણ ફાઈનલમાં અત્યાર સુધી કોઈ...
icc world cup 2023   અફસોસ કે વર્લ્ડકપની ફાઇનલમાં કોઇ ભારતીયે
Advertisement

ICC વર્લ્ડ કપ 2023ની ફાઈનલ 19 નવેમ્બર, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ટાઈટલ મેચ માટે સામસામે ટકરાશે. ભારતીય ટીમ માટે આ ODI વર્લ્ડ કપની ચોથી સેમિફાઇનલ હશે. આ પહેલા રમાયેલી ત્રણ ફાઈનલમાં અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન સદી ફટકારી શક્યો નથી. અત્યાર સુધી ટૂર્નામેન્ટની ફાઇનલમાં માત્ર 6 મહાન ખેલાડીઓએ સદી ફટકારી છે.

Advertisement

ફાઇનલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટના નામે

Advertisement

1883 અને 2011ના વર્લ્ડ કપમાં પણ ભારતે ઘણી સદી ફટકારી હતી, જ્યારે મેન ઇન બ્લુ વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. 2011માં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવ્યું હતું. જો કે, શ્રીલંકા માટે, મહેલા જયવર્દનેએ સદીની ઇનિંગ રમતા અણનમ 103* રન બનાવ્યા હતા. ટૂર્નામેન્ટની ફાઇનલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટના નામે છે, જેણે 2007 વર્લ્ડ કપ ફાઇનલમાં 149 રન બનાવ્યા હતા.

Advertisement

આ છે 6 દિગ્ગજ જેણે વર્લ્ડ કપમાં સદી ફટકારી છે

1975માં, એટલે કે પુરુષોના ODI વર્લ્ડ કપની પ્રથમ આવૃત્તિમાં, વેસ્ટ ઈન્ડિઝના તત્કાલીન કેપ્ટન ક્લાઈવ લોયડે ઓસ્ટ્રેલિયા સામે ખિતાબની મેચમાં સદી (102) ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ સિઝન જીતી હતી. આ પછી 1979ની ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝે ફરી એકવાર ફાઈનલ મેચમાં સદી ફટકારી હતી. ટાઇટલ મેચમાં વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન વિવ રિચર્ડસે 138* રનની અણનમ ઇનિંગ રમી હતી. 1979માં પણ વેસ્ટ ઈન્ડિઝ વિજેતા બન્યું હતું.

અરવિંદ ડી સિલ્વાએ અણનમ 107* રન બનાવ્યા

આ પછી, 1996ની ટુર્નામેન્ટની ફાઇનલમાં, વિજેતા ટીમ શ્રીલંકાના અરવિંદ ડી સિલ્વાએ અણનમ 107* રન બનાવ્યા હતા. ત્યારબાદ 2003માં ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ (140*)એ સદી ફટકારી હતી, 2007ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટે (149) અને 2011માં શ્રીલંકાના મહેલા જયવર્દને (103*) સદી ફટકારી હતી. 2011 પછી ODI વર્લ્ડ કપની ફાઇનલમાં કોઈએ સદી ફટકારી ન હતી.

વર્લ્ડ કપ ફાઇનલમાં સદી ફટકારનાર બેટ્સમેન

149 - એડમ ગિલક્રિસ્ટ વિરુદ્ધ શ્રીલંકા, 2007
140* - રિકી પોન્ટિંગ વિરુદ્ધ ભારત, 2003
138* - વિવ રિચાર્ડ્સ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 1979
107* - અરવિંદા ડી સિલ્વા વિ ઓસ્ટ્રેલિયા, 1996
103* - મહેલા જયવર્દને વિ. ભારત, 2011
102 - ક્લાઈવ લોઈડ વિ ઓસ્ટ્રેલિયા, 1975.

આ પણ વાંચો----ઓસ્ટ્રેલિયન કેપ્ટનના નિવેદનથી લોકોમાં ભયનો માહોલ, શું ભારતીય ટીમ ફાઇનલમાં…..

Tags :
Advertisement

Related News

featured-img
વડોદરા

Chaitri Navratri : પાવાગઢ મંદિરમાં ભક્તોની ભારે ભીડ, ઘેર બેઠા આ Video દ્વારા કરો માતાજીના દર્શન

featured-img
આંતરરાષ્ટ્રીય

Operation Brahma: ભૂકંપગ્રસ્ત મ્યાનમારને ભારત તરફથી મળી રહી છે પુરતી મદદ; જાણો શું છે 'ઓપરેશન બ્રહ્મા'

featured-img
ભાવનગર

Bhavnagar : પાલીતાણામાં હસ્તગીરી ડુંગર પર લાગી આગ, તંત્ર થયું છે અલર્ટ

featured-img
Top News

USA Students Visa : અમેરિકા ભારતીયો સહિત સેંકડો વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે! ટ્રમ્પ સરકાર કેમ કાર્યવાહી કરી રહી છે તે જાણો

featured-img
રાષ્ટ્રીય

PM મોદી આજે નાગપુરની મુલાકાતે, RSS હેડક્વાર્ટરની લેશે મુલાકાત, જાણો PMનો સમગ્ર કાર્યક્રમ

featured-img
ગુજરાત

Gujarati Top News : આજે 30 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Trending News

.

×