Vadodara : નશીલી સિરપ કેસમાં નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાની ઝડપાયા
ખેડા નશીલી સિરપથી મોતના તાંડવનો કેસ
ખેડા સિરપકાંડના મુખ્ય આરોપી પકડાયા
નીતિન કોટવાણી, ભાવેશ સેવકાણીની ધરપકડ
યોગેશ સિંધી ઉર્ફે યોગી પર તંત્રની રહેમ પડી ભારે
2021થી ચાલતી ફેક્ટરીમાં નહોતી થઈ તપાસ
ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 3 લાયસન્સ આપ્યા હતા
લાયસન્સ પ્રમાણે નહોતી વસાવાઈ મશીનરી
યોગી ફાર્મા, યોગી ડેરી એન્ડ બેવરેજીસનું લાયસન્સ
યોગી ટ્રેડિંગના નામે લાયસન્સ ઈશ્યુ થયું હતું
સિરપકાંડ બાદ હવે તપાસના નામે નાટક ચાલુ
ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હવે જ્યુસના સેમ્પલ લીધા
સર્ચ ઓપરેશનમાં અનેક જ્યુસ મળી આવ્યા
ફેક્ટરીમાં જ બનાવાતી હતી નશાકારક સિરપ
ખેડા નશીલી સિરપથી મોતના તાંડવના કેસમાં વડોદરા પોલીસે મુખ્ય આરોપી નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાનીની ધરપકડ કરી છે. બીજી તરફ ઘટસ્ફોટ થયો છે તે યોગેશ સિંધીની ફેક્ટરીમાં 2021થી કોઇ તપાસ જ કરવામાં આવી ન હતી.
નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાનીની વડોદરા પોલીસે ધરપકડ કરી
ખેડાના ચકચારી નશીલી સિરપ કાંડના મુખ્યઆરોપી નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાનીની વડોદરા પોલીસે ધરપકડ કરી છે. વડોદરામાંથી જ ક્રાઇમ બ્રાન્ચ અને પીસીબી પોલીસે બંનેને ઝડપી પાડ્યા છે.
યોગેશ સિંધી ઉર્ફે યોગી ઉપર તંત્રની રહેમનજર
બીજી તરફ ચોંકાવનારો ખુલાસો થયો છે કે યોગેશ સિંધી ઉર્ફે યોગી ઉપર તંત્રની રહેમનજર હતી અને આ કાંડથી હવે તંત્રને જ પોતાની રહેમનજર ભારે પડી છે કારણ કે 2021થી ચાલતી ફેક્ટરી ઉપર અત્યાર સુધી કોઇ જ સેમ્પલ લાવેયું ન હતું. યોગી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના 3 લાયનન્સ ધરાવતો હતો. તે યોગી ફાર્મા અને યોગી ડેરી એન્ડ બેવરેજીસ સાથે યોગી ટ્રેડિગના નામે લાયસન્સ ધરાવતો હતો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગઈકાલે જોઈન્ટ ઓપરેશનમ કરતાં તપાસ દરમિયાન ગઈકાલે આમળા અને એલોવેરા જ્યૂસ પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે જ્યુસના સેમ્પલ લીધા હતા અને યોગી ફાર્માનો પ્લાન્ટ બંધ કરાવ્યો હતો.
કાર્યવાહી ના થતાં યોગી બન્યો બેફામ
ત્રણ વર્ષ દરમિયાન એક પણ વિભાગે કાર્યાવહી કરી ન હતી કે સેમ્પલ પણ લીધા ન હતા જેથી યોગી બેફામ બન્યો હતોઅને તે અહીં પોતાની ફેકટરીમાં જ નશાકારક જીવલેણ સીરપ બનાવતો હોવાની શંકા વ્યક્ત કરાઇ છે. હજું પણ ખેડા જિલ્લાના ગામડાઓમાં આ નશાકારક સિરપ બનતું હોવાની ચારેબાજું ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો-----પર્દાફાશ : વાંકાનેર પંથકના વઘાસીયા ટોલ પ્લાઝા પાસે નકલી ટોલ નાકું..! વાંચો, અહેવાલ