ISRO અને NASA એ મળી કુદરતી આફતોને નાકામ કરતું સેટેલાઈટ બનાવ્યું
- GSLV-MK2 રોકેટની મદદથી સેટેલાઈટને લોન્ચ કરાશે
- NISAR દરેક 12 દિવસે પૃથ્વીની બેવાર પ્રદક્ષીણા કરશે
- NISAR ના નિર્માણમાં રૂ. 10 હજાર કરોડનો ખર્ચ થયો
NISAR satellite : ISRO અને NASA એ સાથે મળીને મિશન NISAR ને સફળ બનાવવાનું નક્કી કર્યું છે. NISAR ને વર્ષ 2025 ની શરૂઆતમાં લોન્ચ કરવાની તૈયાર કરવામાં આવી રહી છે. NISAR એ વિશ્વનું સૌથી શક્તિશાળી સેટેલાઈટ હશે, જે દુનિયાભરમાં આવાનારી કોઈપણ કુદરતી હોનારતની પહેલાથી ભવિષ્યવાળી કરશે. જ્યારે NISAR અંતરિક્ષમાં કાર્યરત થશે, ત્યારબાદ તે ભૂકંપ, વરસાદ, ભૂસ્ખલન, તોફાન, ત્સુનામી અને વિવિધ કુદરતી આફતોની માહિતી આપશે.
GSLV-MK2 રોકેટની મદદથી સેટેલાઈટને લોન્ચ કરાશે
ISRO અને NASA એ સાથે મળીને NISAR સેટેલાઈટને તૈયાર કર્યું છે. જોકે NISAR સેટેલાઈટ વિશે નાસાની વેબસાઈટ ઉપર સંપૂર્ણ માહિતી શરે કરવામાં આવી છે. NISAR એ ધરતીની સાથે બરફથી ઢંકાયેલી ધરતી ઉપર પણ નજર રાખશે. દરકે 12 દિવસની અંદર તે કુદરતી ઘટનાઓ વિશે માહિતી શેર કરશે. ત્યારે આ ડેટાને આધારે વૈજ્ઞાનિકો કુદરતી આફતો સામે લડવા માટે તૈયાર થશે. નાસાએ જણાવ્યું છે કે, ભારતમાંથી વર્ષ 2025 ની શરૂઆતમાં આ NISAR સેટેલાઈટને લોન્ચ કરવામાં આવશે. શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી GSLV-MK2 રોકેટની મદદથી સેટેલાઈટને લોન્ચ કરાશે.
આ પણ વાંચો: અમેરિકામાં મતદાનના દિવસે નાગરિકો એડલ્ટ સાઈટ્સ તરફ વળ્યા, જાણો સંપૂર્ણ મામલો
NISAR દરેક 12 દિવસે પૃથ્વીની બેવાર પ્રદક્ષીણા કરશે
જોકે NISAR સેટેલાઈટના એસ બેન્ડને અમદાવાદના સ્પેસ એપ્લીકેશન સેન્ટરમાં બનાવવામાં આવ્યું છે. ત્યારે NISAR સેટેલાઈટના એલ બેન્ડ અને સ્પેસક્રાફ્ટને નાસામાં તૈયાર કરાવમાં આવ્યા છે. તે ઉપરાંત નાસા NISAR સેટેલાઈટ માટે ડેટા રિકોર્ડર, જીપીએસ અને પેલોડ ડેટા સબ-સિસ્ટમ જેવા ઉપકરણો પણ નાસામાં તૈયાર કરાયા છે. NISAR સેટેલાઈટએ દરેક 12 દિવસે પૃથ્વીની બેવાર પ્રદક્ષીણા કરશે. ત્યારે બાદ આ સમયગાળાની તસવીરો વેજ્ઞાનિકોને મળશે. તેના આધારે કુદરતી આફતો વિશે અનુમાન લગાવવામાં આવશે. NISAR સેટેલાઈટએ ખાસ કરીને બરફના તોફાનો અને ગ્લેશિયરના પીગળવાની માહિતી માટે તૈયાર કરવામાં આવ્યું છે.
NISAR ના નિર્માણમાં રૂ. 10 હજાર કરોડનો ખર્ચ થયો
તો ઈસરોના જણાવ્યા અનુસાર, NISAR સેટેલાઈટને ખાસ કરીને હિમાલયની ગતિવિધિઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે. કારણ કે... હિમાલયના કારણે વિવિધ પ્રકારની કુદરતી આફતો આવનારા સમયમાં માનવજીવન માટે પડકાર રૂપ બનશે. તે ઉપરાંત NISAR સેટેલાઈટે હિમાલયથી ભૂંકપના આંચકાઓ વિશે પણ માહિતી આપશે. જોકે NISAR સેટેલાઈટે દુનિયાનું સૌથી મોંઘું સેટેલાઈટ છે. તે ઉપરાંત NISAR સેટેલાઈટ એ સૌથી જટિલ અને શક્તિશાળી છે. NISAR સેટેલાઈટના નિર્માણમાં આશરે 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
આ પણ વાંચો: દુનિયાની આ મશહૂર વયક્તિ સ્પર્મ ડોનેટ કરશે, સાથે IVF નો ખર્ચ પણ આપશે