New York માં પાક. હોટેલ સાથે 220 મિલિયનના સોદાનો થયો પર્દાફાશ!
- રિપોર્ટને જોન લેફેલર દ્વારા તૈયાર કરવામાં આવ્યો
- સ્વીટહાર્ટ ડીલ પહેલા હોટેલ 2020 થી બંધ હતી
- સોદો $1.1 બિલિયન IMF બેલઆઉટ પેકેજનો ભાગ
Vivek Ramaswamy slams NYC : અમેરિકાના નેતા અને ઉદ્યોગપતિ Vivek Ramaswamy એ તાજેતરમાં પોતાના સોશિયલમ મીડિયા એકાઉન્ટ એક્સ ઉપર એક માહિતી શેર કરી છે. જેમા તેમણે Pakistan વિરુદ્ધ અમુક નિવેદનો સ્પષ્ટ કર્યા છે. જોકે આ મામલો એક હોટેલ સાથે સંબંધિત છે. ત્યારે એક હોટેલ દ્વારા Pakistan ની એક હોટેલ સાથે 220 મિલિયન ડોલરની ભાગીદીરીને પાલગપન ગણાવ્યું છે. તે ઉપરાંત તેમણે આ અંગે એક રિપોર્ટ પણ પોતાના એક્સ હેન્ડલ ઉપર શેર કર્યો છે. જોકે આ રિપોર્ટમાં અનેક મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા છે.
રિપોર્ટને જોન લેફેલર દ્વારા તૈયાર કરવામાં આવ્યો
તો વિવેક સામાસ્વામીના જમાવ્યા અનુસાર, New York માં Pakistan ની માલિકીને Roosevelt Hotel સાથે 220 ડોલરની ભાગીદારી કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે New York સિટીના કરદાતાઓ વાસ્તવમાં વિદેશી સરકારને તેમની પોતાની જમીન પર ગેરકાયદેસર વસાહતીઓને રાખવા માટે ચૂકવણી કરી રહ્યા છે. જોકે આ રિપોર્ટને જોન લેફેલર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. અને તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ Pakistan ની હોટેલમાં ગેરકાયદેસર પ્રવાસીઓને રાખવામાં આવી રહ્યા છે. એટલે કે New York ના કરદાતાઓ ગેરકાયદેસર રીતે વિદેશમાં પ્રવાસિયોને રાખવા બદલ વિદેશી સરકારને નાણા ચૂકવી રહ્યા છે.
આ પણ વાંચો: ફ્લોરિડામાં Donald Trump અને Justin Trudeau ની મુલાકાત, જાણો ભારતને લઈને શું ચર્ચા થઇ?
A taxpayer-funded hotel for illegal migrants is owned by the Pakistani government which means NYC taxpayers are effectively paying a foreign government to house illegals in our own country. This is nuts. https://t.co/Oy4Z9qoX45
— Vivek Ramaswamy (@VivekGRamaswamy) December 1, 2024
સ્વીટહાર્ટ ડીલ પહેલા હોટેલ 2020 થી બંધ હતી
New York શહેરમાં આવેલી 19 માળની હોટલનું નામ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઇમિગ્રન્ટ્સનો હોટલમાં રોકાણનો ખર્ચ New Yorkના કરદાતાના નાણાંથી ચૂકવવામાં આવે છે. તો લેખક John LeFevre એ દાવો કર્યો હતો કે Pakistan સરકાર સાથેનો સોદો યુએસ $1.1 બિલિયન IMF બેલઆઉટ પેકેજનો ભાગ હતો. તેઓ જિયો ટીવીના રિપોર્ટનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં Pakistan ના એક મંત્રીને ટાંકીને આ વાત કહેવામાં આવી હતી.
સોદો $1.1 બિલિયન IMF બેલઆઉટ પેકેજનો ભાગ
John LeFevre એ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે હોટેલ Pakistan સરકારની માલિકીની છે અને આ સોદો $1.1 બિલિયન IMF બેલઆઉટ પેકેજનો ભાગ હતો. આ સ્વીટહાર્ટ ડીલ પહેલા હોટેલ 2020 થી બંધ હતી. લાંબા સમયથી કબજો મેળવવા માટે સંઘર્ષ કરી રહી હતી અને નવીનીકરણની સખત જરૂર હતી. John LeFevre એ Pakistan ના રેલ્વે મંત્રી ખ્વાજા સાદ રફીકના નિવેદન સાથે હોટલનો ફોટો પણ શેર કર્યો હતો, જેમાં કથિત સોદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Donald Trump એ ભારત સહિત 9 Brics દેશોને આપી ખુલ્લી ધમકી!, જાણો શું છે મામલો?