Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

New Rules: ક્રેડિટ કાર્ડથી લઈને LPG સુધી...બદલાયશે આ 7 મોટા નિયમો

સપ્ટેમ્બર મહિનામાં પણ ઘણા મોટા ફેરફારો થશે આ જનતાને સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. એલપીજી સિલિન્ડરથી લઈને આ નિયમો બદલાશે New Rules:દર મહિનાની જેમ સપ્ટેમ્બર મહિનામાં પણ ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર...
10:33 PM Aug 31, 2024 IST | Hiren Dave

New Rules:દર મહિનાની જેમ સપ્ટેમ્બર મહિનામાં પણ ઘણા મોટા ફેરફારો થવાના છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આમાં આધાર કાર્ડ (Aadhaar Card), ક્રેડિટ કાર્ડ (Credit Card, એલપીજી સિલિન્ડર અને એફડીના નિયમોનો સમાવેશ થાય છે. આ ફેરફારો તમારા માસિક ખર્ચને અસર કરી શકે છે. આ સિવાય સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો (DA Hike) પણ ભેટ આપી શકે છે. ચાલો જાણીએ કે આવતા મહિનાથી શું ફેરફાર થવા જઈ રહ્યા છે?

LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થશે

દર મહિને એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જોવા મળે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને એલપીજીના ભાવમાં તફાવત છે. ક્યારેક ઓઇલ કંપનીઓ કિંમતમાં વધારો કરે છે તો ક્યારેક ઘટાડો કરે છે. આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજીની કિંમતમાં ફેરફાર થઈ શકે છે. ગયા મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે જુલાઈમાં તેની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો થયો હતો.

આ પણ  વાંચો -Jio Home IoT Solutions તમારા ઘરને વધુ આધુનિક-બુદ્ધિશાળી બનાવશે

ફર્જી કોલ સાથે જોડાયેલા નિયમો બદલાશે

આવતીકાલથી ફેક કોલ અને મેસેજ પર અંકુશ આવી શકે છે, કારણ કે ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને ફેક કોલ અને ફેક મેસેજને કન્ટ્રોલ કરવાની સૂચના આપી છે. આ માટે ટ્રાઈએ કડક ગાઈડલાઈન જાહેર કરી છે. TRAI એ Jio, Airtel, Vodafone, Idea, BSNL જેવી ટેલિકોમ કંપનીઓને 30 સપ્ટેમ્બર સુધીમાં 140 મોબાઈલ નંબર સીરિઝથી શરૂ થતા ટેલીમાર્કેટિંગ કૉલ્સ અને કોમર્શિયલ મેસેજિંગ બ્લોકચેન આધારિત DLT એટલે કે ડિસ્ટ્રિબ્યુટેડ લેજર ટેક્નોલોજી પ્લેટફોર્મ પર શિફ્ટ કરવા જણાવ્યું છે.

આ પણ  વાંચો -India GDP: દેશનો આર્થિંક વિકાસ રૂંધાયો, છેલ્લા પાંચ ક્વાર્ટરમાં સૌથી ઓછો GDP જાહેર

 ATF અને CNG-PNG ના દરો બદલાશે

એલપીજી સિલિન્ડરની સાથે સાથે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને સીએનજી-પીએનજીના (CNG-PNG) ભાવમાં પણ તેલ બજારની કંપનીઓ દર મહિને ફેરફાર કરે છે.

આ પણ  વાંચો -Mukesh Ambani ને પાછળ છોડી Gautam Adani બન્યા ભારતના સૌથી ધનિક વ્યક્તિ

ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે

HDFC Bank યુટિલિટી ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટની મર્યાદા નક્કી કરી છે, આ નિયમ 1લી સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી લાગુ થશે. આ હેઠળ, ગ્રાહકો આ વ્યવહારો પર દર મહિને માત્ર 2,000 પોઈન્ટ્સ મેળવી શકે છે. એચડીએફસી બેંક થર્ડ પાર્ટી એપ દ્વારા એજ્યુકેશનલ પેમેન્ટ કરવા પર કોઈ રિવોર્ડ પોઈન્ટ આપશે નહીં.

સપ્ટેમ્બર 2024 થી IDFC First Bank ક્રેડિટ કાર્ડ્સ પર ચૂકવવાપાત્ર લઘુત્તમ રકમ ઘટાડશે. ચુકવણીની તારીખ પણ 18 થી ઘટાડીને 15 દિવસ કરવામાં આવશે. આ ઉપરાંત 1 સપ્ટેમ્બર, 2024 થી, UPI અને અન્ય પ્લેટફોર્મ પર ચૂકવણી માટે RuPay ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોને અન્ય ચુકવણી સેવા પ્રદાતાઓના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા સમાન રિવોર્ડ પોઈન્ટ્સ મળશે.

મોંઘવારી ભથ્થામાં વધારો થશે

કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી શકે છે. એવી અપેક્ષા છે કે સરકાર કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરશે. હાલમાં સરકારી કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે, જ્યારે 3 ટકાના વધારા પછી તે 53 ટકા થઈ જશે.

 મફત આધાર અપડેટ

મફત આધાર કાર્ડ અપડેટ (Free Aadhaar Update) કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. આ પછી, તમે આધાર સાથે સંબંધિત કેટલીક વસ્તુઓ મફતમાં અપડેટ કરી શકશો નહીં. 14 સપ્ટેમ્બર પછી આધાર અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે. જો કે અગાઉ મફત આધાર અપડેટની છેલ્લી તારીખ 14 જૂન 2024 હતી, જે વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી હતી.

સ્પેશ્યલ એફડીમાં રોકાણ સંબંધિત નિયમો

IDBI Bank સ્પેશ્યલ એફડી 300 દિવસ, 375 દિવસ અને 444 દિવસની મુદત 30 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. ઈન્ડિયન બેંકે પણ 300 દિવસની સ્પેશિયલ એફડીની સમયમર્યાદા 30 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. જ્યારે પંજાબ એન્ડ સિંધ બેંકની સ્પેશિયલ એફડી માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર છે. SBI અમૃત કલશ સ્પેશિયલ FD સ્કીમની અંતિમ તારીખ પણ 30 સપ્ટેમ્બર રાખવામાં આવી છે. એટલે કે સપ્ટેમ્બર પછી આ FD સ્કીમ્સમાં કોઈ રોકાણ નહીં થાય.

Tags :
AADHAR UPDATEBusiness Newscredit cardGujarati NewsLPG CylinderMonth ChangeNew Rulesseptember
Next Article