Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

New Pension Scheme : પેન્શન પર મોદી સરકારનો મોટો નિર્ણય, UPS ને મંજૂરી...

સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય 10 વર્ષ સુધી કામ કરનારાઓને 10,000 નું પેન્શન અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું ભારતમાં સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન સ્કીમ (Pension)ની માંગ સાથે અનેક વાર આંદોલન કરવામાં આવ્યા છે. એવામાં કેન્દ્રની...
08:10 PM Aug 24, 2024 IST | Dhruv Parmar
  1. સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય
  2. 10 વર્ષ સુધી કામ કરનારાઓને 10,000 નું પેન્શન
  3. અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું

ભારતમાં સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન સ્કીમ (Pension)ની માંગ સાથે અનેક વાર આંદોલન કરવામાં આવ્યા છે. એવામાં કેન્દ્રની NDA સરકારે આ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નવી પેન્શન સ્કીમ (NPS)ની જગ્યાએ હવે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) લોન્ચ કરી છે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શનિવારે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપી હતી. સરકારી કર્મચારીઓને 25 વર્ષ સુધી કામ કર્યા બાદ સંપૂર્ણ પેન્શન (Pension) મળશે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : 2000 પાનાની ચાર્જશીટ, 150 સાક્ષીઓ... રેપ કેસમાં Prajwal Revanna ની મુશ્કેલીઓ વધી...

10 વર્ષ સુધી કામ કરનારાઓને 10,000 રૂપિયા પેન્શન

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે નવી પેન્શન (Pension) યોજના હેઠળ 10 વર્ષ સુધી કામ કરનારાઓને 10,000 રૂપિયા પેન્શન મળશે.

આ પણ વાંચો : Jammu and Kashmir Encounter : સોપોરમાં સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર...

ફેમિલી પેન્શન 60 ટકા આપવામાં આવશે...

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની બેઠક બાદ જણાવ્યું કે 60 ટકા ફેમિલી પેન્શન (Pension) આપવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે 25 વર્ષથી કામ કરનારા સરકારી કર્મચારીઓને સંપૂર્ણ પેન્શન આપવામાં આવશે. જ્યારે મૂળ પગારના 20 ટકા ફિક્સ પેન્શન હશે.

આ પણ વાંચો : Kolkata : CBI એ પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ FIR નોંધી, 'નાણાકીય ગેરરીતિઓ'ની તપાસ શરૂ...

Tags :
Ashwini VaishnawGujarati NewsIndiaModi governmentNationalNew Pension SchemeUnified Pension SchemeUnion CabinetUnion minister Ashwini VaishnawUPS
Next Article