New Pension Scheme : પેન્શન પર મોદી સરકારનો મોટો નિર્ણય, UPS ને મંજૂરી...
- સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય
- 10 વર્ષ સુધી કામ કરનારાઓને 10,000 નું પેન્શન
- અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું
ભારતમાં સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન સ્કીમ (Pension)ની માંગ સાથે અનેક વાર આંદોલન કરવામાં આવ્યા છે. એવામાં કેન્દ્રની NDA સરકારે આ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે નવી પેન્શન સ્કીમ (NPS)ની જગ્યાએ હવે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) લોન્ચ કરી છે. આજે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શનિવારે યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)ને મંજૂરી આપી હતી. સરકારી કર્મચારીઓને 25 વર્ષ સુધી કામ કર્યા બાદ સંપૂર્ણ પેન્શન (Pension) મળશે. કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
#WATCH | Union Minister Ashwini Vaishnaw says, "Today the Union Cabinet has approved Unified Pension Scheme (UPS) for government employees providing for the assured pension...50% assured pension is the first pillar of the scheme...second pillar will be assured family… pic.twitter.com/HmYKThrCZV
— ANI (@ANI) August 24, 2024
આ પણ વાંચો : 2000 પાનાની ચાર્જશીટ, 150 સાક્ષીઓ... રેપ કેસમાં Prajwal Revanna ની મુશ્કેલીઓ વધી...
10 વર્ષ સુધી કામ કરનારાઓને 10,000 રૂપિયા પેન્શન
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે નવી પેન્શન (Pension) યોજના હેઠળ 10 વર્ષ સુધી કામ કરનારાઓને 10,000 રૂપિયા પેન્શન મળશે.
આ પણ વાંચો : Jammu and Kashmir Encounter : સોપોરમાં સેનાને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર...
ફેમિલી પેન્શન 60 ટકા આપવામાં આવશે...
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટની બેઠક બાદ જણાવ્યું કે 60 ટકા ફેમિલી પેન્શન (Pension) આપવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે 25 વર્ષથી કામ કરનારા સરકારી કર્મચારીઓને સંપૂર્ણ પેન્શન આપવામાં આવશે. જ્યારે મૂળ પગારના 20 ટકા ફિક્સ પેન્શન હશે.
આ પણ વાંચો : Kolkata : CBI એ પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ FIR નોંધી, 'નાણાકીય ગેરરીતિઓ'ની તપાસ શરૂ...