Ahmedabad : તહેવારોમાં લૂંટ અને ચોરીના બનાવો અટકાવવા બોપલ પોલીસનો નવતર પ્રયોગ
અહેવાલ---પ્રદિપ કચિયા, અહેવાલ
અમદાવાદના બોપલ પોલીસે સરાહનીય કામગિરી કરી છે. પોલીસે આ વિસ્તારની તમામ સોસાયટીના ચેરમેનની મિટીંગ બોલાવી હતી અને CCTV કેમેરા, રજીસ્ટર સિક્યોરિટી ગાર્ડ અને અન્ય સુવિધા વધારવા અંગે ચર્ચા કરી હતી.
તહેવારોમાં લૂંટ અને ચોરીના બનાવો બને છે
દિવાળીના તહેવારોનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે ઘણા લોકો તહેવારો દરમિયાન પોતાનું મકાન બંધ કરીને દિવાળીની ઉજવણી કરવા કાં તો વતનમાં જતા હોય ચે અથવા બહારગામ ફરવા જતા હોય છે. આવા સમયે તસ્કરો બંધ મકાનને હંમેશા નિશાન બનાવે છે અને ચોરીના બનાવો બનતા હોય છે.

તમામ સોસાયટીના ચેરમેનની મિટિંગ બોલાવી
તહેવારો દરમિયાન ચોરીના બનાવોને અટકાવવા માટે અમદાવાદ બોપલ પોલીસે સરાહનીય કામગિરી કરી છે.
બોપલ પોલીસે આ વિસ્તારની તમામ સોસાયટીના ચેરમેનની મિટિંગ બોલાવી છે. પોલીસે દિવાળીના તહેવારોમાં થતી ચોરી અને લૂંટ અટકાવવા અંગે તકેદારીના ભાગરુપે આ મિટિંગ બોલાવી હતી જેમાં તમામ સોસાયટીના ચેરમેન આવ્યા હતા.
300 સ્થળો પર અવેરનેસના બેનર્સ પણ લગાવ્યા
પોલીસે આ મિટીંગમાં સોસાયટીઓમાં CCTV કેમેરા, રજીસ્ટર સિક્યોરિટી ગાર્ડ અને અન્ય સુવિધા વધારવા અંગે ચર્ચા કરી હતી. સાથે સાથે પોલીસે તમામ સોસાયટીના સભ્યોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા. મિટિંગમાં આવેલા લોકોએ બોપલ પોલીસની કામગીરી વખાણી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં 300 સ્થળો પર અવેરનેસના બેનર્સ પણ લગાવ્યા હતા.
પોલીસ બંદોબસ્ત વધુ રહેશે
પોલીસે સોસાયટીના રહિશોને દિવાળી સમય દરમિયાન બંદોબસ્ત વધારે ગોઠવવા અંગે માહિતી આપી હતા અને પોલીસ સતર્ક રહેશે તેમ પણ જણાવ્યું હતું. આ ઉપરાંત રાત્રી દરમિયાન પોલીસ પોઇન્ટ પણ વધારવા અંગે સોસાયટીના રહિશોને માહિતગાર કરાયા હતા.
આ પણ વાંચો---CHHOTA UDEPUR : નકલી કચેરીના કૌભાંડના આરોપીના જામીન અરજી ફગાવાયા