ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

લવ જેહાદ! 20 કરોડ રૂપિયા માટે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા, ગર્ભપાત કરાવ્યો

એક કરોડપતિ યુવતીને કઇ રીતે એક મુસ્લિમ શખ્સે પોતાના પ્રેમની જાળમાં ફસાવીને લાંબો સમય સુધી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો અને ગર્ભપાત કરાવતો રહ્યો.
10:24 PM Dec 19, 2024 IST | KRUTARTH JOSHI
featuredImage featuredImage
Businessman's daughter becomes victim of love jihad

નવી દિલ્હી : એક કરોડપતિ યુવતીને કઇ રીતે એક મુસ્લિમ શખ્સે પોતાના પ્રેમની જાળમાં ફસાવીને લાંબો સમય સુધી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો અને ગર્ભપાત કરાવતો રહ્યો. લગ્નની લાલચ આપીને તેને હિંદૂમાંથી મુસ્લિમ પણ બનાવી દીધી હતી. પછી તે યુવતીએ કંટાળીને અગ્નિસ્નાન કરી લીધું હતું.

ઉદ્યોગપતિની દિકરી લવજેહાદમાં ફસાઇ

ઉત્તર પ્રદેશના મુખ્ય શહેર ગાઝીયાબાદમાંથી લવ જેહાદની એક ખતરનાક ઘટના સામે આવી છે. જે વાંચીને તમારો આત્મા પણ કકળી ઉઠશે. એક કરોડપતિ યુવતીને કઇ રીતે એક ધોખેબાજે પોતાની પ્રેમ જાળમાં ફસાવી. લાંબા સમય સુધી તેની સાથે શારીરિક સંબંધો બાંધતો રહ્યો અને ગર્ભપાત કરાવતો રહ્યો. લગ્નની લાલચ આપીને તેને હિંદુ માંથી મુસ્લિમ પણ બનાવી દીધી, પણ લગ્ન ન કર્યા. જો કે તેની નજર યુવતીના એકાઉન્ટમાં પડેલા 20 કરોડ રૂપિયા પર હતી. પ્રેમ મેળવવા માટે આ યુવતી મુસ્લિમ યુવકની ઝાળામં એવી રીતે ફસાતી ગઇ અને પ્રેમ અને પૈસા અને જીવ બધુ જ ગુમાવવું પડ્યું. કવિનગર વિસ્તારમાં 11 ડિસેમ્બરે યુવતીએ આત્મહત્યા કરી લીધી. પોલીસે જ્યારે સમગ્ર મામલે તપાસ કરી તો ચોંકાવનારી વિગતો ખુલી હતી.

આ પણ વાંચો : Delhi : ધક્કામાર પોલિટિક્સમાં નવો વળાંક, રાહુલ ગાંધી વિરુદ્ધ FIR દાખલ

લગ્નનો ઇન્કાર કરતા કર્યો આત્મદાહ

યુવતીએ ધર્માતરણ, દુષ્કર્મ અને લગ્નનો ઇન્કાર બાદ આત્મદાહ કરનારી યુવતી ચાર મહિનાની પ્રેગનેન્ટ હતી. પોલીસના અનુસાર પ્રેમીએ તેના પર ચરિત્રહિનતાનો આક્ષેપ કરીને ફરાઝ નામના શખ્સે તેની સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના કારણે યુવતી એટલી વિક્ષીપ્ત થઇ ગઇ હતી કે 11 ડિસેમ્બરે અંતિમ પગલું ભર્યું. અંતિમ પગલું ભરતા પહેલા યુવતીએ ફરાઝને 120 કોલ કર્યા હતા. જો કે ફરાઝે એક પણ કોલ ઉપાડ્યો નહોતો. ધર્માંતરણ-દુષ્કર્મના સાક્ષ્ય મળવા અંગે પોલીસે ફરાજની ધરપકડ કરી લીધી છે.

પિતા ખુબ જ શાખ ધરાવતા ઉદ્યોગપતિ

ડીસીપી રાજેશ કુમારે જણાવ્યું કે, કવિનગર વિસ્તારના એક 70 વર્ષીય કેંસર પીડિત વૃદ્ધે 17 ડિસેમ્બરે પોલસ કેસ દાખલ કરાવ્યો હતો. તેમણે શાહદરા દિલ્હી નિવાસી વૃદ્ધે 17 ડિસેમ્બરે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. તેમણે ફરાઝ અથર, તેની માં માહે તલબ, બહેન સના અને ભાઇ કાસિફ સહિત 2 અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ આપી હતી. વૃદ્ધના અનુસાર ફરાઝે તેની પુત્રીને પ્રેમ જાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપીને વારંવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. તેણે ધીરે ધીરે ધર્મપરિવર્તન પણ કરાવ્યું અને તેને હિજાબ પહેરવા, નમાઝ પઢવા સહિતના ઇસ્લામના તમામ નિયમો પળાવતો હતો. ફાઇવ સ્ટાર હોટલમાં પરિવારને હાજર રાખીને લગ્નનું વચન આપ્યા બાદ અચાનક એક દિવસ લગ્નનો ઇન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચો : PM મોદીએ કિંગ Charles III સાથે વાત કરી, ભારત-UK સંબંધો મજબૂત કરવા પર ચર્ચા

ફરાઝના પરિવારને શોધી રહી છે પોલીસ

ફરાઝ ચરિત્રહીનતાનો આરોપ લગાવીને લગ્નનો ઇન્કાર કરી દીધો હતો. જેનાથી માનસિક રીતે વિક્ષીપ્ત થઇ ચુકેલી તેની પુત્રીએ 11 ડિસેમ્બરે પોતે આત્મદાહ કરીને આત્મહત્યા કરી લીધી હતી. ડીસીપીએ જણાવ્યું કે, ધર્માંતરણ, દુષ્કર્મ અને ગર્ભપાતના પુરાવા મળવા અંગે આરોપી ફરાઝ અથરની ધરપકડ રી લેવામાં આવી છે. તપાસમાં તેના પરિવારની ભૂમિકા પણ સામે આવી છે. તેની ધરપકડ કરવા માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

મોબાઇલમાં પુરાવા તરીકે રેકોર્ડિંગ અને ચેટિંગ મળ્યું

ડીસીપીના અુસાર યુવતીના ઘરે તથા મોબાઇલ પરથી અનેક પુરાવા મળ્યા છે. મોબાઇલનું ચેટિંગ રેકોર્ડિંગ મળી આવ્યું છે. યુવતીના ઘરેથી ધાર્મિક પુસ્તકો અને ડાયરી પણ મળી છે. ડાયરીમાં અન્ય ધર્મના ક્રિયા કલાપ શીખવાના સ્ટેપ્સ લખેલા છે. મુસ્લિમ ધર્મના ક્રિયા કલાપ માટે ફરાઝે એક ટ્યુટર પણ આપ્યો હતો. આ ઉપરાંત યુવતી અને ફરાઝ વચ્ચેની તમામ વાતચીત મળી છે. જેમાં ફરાઝ અપ્રત્યક્ષ રીતે દહેજ માંગી રહ્યો હતો. ફરાઝની મંશા યુવતી પાસેથી 4 કરોડ રૂપિયા અને ફ્લેટ અને મર્સિડીઝ કાર ની માંગ કરી હતી.

આ પણ વાંચો : અજિત પવાર એક દિવસ Maharashtra ના CM બનશે, દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન

ચાર મહિનાની ગર્ભવતી હતી યુવતી

ફરાઝ 2021 માં પણ યુવતીનો ગર્ભપાત કરાવી ચુક્યો હતો. આત્મહત્યા સમયે પણ યુવતી ચાર મહિનાની ગર્ભવતી હતી. આ અંગે પોલીસે મેડિકલ રિપોર્ટ અને ચેટ પણ જપ્ત કરી છું. આરોપીની બેવફાઇથી ભાંગી પડેલી યુવતીએ આત્મદાહ કર્યો હતો.

કોમન ફ્રેંડ દ્વારા થઇ હતી મુલાકાત

ડીસીપીએ જણાવ્યું કે, ફરાઝની ધરપકડ કરી લેવાઇ છે. તે એમબીએ પાસ છે અને શેર ટ્રેડિંગનો ધંધો કરે છે. યુવતી સાથે તેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી. યુવતી પણ ટ્રેડિંગ અને ઓનલાઇન ઇન્શ્યોરન્સનું કામ કરતી હતી. ફરાઝની મંશા યુવતીના કરોડો રૂપિયાની સંપત્તી હડપી લેવાની હતી. જેના કારણે તેણે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.

આ પણ વાંચો : '41 સેકન્ડમાં 31 થપ્પડ...!, UP પોલીસના ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી

ઓડિયો ક્લિપમાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી

યુવતી ફરાઝને પ્રેમથી ફરુ પુકારે છે. મોબાઇલ સાથે યુવતીની એક ઓડિયો ક્લિપ મળી. જેમાં તે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહી છે. યુવતી કહી રહી છે કે કઇ રીતે આપણો સંબંધ પાછો બંધાયો. આટલી મુશ્કેલીથી મારા પપ્પા માન્યા છે, તારા ઘરવાળા માને છે. આટલી મુશ્કેલીથી આપણી સગાઇ થઇ છે અને તું મારા પર શંકા કરી રહી છે. કોઇ બીજાના કારણે તુ મારા પર શંકા કરી રહી છે. હું તારી પત્ની બનવાની છું અને તું સંબંધ બાંધવા માંગે છે.

લગ્ન પહેલા પૈસા ટ્રાન્સફર કરવાની શરત

આત્મદાહ કરનારી યુવતી એક વેપારીની પુત્રી છે. પિતાએ ધંધા દ્વારા 20 કરોડ રૂપિયા પુત્રીના નામે કર્યા હતા. શરૂઆતી મિત્રો બાદ ફરાઝને યુવતીના એકાઉન્ટમાં મોટા પૈસા હોવાનું ખબર પડી તો પ્રેમમાં ફસાવી. ફરાઝે પોતાના પર દેવું હોવાનું કહીને લાખો રૂપિયા હડપી લીધા. તે ગમે તે પ્રકારે પૈસા પ્રાપ્ત કરવા માંગતી હતી. પાંચ ડિસેમ્બરે તેની પુત્રી સાથે લગ્નના દસ્તાવેજ તૈયાર કરાવી રહ્યા હતા.જો કે છેલ્લી ઘડીએતે તારીખ લંબાવવા દબાણ કરવા લાગ્યો. ફરાઝ સતત સંપત્તીની માંગ કરી રહ્યો છે.તેનાથી આહત થઇને પુત્રીએ 11 ડિસેમ્બરે ચંદ્રપુરી ખાતેના મકાનમાં આત્મદાહ કર્યો.

આ પણ વાંચો : Ahmedabad : રખિયાલમાં અસામાજિક તત્વોનાં આતંક મામલે પોલીસકર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી!

ધર્મ બદલી રહેલી પુત્રીને જોઇને પિતાને એટેક આવ્યો, ઉઠાવ્યો ફાયદો

પીડિત પિતાના અનુસાર થોડા મહિનાથી તેની પુત્રીનો વ્યવહાર બદલાઇ ગયો હતો. 14 નવેમ્બરે તે પુત્રીના રૂમમાં ગયા તો તેમના હોશ ઉડી ગયા. પુત્રી બીજા ધર્મના ક્રિયા કલાપ કરી રહી હતી. આ જોઇને તેને બ્રેન એટેક આવ્યો. જેના કારણે દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. આ દરમિયાન 15 નવેમ્બરે જ્યારે આઇસીયુમાં દાખલ હતી ત્યારે પુત્રી સાથે ફરાઝ પણ આવ્યો હતો. ફરાઝે લગ્નની ઇચ્છા વ્યક્ત કરી. તે મોતની નજીક હતા. ફરાઝે તેનો ફાયદો ઉઠાવીને લગ્ન માટે હા કરી દીધી.

આ પણ વાંચો : VADODARA : MSU માં "પુષ્પારાજ" ડામવા પોલીસ કામે લાગી

Tags :
Businessman's daughter becomes victim of love jihadghazaibad newsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati Newslatest newslovelove jihadSpeed News