Nepal Plane Crase : કઈ કંપનીનું હતું પ્લેન, શું હતું કારણ, જુઓ રુઆંટા ઉભા કરે તેવો Video
કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ (TIA) પર બુધવારે ટેકઓફ દરમિયાન એક પ્લેન ક્રેશ (Nepal Plane Crase) થયું હતું, જેમાં 18 લોકોના મોત થયા હતા. સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN) એ જણાવ્યું કે વિમાનમાં સવાર 19 લોકોમાંથી 18 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્લેનના કેપ્ટન મનીષ શાક્યને બચાવી લેવામાં આવ્યા છે. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
પ્લેન કઈ કંપનીનું હતું?
જે પ્લેન ક્રેશ (Nepal Plane Crase) થયું તે સૌર્ય એરલાઈન્સનું હતું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ટેકઓફના થોડા સમય બાદ જ પ્લેન જમીન પર પડી ગયું અને આગના ગોળામાં લપેટાઈ ગયું. દુર્ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન રનવે પરથી ટેકઓફ થયું ત્યાં સુધી બધુ બરાબર હતું. પરંતુ થોડીવારમાં જ વિમાને તેનું સંતુલન ગુમાવી દીધું હતું.
Nepal નો Plane ક્રેશનો Video આવ્યો સામે | Gujarat First#NepalPlaneCrash #PlaneCrashVideo #AviationAccident #NepalTragedy #CrashFootage #AirSafety #PlaneCrash #BreakingNews #NepalNews #AviationDisaster #gujaratfirst pic.twitter.com/hZqWHDHPIh
— Gujarat First (@GujaratFirst) July 24, 2024
કેવી રીતે પ્લેન ક્રેશ થયું...
કહેવામાં આવી રહ્યું છે કે પ્લેન ટેક ઓફ દરમિયાન ક્રેશ થયું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેન એક તરફ નમ્યું હતું, પ્લેન જમણી તરફ નમતું હતું તેની થોડી જ ક્ષણોમાં તે રનવેથી થોડા અંતરે પડી ગયું હતું. પ્લેન જમીન પર પટકાતાની સાથે જ તેમાં આગ લાગી અને એરપોર્ટ પર ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા. આગ એટલી ભયાનક હતી કે વિમાનમાં સવાર તમામ લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.
પ્લેનમાં સવાર લોકો કોણ હતા?
આ દુર્ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ થઈ જ્યારે પ્લેન રનવે પરથી સરકી ગયું અને આગ લાગી. ઘટનાસ્થળના ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે વિમાન આગમાં ભડકતા પહેલા રનવે પરથી ઝડપથી નીચે ઉતરી રહ્યું છે. આગ લાગ્યા બાદ કાટમાળમાંથી કાળો ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો છે. બોમ્બાર્ડિયર CRJ200 એરક્રાફ્ટમાં એરલાઇનના માત્ર ટેકનિકલ કર્મચારીઓ હતા. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ (TIA)ના ઈન્ફોર્મેશન ઓફિસર જ્ઞાનેન્દ્ર ભુલે જણાવ્યું હતું કે, “વિમાનમાં કોઈ મુસાફરો ન હતા પરંતુ કેટલાક ટેકનિકલ કર્મચારીઓ હતા.
#Nepal
The moment before plane crashing at the tribhuvan international airport.
19 people were board at this plane pic.twitter.com/DujXp65P3M— Ranjay yadav (@RanjayK86) July 24, 2024
સૌર્ય એરલાઈન્સ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે...
ફ્લાઇટ રડાર 24 મુજબ, સૌર્યા નેપાળમાં બે બોમ્બાર્ડિયર CRJ-200 પ્રાદેશિક જેટ સાથે સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, બંને લગભગ 20 વર્ષ જૂના છે. જાન્યુઆરી 2023 માં યેતી એરલાઇન્સની દુર્ઘટનામાં ઓછામાં ઓછા 72 લોકો માર્યા ગયા હતા, જે પાછળથી પાઇલોટ્સ દ્વારા આકસ્મિક રીતે પાવર ડિસ્કનેક્ટ થવાને આભારી હતો.
આ પણ વાંચો : 29 વર્ષની Pornstar ને 62 વર્ષના વૃદ્ધ સાથે થયો પ્રેમ! જુઓ વીડિયો....
આ પણ વાંચો : સુદાનની સ્થિતિ નર્ક કરતા પણ ભયાવહ, 50 વર્ષથી લોકો ભૂખમરો-હિંસાનો થયેલા શિકાર
આ પણ વાંચો : ટ્રમ્પ પર ફાયરિંગ બાદ સિક્રેટ સર્વિસના ડિરેક્ટરે આપ્યું રાજીનામું