Nepal : સવારે ભૂસ્ખલન અને સાંજે સરકારનું રાજીનામું, જાણો પૂરી વિગત
Nepal News : પડોશી દેશ નેપાળમાં આજે વહેલી સવારે ભૂસ્ખલન (Landslides) થી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આવી અનેક કુદરતી સમસ્યાઓ (Natural Problems) થી ઝઝૂમી રહેલા નેપાળમાં હવે રાજકીય સંકટ (Political Crisis) આવ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, નેપાળમાં પુષ્પ કમલ દહલ પ્રચંડની સરકાર પડી ભાંગી છે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ (Pushpa Kamal Dahal) 'પ્રચંડ' ને મોટો ઝટકો લાગ્યો છે. 'પ્રચંડ' સંસદમાં વિશ્વાસ મત ગુમાવી ચૂક્યા છે. ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીની આગેવાની હેઠળની CPN-UMLએ તેમની સરકારને ટેકો પાછો ખેંચી લીધા પછી 'પ્રચંડ'ને વિશ્વાસ મત મેળવવાની ફરજ પડી હતી. આ પાંચમી વખત હતું જ્યારે 'પ્રચંડ'ને સંસદમાં અવિશ્વાસ મતનો સામનો કરવો પડ્યો હતો.
નેપાળમાં આવ્યું રાજકીય સંકટ
નેપાળમાં પહેલા જ દેશની અનેક સમસ્યાથી પરેશાન છે ત્યારે આજે વહેલી સવારે ભૂસ્ખલન થતાં ત્રિશુલી નદીમાં બે બસ તણાઇ ગઇ હતી જેમાં 63 મુસાફરો હોવાનું અનુમાન છે. જ્યારે સાંજના સમયે સમાચાર આવ્યા કે નેપાળ રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. જીહા, નેપાળમાં પુષ્પ કમલ દહલ પ્રચંડના નેતૃત્વમાં સરકાર પડી ગઈ છે. શુક્રવારે તેઓ સંસદમાં વિશ્વાસ મત મેળવી શક્યા ન હોતા, ત્યારબાદ તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ગયા અઠવાડિયે, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઇડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ (CPN-UML) એ તેમની સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો. દેશના 275 સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં, 69 વર્ષીય પ્રચંડને 63 મત મળ્યા, જ્યારે વિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધમાં 194 મત પડ્યા. વિશ્વાસ મત મેળવવા માટે ઓછામાં ઓછા 138 મતની જરૂર હતી. પ્રચંડ 25 ડિસેમ્બર, 2022 ના રોજ પદ સંભાળ્યા પછી 4 વખત વિશ્વાસ મત મેળવવામાં સફળ થયા, પરંતુ આ વખતે તેઓ નિષ્ફળ ગયા હતા. 25 ડિસેમ્બર, 2022 ના રોજ PM બન્યા પછી, દહલ સતત લઘુમતી સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા અને લગભગ 19 મહિના પછી તેમની સરકાર પડી ગઈ છે. 69 વર્ષીય પ્રચંડને 275 સભ્યોની હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં 63 વોટ મળ્યા, જેમાં પ્રસ્તાવની વિરુદ્ધમાં 194 વોટ પડ્યા.
Nepal PM Pushpa Kamal Dahal loses the vote of confidence in the lower house of the Federal Parliament: House Speaker
Dahal lost the confidence motion with 194 votes in against and 63 votes in his support. Dahal is set to go President Office from parliament. While one lawmaker…
— ANI (@ANI) July 12, 2024
પુષ્પ કમલ દહલે શું કહ્યું?
અગાઉ, પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' એ શુક્રવારે નેપાળી કોંગ્રેસ અને (CPN-UML) ની તીખી ટીકા કરી હતી કે તેઓ સહિયારા સિદ્ધાંતોને બદલે ડરથી ગઠબંધન કરવા માટે, દેશને પતનના માર્ગ પર ધકેલવાનો આરોપ લગાવી રહ્યા છે. વિશ્વાસ મત પહેલાં પ્રતિનિધિ સભાને સંબોધતા પ્રચંડે કહ્યું કે નેપાળી કોંગ્રેસ (NC) અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઇડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ (CPN-UML) એ સાથે મળીને કામ કર્યું છે, જેનાથી દેશમાં સુશાસનના મૂળિયાં જામી ગઇ છે. પ્રચંડે કહ્યું, "જો NC અને UML સમાન માન્યતાઓ અથવા ધ્યેયો માટે એક થયા હોત, તો હું ચિંતિત ન હોત." તેના બદલે, તમે સારા સુશાસનથી ડરો છો.”
ઉલ્લેખનીય છે કે, નેપાળી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાના નિર્ણયનો બચાવ કરતા ઓલીએ બુધવારે કહ્યું હતું કે, બંને પક્ષોની ભાગીદારીથી ફ્રિન્જ પાર્ટીઓ અને તેમની અસંગત ચાલને હરાવવાની જરૂર છે. નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા પહેલાથી જ ઓલીને આગામી વડાપ્રધાન તરીકે સમર્થન આપી ચૂક્યા છે. બંને પક્ષોએ કહ્યું કે તેઓ રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવા અને નેપાળને સમૃદ્ધ બનાવવા અને નેપાળની જનતાને સમૃદ્ધ બનાવવા માટે બંધારણમાં સુધારો કરવાની જરૂરિયાત પર સંમત થયા છે.
આ પણ વાંચો - Nepal : ભૂસ્ખલન થતાં ત્રિશુલી નદીમાં 2 બસ તણાઇ…
આ પણ વાંચો - Earthquake : Philippines માં 7. 1ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપને કારણે ધરતી ધ્રૂજી, સુનામી એલર્ટ જારી…