Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ન તો આગની અસર કે ન તો ભૂકંપ જેવી આફત, નવી સંસદ ભવનની આવી છે ખાસિયતો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ થતાની સાથે જ ભારતના નવા સંસદ ભવન એ ભારતના 96 વર્ષ જૂના સંસદ ભવનનું સ્થાન લીધું છે. નવી સંસદ ઘણી રીતે અદ્ભુત અને અનન્ય છે....
ન તો આગની અસર કે ન તો ભૂકંપ જેવી આફત  નવી સંસદ ભવનની આવી છે ખાસિયતો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ થતાની સાથે જ ભારતના નવા સંસદ ભવન એ ભારતના 96 વર્ષ જૂના સંસદ ભવનનું સ્થાન લીધું છે. નવી સંસદ ઘણી રીતે અદ્ભુત અને અનન્ય છે. તેની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, નવી સંસદને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે ન તો આગથી પ્રભાવિત થશે અને ન તો ભૂકંપ જેવી આફતથી પ્રભાવિત થશે.

Advertisement

પરંપરાગત પોશાકમાં સજ્જ વડાપ્રધાન મોદી ગેટ નંબર એકથી સંસદ સંકુલની અંદર આવ્યા જ્યાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમનું સ્વાગત કર્યું. નવા સંસદભવનના ઉદ્ઘાટન સમયે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે કર્ણાટકમાં શૃંગેરી મઠના પૂજારીઓ દ્વારા વૈદિક સ્તોત્રોના મંત્રોચ્ચાર વચ્ચે વડા પ્રધાને 'ગણપતિ હોમમ' વિધિ કરી હતી.

Advertisement

વડા પ્રધાને 'સેંગોલ' (રાજદંડ) ને પ્રણામ કર્યા અને તેમના હાથમાં પવિત્ર રાજદંડ સાથે તમિલનાડુના વિવિધ અધ્યામના પૂજારીઓના આશીર્વાદ લીધા. 'નાદસ્વરમ'ની ધૂન વચ્ચે વડાપ્રધાન મોદી સેંગોલને નવા સંસદ ભવન પર લઈ ગયા અને લોકસભા ચેમ્બરમાં સ્પીકરની સીટની જમણી બાજુએ એક ખાસ જગ્યાએ સ્થાપિત કર્યું. પીએમએ નવા સંસદ ભવનનાં નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર કેટલાક કર્મચારીઓનું પણ સન્માન કર્યું હતું.

અગાઉ, રવિવારે નવા સંસદ ભવનમાં 'સેંગોલ'ની સ્થાપના પહેલા અધિનમે શનિવારે વડા પ્રધાનને આશીર્વાદ આપ્યા હતા. આ ઘટનામાં તમિલ સંસ્કૃતિ અને પરંપરાએ વિશેષ ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન સર્વધર્મ પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

કેવી છે નવી સંસદ?

નવી સંસદ ભવનની ભવ્યતા સામે વિદેશી સંસદ પણ નિષ્ફળ જતી જોવા મળી રહી છે. ચાર માળના સંસદ ભવન વિશે જાણવા માટે લોકોની ઉત્સુકતા વધી છે. પીએમ મોદીએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ 10 ડિસેમ્બર 2020 ના રોજ તેનો પાયો નાખ્યો હતો. નવી સંસદ ભવન કુલ 64,500 ચોરસ મીટર વિસ્તારમાં બનેલ છે. નવા સંસદ ભવનમાં સાંસદો માટે એક લાઉન્જ, એક પુસ્તકાલય, અનેક કમિટી રૂમ, ડાઇનિંગ એરિયા સાથેનો ભવ્ય બંધારણ હૉલ અને પૂરતી પાર્કિંગ જગ્યા છે. નવી સંસદ ચાર માળની ત્રિકોણાકાર આકારની છે. નવી સંસદમાં ત્રણ મુખ્ય દ્વાર છે, જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર. VIP, સાંસદ અને મુલાકાતીઓ માટે અલગ પ્રવેશદ્વાર છે.

ક્ષમતાના સંદર્ભમાં, નવા સંસદ ભવનમાં રાજ્યસભાની ચેમ્બરમાં 384 બેઠકો છે, જે જૂની રાજ્યસભાની ક્ષમતા કરતાં 134 વધુ છે. નવી સંસદ બંને ગૃહોની સંયુક્ત બેઠક માટે પણ યોગ્ય છે. લોકશાહીનું નવું પ્રતીક એટલે કે નવું સંસદ ભવન રૂ. 862 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. સંવિધાનની નકલ નવા સંસદ ભવનનાં કોન્સ્ટીટ્યુશન હોલમાં રાખવામાં આવશે. ઈમારતમાં સાંસદો અને વીઆઈપી માટે અલગ-અલગ એન્ટ્રી હશે.

આ પણ વાંચો : PM મોદીએ કર્યું નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, તમામ ધર્મના ગુરુઓએ કરી પ્રાર્થના

Tags :
Advertisement

.