Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Neil Armstrong : ચંદ્ર પર સૌથી પહેલો પગ મુકનાર અંતરિક્ષ યાત્રીની આજે પુણ્યતિથી..

ભારતે 23 ઓગષ્ટે ચંદ્ર (moon)ના દક્ષિણ ધ્રુવ પર મુકીને ઇતિહાસ રચ્યો છે અને ઇસરોના વૈજ્ઞાનિકોએ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે ચંદ્ર પર સહુથી પહેલો પગ મુકનારા અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ (Neil Armstrong)ની પણ યાદ આવે તે સીધી વાત છે....
neil armstrong   ચંદ્ર પર સૌથી પહેલો પગ મુકનાર અંતરિક્ષ યાત્રીની આજે પુણ્યતિથી
ભારતે 23 ઓગષ્ટે ચંદ્ર (moon)ના દક્ષિણ ધ્રુવ પર મુકીને ઇતિહાસ રચ્યો છે અને ઇસરોના વૈજ્ઞાનિકોએ અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે ચંદ્ર પર સહુથી પહેલો પગ મુકનારા અમેરિકન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ (Neil Armstrong)ની પણ યાદ આવે તે સીધી વાત છે. આજે નીલ આર્મસ્ટ્રોંગની પુણ્યતિથી છે. આજથી બરાબર 54 વર્ષ પહેલા નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્રની ધરતી પર પગ મુક્યો હતો અને તેઓ ચંદ્રની ધરતી પર મુકનારા પહેલા માનવ બની ગયા હતા.
નીલ આર્મસ્ટ્રોંગનું 2012માં અવસાન થયું હતું
નીલ આર્મસ્ટ્રોંગનું 2012માં આજના દિવસે 25 ઓગષ્ટે અવસાન થયું હતું.  નીલ આર્મસ્ટ્રોંગ( Dr. h. c. Neil Alden Armstrong) પૃથ્વી પર રહેતા તેમ જ પૃથ્વી પરથી અવકાશયાન દ્વારા ચંદ્રની ધરતી પર પર જુલાઇ ૨૧, ૧૯૬૯ના દિને સફળતાપૂર્વક સૌપ્રથમ આરોહણ કરનાર અવકાશશાસ્ત્રી છે, જે અમેરીકાના વતની હતા. તેઓ નૌકાદળના એવિએટર, ટેસ્ટ પાઇલોટ અને યુનિવર્સિટી પ્રોફેસર પણ હતા.તેમનો જન્મ ઓગસ્ટ ૫, ૧૯૩૦ના દિને અમેરીકાના ઓહીયો ખાતે થયો હતો. તથા મૃત્યુ ઓગસ્ટ ૨૫, ૨૦૧૨ ના રોજ થયું હતું. ચંદ્ર પર ચાલનારા તેઓ‌ પ્રથમ વ્યક્તિ હતા. જુલાઈ ૨૧, ૧૯૬૯ના રોજ ચંદ્ર પર ઊતરતી વખતે તેમણે કીધું હતું કે “ આ માણસના નાના ડગ છે અને માનવતાની મોટી છલાંગ છે
નીલ આર્મસ્ટ્રોંગે બપોરે 2.56 કલાકે ચંદ્ર પર પગ મુક્યો હતો
21 જુલાઇ, 1969ના રોજ 54 વર્ષ પહેલા નાસાના અંતરિક્ષયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મુકીને ઇતિહાસ રચ્યો હતો. તેમણે ભવિષ્યમાં અંતરિક્ષમાં પહોંચવાની મનુષ્યની કલ્પનાની સંભાવનાઓના દરવાજા ખોલી નાંખ્યા હતા. 16 જુલાઇ 1969ના રોજ નાસાનું અપોલો-11 મિશન લોન્ચ થયું હતું અને તેના દ્વારા ચંદ્ર પર પહોંચીને અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે બપોરે 2.56 કલાકે ચંદ્ર પર પગ મુક્યો હતો. તેમની સાથે બજ આલ્ડ્રિન અને માઇક કોલિન્સ પણ મિશન પર ગયા હતા પણ ચંદ્ર પર પગ મુકવામાં નીલ આર્મસ્ટ્રોંગ નસીબદાર નિકળ્યા હતા.
ચંદ્રની જમીન પર 21 કલાક અને 31 મિનિટ રોકાયા હતા
નાસા દ્વારા અપોલો 11 મિશન શરુ કરાયું હતું અને માનવીને ચંદ્ર પર મોકલવા માટે અથાગ મહેનત કરી હતી. મનુષ્યને ચંદ્ર પર મોકલીને તેને હેમખેમ પરત લાવવો પડકારસમાન કાર્ય હતું પણ નાસાના વૈજ્ઞાનિકોએ તે કરી બતાવ્યું હતું.   નીલ આર્મસ્ટ્રોંગ સહિતના અંતરિક્ષ યાત્રી જ્યારે ચંદ્રની કક્ષામાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ચંદ્રની સપાટી પર ઉંડા ખાડા છે અને ઉંચા નીચા પર્વતો છે. 20 જુલાઇએ નીલ આર્મસ્ટ્રોંગની અને આલ્ડ્રિનને લઇને ઇગલ લેન્ડર રાત્રીએ ઉતર્યું હતું અને ત્યારબાદ અનેક પ્રકારની તૈયારી કરી નીલ આર્મસ્ટ્રોંગે 21 જુલાઇએ બપોરે ચંદ્રની ધરતી પર પગ મુક્યો હતો. તેના બાદ આલ્ડ્રિન પણ ઉતર્યો હતો. બંનેએ ચંદ્રની સપાટી પરની માટી સહિતના નમુના લીધા હતા. બંને ચંદ્રની જમીન પર 21 કલાક અને 31 મિનિટ રોકાયા હતા.  ત્યારબાદ તમામ અંતિરક્ષ યાત્રી 24 જુલાઇ, 1969ના રોજ ધરતી પર પરત ફર્યા હતા. તમામને 21 દિવસ અલગ અલગ રુમમાં રખાયા હતા.
Advertisement
Tags :
Advertisement

.