Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NEET UG Exam Result : ગુજરાતનાં અનેક સેન્ટરનાં પરિણામ ચોંકાવનારાં! 85% વિદ્યાર્થીઓને કટઓફથી વધુ માર્ક્સ

આજે NEET UG ની પરિક્ષાનું પરિણામ જાહેર (NEET UG Exam Result) કરવામાં આવ્યું છે. આ પરિણામ ઓનલાઈન જાહેર કરાયું છે. NEET UG ની પરિક્ષાના પરિણામમાં ગુજરાતનાં (Gujarat) અનેક સેન્ટરનાં પરિણામ ચોંકાવનારા રહ્યા છે. માહિતી મુજબ, ગુજરાતનાં 85 ટકા લોકોએ કટઓફથી...
neet ug exam result   ગુજરાતનાં અનેક સેન્ટરનાં પરિણામ ચોંકાવનારાં  85  વિદ્યાર્થીઓને કટઓફથી વધુ માર્ક્સ
Advertisement

આજે NEET UG ની પરિક્ષાનું પરિણામ જાહેર (NEET UG Exam Result) કરવામાં આવ્યું છે. આ પરિણામ ઓનલાઈન જાહેર કરાયું છે. NEET UG ની પરિક્ષાના પરિણામમાં ગુજરાતનાં (Gujarat) અનેક સેન્ટરનાં પરિણામ ચોંકાવનારા રહ્યા છે. માહિતી મુજબ, ગુજરાતનાં 85 ટકા લોકોએ કટઓફથી વધુ ગુણ મેળવ્યાં છે. રાજકોટ (Rajkot) સેન્ટરમાંથી 12 વિદ્યાર્થીને 700 થી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે અમદાવાદ (Ahmedabad) કેન્દ્રમાંથી 4 વિદ્યાર્થીઓ અને આણંદ (Anand) સેન્ટરમાંથી 18 વિદ્યાર્થીઓએ 700 થી વધુ માર્ક્સ મેળી કટઓફ માર્ક મેળવ્યા છે.

ગુજરાતનાં અનેક સેન્ટરનું રીઝલ્ટ ચોંકાવનારું

NEET UG પેપર લીક મુદ્દે થયેલા હોબાળા વચ્ચે, આજે NEET UG ની પરિક્ષાનું પરિણામ (NEET UG Exam Result) ઓનલાઈન જાહેર કરાયું છે. NEET UG પરીક્ષા પરિણામમાં ગુજરાતના અનેક સેન્ટરનું રીઝલ્ટ ચોંકાવનારું રહ્યું છે. ગુજરાતનાં 85 ટકા વિદ્યાર્થીઓને કટઓફથી વધુ ગુણ મળ્યા છે. સૌથી વધુ રાજકોટ સેન્ટરમાંથી 12 વિદ્યાર્થીને 700 થી વધુ માર્ક્સ મેળવ્યા છે. જ્યારે, અમદાવાદ (Ahmedabad) કેન્દ્રમાંથી 4 વિદ્યાર્થીઓ અને આણંદ સેન્ટરમાંથી 18 વિદ્યાર્થીઓને 700 થી વધુ માર્ક્સ મેળ્યા છે. ચોંકાવનારી માહિતી મુજબ, ધો. 12 માં નાપાસ વિદ્યાર્થીને પણ 705 માર્ક આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

રાજકોટમાં 248 વિદ્યાર્થીને 600 થી 700 વચ્ચે માર્ક્સ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, આણંદ સેન્ટરમાંથી 590 પૈકી 383 ને 164 થી વધુ માર્ક્સ આવ્યા છે. આ 383 પૈકી 18 વિદ્યાર્થીને 610 થી વધુ માર્ક્સ, 30 વિદ્યાર્થીને 500 થી 600 વચ્ચે માર્ક્સ મળ્યા છે. અમદાવાદની વાત કરીએ તો 48 વિદ્યાર્થીને નીટમાં (NEET) 600 થી વધુ માર્ક્સ મળ્યા છે. માહિતી મુજબ, અમદાવાદ DPS સેન્ટરમાં 4 વિદ્યાર્થીને 710 અને 4 વિદ્યાર્થીઓને 705 માર્ક્સ મળ્યા હોવાની માહિતી છે. જ્યારે રાજકોટમાં 248 વિદ્યાર્થીને 600 થી 700 વચ્ચે અને રાજકોટમાં 12 વિદ્યાર્થીને 700 થી વધુ માર્ક્સ મળ્યા છે. આ સાથે NEET UG ની પરિક્ષાનાં પરિણામને લઈ અનેક સવાલ પણ ઊભા થયા છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : સિનિયર IAS ઓફિસરની પત્નીએ ઝેરી દવા ગટગટાવી

આ પણ વાંચો - NEET UG : સીકરમાં 8 અને રાજકોટમાં 12 વિદ્યાર્થીઓએ 700+ માર્ક્સ મેળવ્યા...

આ પણ વાંચો - Gandhinagar : મંત્રી રૂપિયા લઈને આપતા સરકારી નોકરી ? PA સામે ઠાકોર સમાજનાં ગંભીર આક્ષેપ

Tags :
Advertisement

Trending News

.

×