ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NEET UG : સીકરમાં 8 અને રાજકોટમાં 12 વિદ્યાર્થીઓએ 700+ માર્ક્સ મેળવ્યા...

NEET UG પેપર લીક મુદ્દે થયેલા હોબાળા વચ્ચે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ શનિવારે NEET UG 2024 નું સેન્ટર અને સિટી વાઈઝનું પરિણામ જાહેર કર્યું. પરિણામ જાહેર થતાની સાથે જ પરીક્ષાની પવિત્રતા પર ફરી એકવાર સવાલો ઉભા થઇ રહ્યા છે....
07:53 PM Jul 20, 2024 IST | Dhruv Parmar

NEET UG પેપર લીક મુદ્દે થયેલા હોબાળા વચ્ચે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ શનિવારે NEET UG 2024 નું સેન્ટર અને સિટી વાઈઝનું પરિણામ જાહેર કર્યું. પરિણામ જાહેર થતાની સાથે જ પરીક્ષાની પવિત્રતા પર ફરી એકવાર સવાલો ઉભા થઇ રહ્યા છે. કારણ કે, પહેલાની જેમ આ વખતે પણ ઘણા રાજ્યોના કેન્દ્રો પરથી ઉમેદવારોને 700 થી વધુ માર્ક્સ આપવામાં આવ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાતના રાજકોટના એક સેન્ટરમાંથી 12 વિદ્યાર્થીઓએ 700 થી વધુ માર્ક્સ મેળવ્યા છે અને રાજસ્થાનના સીકર સેન્ટરના 8 વિદ્યાર્થીઓએ પણ 700 થી વધુ માર્ક્સ મેળવ્યા છે. તમે જાણો જ છો કે, NEET UG પરીક્ષા 5 મેના રોજ 14 વિદેશી શહેરો સહિત 571 શહેરોમાં 4,750 કેન્દ્રો પર લેવામાં આવી હતી. જેમાં 24 લાખ વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.

ચોંકાવનારા પરિણામો સામે આવ્યા...

પરીક્ષામાં કથિત ગેરરીતિઓની ચાલી રહેલી તપાસ વચ્ચે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ શનિવારે મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) ના સેન્ટર વાઈઝ અને સીટી વાઈઝ પરિણામો જાહેર કર્યા છે. NEET UG પરીક્ષાના પરિણામો 4 જૂન, 2024 ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, તે જ દિવસે લોકસભા ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, પરીક્ષામાં ગેરરીતિને લઈને દેશવ્યાપી ખળભળાટ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ આ કેસ CBI ને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં અનેક ઘણા આરોપીઓની ધરોપકડ કરવામાં આવી છે. NEET UG ઉપરાંત, સુપ્રીમ કોર્ટ પરીક્ષા આયોજિત કરવામાં કકથિત અનિયમિતતાને લગતી અનેક અરજીઓની સુનાવણી કરી રહી છે.

સીકરના 8 વિદ્યાર્થીઓએ 700 થી વધુ માર્ક્સ મેળવ્યા...

હવે પ્રાદેશિક મુજબના પરિણામો જાહેર થયા બાદ ફરી એકવાર NEET-UG પેપર લીકનો મામલો સામે આવ્યો છે. ગુજરાત સહિત અનેક રાજ્યોના પરીક્ષા કેન્દ્રો પરથી ચોંકાવનારા પરિણામો જોવા મળ્યા છે. રાજકોટના એક સેન્ટરમાં કુલ 1968 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 12 વિદ્યાર્થીઓના માર્ક 700 થી વધુ અને 115 વિદ્યાર્થીઓના માર્ક 650 થી વધુ હતા. રાજસ્થાનના સીકર પરીક્ષા કેન્દ્રમાંથી પણ સમાન પરિણામો જોવા મળ્યા છે. સીકરમાં વિદ્યા ભારતી પબ્લિક સ્કૂલ પરીક્ષા કેન્દ્રના 8 વિદ્યાર્થીઓના માર્ક્સ 700 થી વધુ છે, અહીંથી 1001 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો...

હરિયાણાના બહાદુરગઢની હરદયાલ પબ્લિક સ્કૂલમાં કુલ 494 વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપી હતી. આમાંથી સૌથી વધુ સ્કોર 682 હતો, જે માત્ર એક વિદ્યાર્થીએ હાંસલ કર્યો હતો. તે જ સમયે, માત્ર 13 વિદ્યાર્થીઓ 600 થી વધુ માર્કસ મેળવવામાં સફળ થયા હતા. નોંધનીય છે કે આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું હતું કે ઉમેદવારોની ઓળખ જાહેર કર્યા વિના પરિણામ જાહેર કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે તે એ જાણવા માગે છે કે કથિત વિવાદિત કેન્દ્રો પર પરીક્ષા આપનાર ઉમેદવારોને અન્ય સ્થળોએ પરીક્ષા આપનારા ઉમેદવારો કરતાં વધુ માર્ક્સ મળ્યા છે કે કેમ.

આ પણ વાંચો : Pilibhit Accident : કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ રોડ અકસ્માતમાં ઘાયલ, માથામાં થઇ ઈજા...

આ પણ વાંચો : Haryana : CM કેજરીવાલની પત્નીએ AAP નું 'ગેરંટી' કાર્ડ લોન્ચ કર્યું, યુવાનો માટે કરી મોટી જાહેરાત...

આ પણ વાંચો : Amit Shah ની સુરક્ષામા મોટી ચૂક!, બે યુવકો કરી રહ્યા હતા પીછો...

Tags :
GujaratGujarati NewsIndiaNationalNEET Center Wise ResultNEET Paper LeakNEET UG paper leakNEET UG ResultRAJKOTSikarSupreme Court
Next Article