NEET PAPER LEAK : કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ સ્વીકારી પરિણામોના ગેરરીતિની વાત, કહ્યું - કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં
NTA ના વિરોધમાં દેશભરના વિધાર્થીઓ એકસૂરમાં સાથે આવ્યા છે. હવે આ મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ વાત કહી છે.તેમણે સ્વીકાર્યું છે કે, NEET પરીક્ષાના પરિણામોમાં કેટલીક ગેરરીતિઓ થઈ છે અને આમાં સંડોવાયેલા કોઈપણ વરિષ્ઠ અધિકારીને બક્ષવામાં આવશે નહીં. તેમણે એ પણ સ્વીકાર્યું કે NTAમાં સુધારાની જરૂર છે. નોંધનીય છે કે, NEET પરીક્ષાના પરિણામોમાં ગેરરીતિને લઈને દેશભરના વિદ્યાર્થીઓ અને વાલીઓ NTAનો વિરોધ કરી રહ્યા છે.
વાલીઓ અને વિધાર્થીઓનો ઉગ્ર વિરોધ
NEET પરીક્ષાના પરિણામોમાં અનિયમિતતાઓને લઈને દિલ્હી હાઈકોર્ટ સહિત સાત હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવી છે. એટલું જ નહીં NSUI, AISA, SFI અને ABVP જેવી મોટી શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી સંગઠનો પણ વિદ્યાર્થીઓની સાથે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે.બિહારના પટના-નાલંદા અને ગુજરાતના ગોધરામાં NEET પેપર લીક તરફ ઈશારો કરતા ઘણા પુરાવા મળ્યા છે. આ મામલે પકડાયેલા ઘણા આરોપીઓએ EOUની પૂછપરછ દરમિયાન પેપર લીક અને એજન્સીના અધિકારીઓ સાથે સાંઠગાંઠની કબૂલાત કરી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું - કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં, તેમને સખતમાં સખત સજા મળશે
#WATCH | Sambalpur, Odisha: On the NEET issue, Union Education Minister Dharmendra Pradhan says, "On the recommendations of Supreme Court, the order has been given for re-test of 1,563 candidates...Some irregularities have come to light in two places. I assure students and… pic.twitter.com/yrdvdAcn4g
— ANI (@ANI) June 16, 2024
સમગ્ર મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે 'NEETના સંબંધમાં બે પ્રકારની અનિયમિતતાઓ સામે આવી છે.પ્રારંભિક માહિતી એવી હતી કે કેટલાક વિદ્યાર્થીઓને ઓછા સમયના કારણે ગ્રેસ નંબર આપવામાં આવ્યા હતા અને કેટલીક અનિયમિતતાઓ સામે આવી છે. હું વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપું છું કે સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે' તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે તમામ મુદ્દાઓને નિર્ણાયક તબક્કામાં લઈ જઈશું. જે પણ વરિષ્ઠ અધિકારીઓ હશે તેમને બક્ષવામાં આવશે નહીં. NTA માં ઘણા સુધારાની જરૂર છે. સરકાર આને લઈને ચિંતિત છે, કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં, તેમને સખતમાં સખત સજા મળશે.
આ પણ વાંચો : BIHAR : પટના પાસે ગંગા દશેરાના દિવસે જ બોટ ગંગામાં ડૂબી, 17 લોકો ડૂબ્યા