NEET Exam : CBI તપાસની માંગ પર સુપ્રીમ કોર્ટે NTA ને નોટિસ ફટકારી, 8 જુલાઈએ થશે સુનાવણી...
NEET પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં વધી રહેલા રોષ વચ્ચે આજે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે હાલમાં CBI તપાસની માંગ કરતી અરજી પર કોઈ આદેશ આપવાનો ઈન્કાર કર્યો છે. સર્વોચ્ચ અદાલતે આ સંદર્ભમાં NTA ને નોટિસ ફટકારીને બે અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે. હવે NEET પરીક્ષા સંબંધિત તમામ અરજીઓની સુનાવણી 8 જુલાઈએ થશે. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો છે.
કેન્દ્ર પસંદ કરવા લાંચ આપી હતી...
જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચે આ કેસની સુનાવણી દરમિયાન CBI તપાસની માંગ પર હજુ સુધી કોઈ આદેશ આપ્યો નથી. હવે આ કેસની સુનાવણી 8 મી જુલાઈએ થશે. CBI તપાસની માંગ કરતી અરજીમાં મોટા પાયા પર પેપર લીકની ઘટનાઓને ટાંકીને ઈચ્છિત પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટે અપનાવવામાં આવી રહેલી યુક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, ઓડિશા, ઝારખંડ અને ગુજરાત જેવા રાજ્યોના વિદ્યાર્થીઓએ NEET પરીક્ષામાં બેસવા માટે ગુજરાતના ગોધરા ખાતેનું એક ચોક્કસ કેન્દ્ર પસંદ કર્યું. આ વિદ્યાર્થીઓએ NEET ક્લીયર કરવા અને ગોધરામાં એક ખાસ કેન્દ્ર જય જલરામ સ્કૂલમાં પોતાનું કેન્દ્ર પસંદ કરવા માટે રૂ. 10 લાખની લાંચ આપી હતી.
અમે 1563 વિદ્યાર્થીઓની પુનઃપરીક્ષાનો આદેશ આપ્યો નથી: SC
આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટે ગ્રેસ માર્કસવાળા 1563 વિદ્યાર્થીઓની પુન: પરીક્ષાનો આદેશ આપ્યો નથી. સુનાવણી દરમિયાન, NTA એ તેને રદ કરવાની વાત કરી અને ફરીથી પરીક્ષા લેવાનો આદેશ આપ્યો. અરજીકર્તાએ CBI તપાસની માંગ કરી, જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું, શું સુપ્રીમ કોર્ટ આજે જ તપાસનો આદેશ આપી શકે છે? કોર્ટે હાલમાં CBI તપાસ પર કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. તે જ સમયે, એક અરજદારે પેપર લીક કેસમાં નોંધાયેલી FIR નો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી 8 મી જુલાઈએ થશે.
આ પણ વાંચો : Road Accident : ડ્રાઈવરની બેદરકારીના કારણે કન્ટેનર અને મિની ટ્રક વચ્ચે અકસ્માત, 6 ના મોત
આ પણ વાંચો : Kuwait Fire : કુવૈતથી એર્નાકુલમ પહોંચ્યા 45 ભારતીયના મૃતદેહ…
આ પણ વાંચો : Maharashtra Politics : NCP અને BJP નેતાઓ વચ્ચે ઘર્ષણ, ભુજબળે RSS વિશે કહ્યું કંઇક આવું…