Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પહેલવાનોના સમર્થનમાં આવ્યા ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડા

ભારતના ટોચના બરછી ફેંકનાર નીરજ ચોપડા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનો વિરોધ કરી રહેલા પહેલવાનોના સમર્થનમાં સામે આવ્યા છે. હાલમાં ભારતના સ્ટાર પહેલવાન વિનેશ ફોગટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત અનેક કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ...
પહેલવાનોના સમર્થનમાં આવ્યા ઓલમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડા

ભારતના ટોચના બરછી ફેંકનાર નીરજ ચોપડા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનો વિરોધ કરી રહેલા પહેલવાનોના સમર્થનમાં સામે આવ્યા છે. હાલમાં ભારતના સ્ટાર પહેલવાન વિનેશ ફોગટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત અનેક કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજોની જાતીય સતામણી અને ડરાવવાના આરોપોને લઈને જંતર-મંતર પર ધરણા પર બેઠા છે. આ તમામનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ આ મુદ્દાને છોડશે નહીં, તો બીજી તરફ આ ધરણાને સમર્થન આપવા હવે નીરજ ચોપડા સામે આવ્યા છે.

Advertisement

નીરજ ચોપરાએ ટ્વીટ કરી પોતાની પ્રતિક્રિયા આપી

ભારતના સ્ટાર કુસ્તીબાજો આજે દિલ્હીના જંતર-મંતર પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ સિંહની FIR અને તાત્કાલિક ધરપકડની માંગ કરી રહ્યા છે. હવે આ ખેલાડીઓનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરતી અરજી પર દિલ્હી પોલીસને નોટિસ જારી કરી છે. હવે આ મામલે 28 એપ્રિલ, શુક્રવારના રોજ સુનાવણી થશે. જણાવી દઈએ કે ઓલિમ્પિયન બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને ફોગાટ બહેનો વિરોધ કરી રહેલા રેસલર્સ સાથે છે. જણાવી દઇએ કે, દેશ માટે મેડલ જીતનાર કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે તેમની અરજી પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ દરમિયાન દેશના ઘણા નામાંકિત ખેલાડીઓ પણ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં આવવા લાગ્યા છે. શુક્રવારે સવારે ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ કુસ્તીબાજોની હડતાળ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. નીરજ ચોપડાએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનું સમર્થન કરતા આ મામલે વહેલી તકે ન્યાયની માંગ ઉઠાવી છે. નીરજ ચોપરાએ ટ્વીટ દ્વારા આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. નીરજ ચોપરા પહેલા, અન્ય એક ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અભિનવ બિન્દ્રાએ પણ કુસ્તીબાજોને ટેકો આપતાં તપાસ અને ન્યાયની માંગ ઉઠાવી હતી.

Advertisement

નીરજ ચોપરાએ ટ્વિટર પર લખ્યું, "અમારા એથ્લેટ્સને ન્યાયની માંગ કરતા રસ્તાઓ પર જોઈને મને દુઃખ થાય છે. તેઓએ આપણા મહાન રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા અને આપણને ગૌરવ અપાવવા માટે સખત મહેનત કરી છે. એક રાષ્ટ્ર તરીકે, અમે દરેક વ્યક્તિ અથવા રમતવીરની ગરિમાનું રક્ષણ કરવા માટે જવાબદાર છીએ. જે થઈ રહ્યું છે તે ક્યારેય ન થવું જોઈએ. આ એક સંવેદનશીલ મુદ્દો છે અને તેનો નિષ્પક્ષ અને પારદર્શક રીતે નિકાલ થવો જોઈએ. ન્યાય મળે તેની ખાતરી કરવા સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ."

Advertisement

બ્રિજભૂષણને પદ પરથી હટાવવાની માંગ ઉગ્ર બની

કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર જાતીય શોષણ જેવા અનેક ગંભીર આરોપો લગાવ્યા છે અને તેમની માંગ છે કે તેમને પ્રમુખ પદેથી હટાવીને પોલીસ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવે. કુસ્તીબાજોએ એવી પણ માંગ કરી છે કે રમત મંત્રાલય દ્વારા રચવામાં આવેલી WFIની મોનિટરિંગ કમિટીના તપાસ રિપોર્ટને સાર્વજનિક કરવામાં આવે. નીરજે કહ્યું, 'આ એક સંવેદનશીલ મુદ્દો છે અને તેનો નિષ્પક્ષ અને પારદર્શક રીતે નિકાલ થવો જોઈએ. સંબંધિત અધિકારીઓએ ન્યાય સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. કુસ્તીબાજો તેમની માંગણીઓ સાથે હાઈકોર્ટમાં ગયા છે. કોર્ટે બ્રિજ ભૂષણ પર લાગેલા યૌન શોષણના આરોપોને ગંભીર ગણાવ્યા અને કહ્યું કે તે આ મામલે 28 એપ્રિલે સુનાવણી કરશે.

આ પણ વાંચો - કિરણ પટેલ કરતાં પણ મોટા ઠગની ધરપકડ, SBIને 350 કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.