Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IND w vs BAN w 2nd T20I : ભારતે બાંગ્લાદેશને 8 રને હરાવ્યું, સીરિઝમાં 2-0થી આગળ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની સીરિઝ જીતી 3 મેચોની સીરિઝમાં બીજી મેચમાં બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું ભારતીય ટીમે શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ હાંસલ કરી ભારતની આ શ્રેણીમાં સતત બીજી જીત, શેફાલી વર્મા છવાઈ   ભારતીય મહિલા ટીમ હાલ બાંગ્લાદેશના...
05:48 PM Jul 11, 2023 IST | Hiren Dave

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની સીરિઝ જીતી
3 મેચોની સીરિઝમાં બીજી મેચમાં બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું
ભારતીય ટીમે શ્રેણીમાં 2-0થી અજેય સરસાઈ હાંસલ કરી
ભારતની આ શ્રેણીમાં સતત બીજી જીત, શેફાલી વર્મા છવાઈ

 

ભારતીય મહિલા ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયાએ બીજી T20 મેચમાં બાંગ્લાદેશને 8 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા તરફથી દિપ્તી શર્મા અને શેફાલી વર્માએ સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ લઈ ભારતની જીત નિશ્ચિત કરી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-0થી આગળ થઈ ગઈ છે અને T20 સીરિઝ પર કબજો કરી લીધો છે.

 

છેલ્લી ઓવરમાં શેફાલીએ ઝડપી 3 વિકેટ
બાંગ્લાદેશને આખરી ઓવરમાં જીતવા માટે માત્ર 10 રનની જરુર હતી અને તેની 4 વિકેટ પડી હતી. આખરી ઓવર ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે શેફાલી વર્માને આપી હતી. કેપ્ટનનો આ નિર્ણય થોડો આશ્ચર્યજનક હતો પરંતુ શેફાલી વર્માએ કમાલ કરી હતી. છેલ્લી ઓવરમાં બાંગ્લાદેશ માત્ર 1 રન બનાવી શક્યું હતું અને તેણે તમામ 4 વિકેટ ગુમાવી દીધી હતી. 1 રન આઉટ થવા ઉપરાંત શેફાલીને 3 વિકેટ મળી હતી.

દીપ્તિ શર્માએ 4 ઓવરના સ્પેલમાં માત્ર 12 રન આપ્યા
ભારતીય ટીમની જીતમાં સ્પિનર દીપ્તિ શર્માએ પણ મોટી ભૂમિકા ભજવી હતી. દીપ્તિ શર્માએ 4 ઓવરના સ્પેલમાં માત્ર 12 રન આપ્યા હતા અને બાંગ્લાદેશના 3 ટોચના બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. દીપ્તિ ઉપરાંત મીનુ મણિએ પણ પોતાની બીજી મેચ રમીને ખૂબ જ ધારદાર બોલિંગ કરી હતી અને 4 ઓવરમાં માત્ર 9 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. એક વિકેટ બ્રેડી અનુષાને મળી હતી.

આપણ  વાંચો -સુનીલ ગાવસ્કરે બેટથી એટલા હેરાન કર્યા કે ઈમરાન ખાને પોતાના જ ખેલાડીને ગાળો આપવાનું શરૂ કર્યું

Tags :
againstBangladeshCricketDeeptiSharmaindia womenindw vsbanw 2nd t20iShafaliVermaSports
Next Article