Chhattisgarh : સુકમામાં નક્સલીઓએ CRPF ના વાહનને નિશાન બનાવ્યું, IED બ્લાસ્ટમાં 2 સૈનિકો શહીદ...
છત્તીસગઢ (Chhattisgarh)ના સુકમા જિલ્લામાં રવિવારે નક્સલવાદીઓ દ્વારા મોટો IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બે સૈનિકો શહીદ થયા હતા. પોલીસે જણાવ્યું કે છત્તીસગઢ Chhattisgarhના સુકમા જિલ્લામાં નક્સલીઓએ IED વડે એક ટ્રકને ઉડાવી દીધી છે. જેમાં CRPF કોબ્રા 201 બટાલિયનના બે જવાન શહીદ થયા હતા.
આ IED બ્લાસ્ટ નક્સલીઓએ સુકમા જિલ્લાના જગરગુંડા પોલીસ સ્ટેશન હેઠળના સિલ્ગર અને ટેકુલગુડેમ વચ્ચે કર્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ રાજ્યની રાજધાની રાયપુરથી 400 કિમી દૂર સિલ્ગર અને ટેકુલાગુડેમ કેમ્પની વચ્ચે થિમ્માપુરમ ગામ નજીક બપોરે 3 વાગ્યે થયો હતો.
छत्तीसगढ़: सुकमा जिले के जगरगुंडा पुलिस थाने के अंतर्गत सिलगेर और टेकुलागुडेम के बीच नक्सलियों द्वारा लगाए गए IED विस्फोट में CRPF कोबरा 201 बटालियन के 2 जवान शहीद हो गए: पुलिस
— ANI_HindiNews (@AHindinews) June 23, 2024
સૈનિકો રાશન લઈને કેમ્પ જઈ રહ્યા હતા...
તેમણે કહ્યું કે સૈનિકો રાશન લઈને કેમ્પ જઈ રહ્યા હતા. દરમિયાન, સિલ્ગર અને ટેકુલગુડેમ વચ્ચે નક્સલવાદીઓએ સૈનિકોની ટ્રકને IED બ્લાસ્ટથી ઉડાવી દીધી હતી. શહીદ સૈનિકોના પાર્થિવ દેહને સ્થળ પરથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
કોન્સ્ટેબલ શૈલેન્દ્ર અને ડ્રાઈવર વિષ્ણુ આર શહીદ...
તેમણે વધુમાં જણાવ્યું કે, નક્સલવાદીઓએ ટ્રકને નિશાન બનાવીને IED બ્લાસ્ટ કર્યો જેમાં કોન્સ્ટેબલ શૈલેન્દ્ર (29) અને ડ્રાઈવર વિષ્ણુ આર (35) શહીદ થયા. તેમણે કહ્યું કે વિસ્ફોટની માહિતી મળ્યા બાદ વધુ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : BSP માં આકાશ આનંદનું રાજકીય કદ ફરી વધ્યું, માયાવતીએ તેમના ‘ઉત્તરાધિકારી’ જાહેર કર્યા…
આ પણ વાંચો : NEET પેપર લીક કેસમાં CBI ની મોટી કાર્યવાહી, શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પર નોંધી પ્રથમ FIR…
આ પણ વાંચો : Tractor Accident: મિત્રતામાં મોતના ખેલની શર્ત લાગાવી બે મિત્રોએ, જુઓ વિડીઓમાં શુ થયું….