Bijapur માં નક્સલીઓએ પોલીસ પર કર્યો હુમલો, એન્કાઉન્ટરમાં એકને વાગી ગોળી
- છત્તીસગઢનામાં નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
- Bijapur માં નક્સલીઓએ પેટ્રોલિંગ કરતી પોલીસ પર કર્યો હુમલો
- પોલીસની જવાબી કાર્યવાહીમાં એક નક્સલી ઘાયલ
છત્તીસગઢના બીજાપુર (Bijapur) જિલ્લામાં ફરી એકવાર નક્સલવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નક્સલવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા જવાનોની એક ટીમ જંગલમાં પેટ્રોલિંગ ઓપરેશન ચલાવી રહી હતી. આ દરમિયાન નક્સલીઓએ સુરક્ષા જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહી બાદ જ્યારે વિસ્તારની તલાશી લેવામાં આવી ત્યારે એક નક્સલી ઘાયલ જોવા મળ્યો હતો. સુરક્ષાકર્મીઓએ ઘાયલ નક્સલીને હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને રેફર કરવામાં આવ્યો. ઘાયલ નક્સલી વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ચાર કેસ નોંધાયેલા છે.
કુમ્મામેટ્ટા ગામના જંગલમાં ફાયરિંગ થયું હતું...
એન્કાઉન્ટરની માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફાયરિંગની ઘટના ભૈરમગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના કુમ્મામેટ્ટા ગામના જંગલમાં બની હતી. રાજ્ય પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની એક ટીમ નક્સલ વિરોધી ઓપરેશન માટે રવાના થઈ ત્યારે આ એન્કાઉન્ટર થયું હતું. અધિકારીએ જણાવ્યું કે આ વિસ્તારના મટવારા જંગલમાં મટવારા એલઓએસ (સ્થાનિક સંગઠન સ્ક્વોડ) કમાન્ડર અનિલ પુનમ અને 10-12 સશસ્ત્ર સભ્યોની હાજરી વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ગોળીબાર બંધ થયા બાદ રાકેશ કુમાર ઓયમ નામના નક્સલવાદી એન્કાઉન્ટર સાઇટ પર ઘાયલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : Burning Train : અચાનક ચાલતી ટ્રેનમાં લાગી આગ, લોકોએ આ રીતે બચાવ્યો પોતાનો જીવ
ઘાયલ નક્સલી વિરુદ્ધ ચાર કેસ નોંધવામાં આવ્યા...
વધુ માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘાયલ નક્સલીને બીજાપુર (Bijapur) જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી. તેણે કહ્યું કે બાદમાં તેને વધુ સારી સારવાર માટે રાજ્યના આદિવાસી પ્રભાવિત બસ્તર ક્ષેત્રના મુખ્યમથક જગદલપુરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું કે ઘાયલ નક્સલવાદી ઓયમ માઓવાદીઓની બેલચર ક્રાંતિકારી પાર્ટી કમિટી (RPC)ના સભ્ય તરીકે સક્રિય હતો. જિલ્લાના જંગલા, ભૈરમગઢ અને મિર્તુર પોલીસ સ્ટેશનમાં નક્સલવાદીઓ વિરુદ્ધ નક્સલવાદી ઘટનાઓ સંબંધિત ચાર કેસ નોંધાયેલા છે.
આ પણ વાંચો : Lucknow : પોલીસ કસ્ટડીમાં મોત, CCTV ફૂટેજ વાયરલ, અખિલેશે ભાજપ પર કર્યા પ્રહાર... Video