ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવસારીની સોશિયલ મીડિયા સ્ટારને રીલ બનાવવી ભારે પડી

નવસારીની સોશિયલ મીડિયા સ્ટારને રીલ બનાવવી ભારે પડી સોશિયલ મીડિયા સ્ટાર સલોની ટંડેલે રેલવે ટ્રેક ઉપર બનાવી હતી રીલ રેલવે ટ્રેક ઉપર બનાવેલી રીલ વાઇરલ થતાં રેલવે પોલીસ નું તેડું રેલવે પોલીસે સલોની ટંડેલ ને હાજર થવા કર્યું ફરમાન...
07:29 PM Sep 24, 2024 IST | Hiren Dave

Navsari: નવસારીમાં રેલવે લાઈન પર બેસીને મોબાઈલમાં વાતો કરી રહેલા મિત્રોના મોત થયા હતા. તેના ગણતરીના દિવસોમાં જ નવસારની વીડિયો ક્રિએટર સલોની (Saloni Tandel) ટંડેલની રેલવેટ્રેક પર શુટ કરેલી રીલ વાયરલ (reel viral) થતા રેલવે પોલીસ ચોંકી ઉઠી છે. રેલવે ટ્રેક પરની રીલ બાદ સલોનીએ માફી માગી લીધી છે. પરંતુ, રેલવે પોલીસે (Railway police)સલોનીને હાજર થવા નોટિસ આપી છે. રેલવે પોલીસ સલોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકે છે.

રેલવેટ્રેક પર રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી નવસારીની વીડિયો ક્રિએટર સલોની ટંડેલે અન્ય યુવકો સાથે નવસારીમાંથી પસાર થતી DFC(ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર)ની રેલવે લાઈન પર હિન્દી ફિલ્મના સોંગ સાથે રીલ શૂટ કરી હતી. ત્યારબાદ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી હતી. જે બાદમાં વાયરલ થતા સવાલો ઉઠ્યા છે.

https://img.cdn.sortd.mobi/live-gujaratfirst-com-prod-sortd/media34ad5490-7a7d-11ef-bce3-2700b5f3f60c.mp4

સલોની ટંડેલના ફેસબુક-ઈન્સ્ટા પર લાખો ફોલોઅર્સ

વીડિયો ક્રિએટર સલોની ટંડેલ અવનવી રીલ્સ બનાવ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરતી રહે છે. સલોનીના ફેસબુક પર 5 લાખ 12 હજાર અને ઈન્સ્ટાગ્રામ પર 3 લાખ 86 હજાર ફોલોઅર્સ છે.

આ પણ  વાંચો -Dakor : રણછોડજી મંદિરમાં પ્રસાદની યોગ્ય તપાસની માગ, પૂજારીએ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ

નવસારીમાં રેલવે ટ્રેક પર પાંચ દિવસ પહેલા બે મિત્રો કપાયા હતા

નવસારીના વિજલપોર નજીક રામનગર વિસ્તારમાંથી પસાર થતા ડેડિકેટેડ રેલ ફ્રેઈટ કોરિડર પર પાંચ દિવસ પહેલા બે યુવકોના મોત નીપજ્યા હતા. રાત્રે રામ જન્મ ચૌહાણ અને વિવેક ચૌહાણ નામના બે યુવક પોતાના ઘર નજીકથી પસાર થઈ રહેલા ટ્રેક પર બેસી વાતો કરી રહ્યા હતા ત્યારે જ માલગાડી ત્યાંથી નીકળતા બંને યુવકો કપાયા હતા. આ ઘટનાના પગલે આસપાસથી લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં.

આ પણ  વાંચો -Amreli:લાંબા વિરામ બાદ લીલીયા પંથકમાં ધોધમાર વરસાદ

એક મહિના પહેલા નબીરાઓએ કારનો કાફલો દોડાવી રીલ્સ બનાવી હતી

આજકાલ યુવાઓ જ્યારે પણ તક મળે રીલ્સ બનાવી નાખતા હોય છે. ક્યારેક રીલ્સના ગાંડપણમાં કયા સ્થળે બનાવી રહ્યા છે તે ભૂલી જતા હોય છે. ગાંધીનગરના આઈકોનિક રોડ પર પણ એક મહિના પહેલા નબીરાઓએ એક સાથે 10 જેટલી કારનો કાફલો દોડાવી રીલ્સ બનાવી હતી. જેના કારણે પાટનગરમાં અન્ય વાહનચાલકો ભારે પરેશાન થયા હતા. જેઓની રીલ્સ વાઈરલ થયા બાદ પોલીસ દોડતી થઈ હતી અને રીલ્સ બનાવનારા યુવકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

Tags :
firedfoundNavsariRailway PoliceRailway TrackreelSaloni TandelSOCIAL MEDIA STARViral
Next Article
Home Shorts Stories Videos